Viyahapannatti 1138
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1138
- Language
- Gujarati
1138
‘ભગવતી’ સૂત્ર-૭૫૭ :– [૧૮/૧૦/૭૫૭]
ભગવન્ ! આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂતભાવ ભવિક છો? હે સોમિલ! હું એક પણ છું યાવત્ અનેકભૂત ભાવ ભાવિક પણ છું. ભગવન્! કયા કારણે આપ એમ કહો છો કે યાવત્ હું ભાવિક પણ છું?
હે સોમિલ! દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન-દર્શન અર્થથી હું બે છું, પ્રદેશાર્થથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું ઉપયોગ અર્થથી હું અનેક ભૂત-ભાવ-ભાવિક પણ છું, તે કારણથી યાવત્ હું ભાવિક પણ છું (તેમ કહ્યું).
(આ બધું સાંભળી) તે સોમિલ બ્રાહ્મણ સંબુદ્ધ થયો. શ્રમણ ભગવંત મહાવીરને૦ સ્કંદકની માફક યાવત્ તે જે કંઈ આપ કહો છો. જે પ્રકારે આપ દેવાનુપ્રિયની પાસે ઘણાં રાજા, ઈશ્વર એ પ્રમાણે જેમ ‘રાયપ્પસેણઈય’માં ચિત્રસારથી યાવત્ બાર પ્રકારે શ્રાવક ધર્મને સ્વીકારે છે, સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને યાવત્ પાછો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ શ્રાવક થયો યાવત્ જીવાજીવનો જ્ઞાતા થયો યાવત્ વિચરણ કરવા લાગ્યો.
ભંતે! એમ સંબોધન કરીને, ગૌતમસ્વામી, શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે, નમે છે. વાંદી-નમીને પૂછ્યું – હે ભગવન્! સોમિલ બ્રાહ્મણ આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને૦? જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્ અંત કરશે.
ભગવન્! તે એમજ છે, એમજ છે, યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit