Viyahapannatti 1139
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1139
- Language
- Gujarati
1139
વિવેચન :–૭૫૭
એગેભવે - આપ એક છો, એ પ્રમાણે એકત્વને સ્વીકારીને ભગવંતે શ્રોત્રાદિ અવયવોના, પોતાને અનેક લબ્ધિથી એકત્વ દૂષણ આપશે એ બુદ્ધિએ આમ કહ્યું. આપ બે છો, એમ દ્વિત્વના સ્વીકારમાં એકત્વ વિશિષ્ટ અર્થતા દ્વિત્વ વિરોધથી મને દ્વિત્વનું દુષણ આપશે, એ બુદ્ધિએ ઉત્તર આપ્યો.
અક્ષય આદિ ત્રણ પદ વડે નિત્ય આત્મ પક્ષ જણાવ્યો. અનેકમાં ભૂત-અતીત, ભાવ-સત્તાપરિણામ, ભવ્ય-જે ભાવિમાં છે તે. આના દ્વારા અતીત અને ભવિષ્યત્ સત્તા પ્રશ્ન વડે અનિત્યતા પક્ષ સ્થાપ્યો. એક તર પરિગ્રહમાં તેને જ દૂષણ થાય, તેથી ભગવંતે સ્યાદ્વાદના નિખિલ દોષગોચર અતિક્રાંતપણાને અવલંબીને ઉત્તર આપ્યો. કઈ રીતે?
દ્રવ્યાર્થતાથી - જીવદ્રવ્યના એકત્વથી ‘હું એક છું’ પણ પ્રદેશાર્થતાથી નહીં. અનેકત્વથી હું છું એવા અવયવાદીના એકત્વોપલંભ બાધક નથી. - X - પદાર્થના સ્વભાવાંતર બેની અપેક્ષાથ દ્વિત્વ પણ અવિરુદ્ધ છે તેથી કહ્યું – જ્ઞાન, દર્શન અર્થપણે હું બે છું. - X - જેમ એકજ દેવદત્તાદિ પુરુષ તે તે અપેક્ષાએ પિતૃત્વ, પુત્રત્વ, ભ્રાતૃત્વ, આદિ અનેક સ્વભાવે હોઈ શકે. - - - પ્રદેશાર્થતાથી અસંખ્યાત પ્રદેશતાને આશ્રીને હું અક્ષત પણ છું કેમકે સર્વથા પ્રદેશોના ક્ષયનો અભાવ છે તથા હું અવ્યય પણ છું કેમકે કેટલાંક વ્યયનો અભાવ છે. - X -
વળી અવસ્થિત અર્થાત્ હું નિત્ય પણ છું, અસંખ્યાત પ્રદેશિતા જ ક્યારેય પણ દૂર થતી નથી, તેથી નિત્યતાના સ્વીકારમાં દોષ નથી તથા - - ઉપયોગ અર્થપણે - વિવિધ વિષયમાં અનુપયોગપણાને આશ્રીને અનેકભૂત-ભાવ-ભવિક પણ હું છું. કેમકે ભૂત-ભાવિ કાળમાં અનેક વિષય બોધના આત્માના કથંચિત્ ભિન્ન ભૂતત્વ અને ભાવિતત્વથી અનિત્યપક્ષમાં પણ અહીં દોષ નથી.
જેમ ‘રાયપ્પસેણઈય’માં આદિ. વડે જે સૂચવેલ છે, તે કંઈક અર્થથી દર્શાવે છે - જેમ દેવાનુપ્રિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર, તલવર આદિ, હિરણ્ય-સુવર્ણાદિ ત્યજીને મુંડ થઈને, ઘર છોડીને, અનગારિતા પ્રવ્રજ્યા લે છે, તેમ હું પ્રવ્રજિત થવા સમર્થ નથી, તેથી હું અણુવ્રતાદિ ગૃહસ્થ ધર્મ, ભગવંતની પાસે સ્વીકારું ઈત્યાદિ - X - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit