Pramāṇa · Search · About · API

Viyahapannatti 1133

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1133

Language
Gujarati

1133

વિવેચન :–૭૫૪
વાઉયાએણં ફુડે૦ પરમાણુ પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત અર્થાત્‌ મધ્યમમાં નાંખેલ છે. નો વાઉયાએ૦ - વાયુકાય પરમાણુ પુદ્ગલ વડે વ્યાપ્ત નથી. વાયુના મોટાપણાથી અણુના નિષ્પ્રદેશત્વથી અતિસૂક્ષ્મતાથી ન વ્યાપી શકે.
અનંતપ્રદેશી સ્કંધ વાયુ વડે વ્યાપ્ત હોય છે. કેમકે તે સૂક્ષ્મતર છે, વાયુકાય વળી અનંતપ્રદેશી સ્કંધ વડે વ્યાપ્ત હોય, ન પણ હોય. કઈ રીતે? જો તે વાયુકાય સ્કંધાપેક્ષાએ મોટા હોય, ત્યારે વાયુ તેના વડે વ્યાપ્ત થાય છે.
વસ્તિ - મશક, વાયુકાય વડે સમસ્તપણે વ્યાપ્ત છે, કેમકે તેની ખાલી જગ્યાને પૂરે છે. વાયુકાય, મશક વડે સ્પૃષ્ટ નથી. - X - પુદ્ગલ દ્રવ્યો સ્પૃષ્ટત્વ ધર્મથી નિરૂપ્યા. હવે વર્ણાદિ વડે તેને જ નિરૂપે છે –

Linked texts (1)