Pramāṇa · Search · About · API

Viyahapannatti 1149

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1149

Language
Gujarati

1149

‘ભગવતી’ સૂત્ર-૭૬૧ :– [૧૯/૩/૭૬૧]
રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌! શું કદાચિત્‌ યાવત્‌ ચાર, પાંચ પૃથ્વીકાયિક મળીને સાધારણ શરીર બાંધે છે? બાંધીને પછી આહાર કરે છે. પરિણમાવે છે, શરીરનો બંધ કરે છે? ના, તે અર્થ સમર્થ નથી. કેમકે પૃથ્વીકાયિક જીવ પ્રત્યેક આહારી, પ્રત્યેક પરિણામી, પ્રત્યેક શરીર બાંધે છે. ત્યારપછી તેઓ આહાર કરે છે, પરિણમાવે છે, શરીર બાંધે છે.
ભગવન્‌ ! તે જીવોને કેટલી લેશ્યાઓ છે? ગૌતમ! ચાર. તે આ – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા.
ભગવન્‌! તે જીવો શું સમ્યક્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યક્‌મિથ્યાદૃષ્ટિ છે? ગૌતમ! તેઓ સમ્યક્‌દૃષ્ટિ કે સમ્યક્‌મિથ્યાદૃષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ છે.
ભગવન્‌! તે જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. તે આ - મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની.
ભગવન્‌! તે જીવો શું મનોયોગી, વચનયોગી, કાયયોગી છે? ગૌતમ! મનોયોગી કે વચનયોગી નથી. કાયયોગી છે.
ભગવન્‌! તે જીવો શું સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત છે? ગૌતમ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ છે.
ભગવન્‌ ! તે જીવો શું આહાર કરે છે? ગૌતમ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો૦ એ રીતે જેમ પન્નવણાના પહેલા આહારોદ્દેશકમાં કહ્યું છે, તેમ યાવત્‌ સર્વ આત્મપ્રદેશથી આહાર કરે છે - ત્યાં સુધી કહેવું.
ભગવન્‌ ! તે જીવો જે આહાર કરે છે, તેનો ચય થાય છે અને જે આહાર નથી કરતા, તેનો ચય નથી થતો? ચીર્ણ આહાર બહાર નીકળે છે અથવા શરીરાદિરૂપે પરિણમે છે? હા, ગૌતમ! યાવત્‌ તેમજ છે.
ભગવન્‌ ! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે કે – અમે આહાર કરીએ છીએ? ના, તે અર્થ સમર્થ નથી. તો પણ તેઓ આહાર તો કરે જ છે.
ભગવન્‌! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા યાવત્‌ વચન હોય છે કે – અમે ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શને વેદેકે પ્રતિસંવેદે છે? ના, તે અર્થ સમર્થ નથી, તો પણ તેઓ વેદન-પ્રતિસંવેદન કરે છે.
ભગવન્‌! તે જીવો શું પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય રહેલા છે? ગૌતમ! પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્યમાં રહેલા હોય છે. તે જીવો બીજા જીવોની હિંસાદિ કરે છે, તેઓને પણ આજીવ અમારી હિંસાદિ કરનાર છે, તેવું ભેદ જ્ઞાન હોતું નથી.
ભગવન્‌! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે? એ પ્રમાણે જેમ વ્યુત્ક્રાંતિ પદમાં પૃથ્વીકાયિકનો ઉત્પાદ કહ્યો, તેમ અહીં કહેવો.
ભગવન્‌ ! તે જીવોની કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ! જઘન્યા અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટી બાવીશ હજાર વર્ષ.
ભગવન્‌ ! તે જીવોને કેટલા સમુદ્ઘાતો છે? ગૌતમ! ૩, તે આ છે – વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત.
ભગવન્‌! તે જીવો મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈ મરે કે અસમવહત થઈને મરે? ગૌતમ! સમવહત થઈને પણ મરે, અસમવહત થઈને પણ મરે.
ભગવન્‌! તે જીવો અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? વ્યુત્ક્રાંતિ પદ મુજબ ઉદ્વર્તના કહેવી.
ભગવન્‌! શું યાવત્‌ ચાર-પાંચ અપ્‌કાયિક ભેગા થઈને એક સાધારણ શરીર બાંધે છે? બાંધીને પછી આહાર કરે છે? જે પૃથ્વી-કાયિકના આલાવા છે, તે જ અહીં કહેવા યાવત્‌ ઉદ્વર્તે છે. વિશેષ એ કે – સ્થિતિ ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ કહેવી. બાકી બધું પૂર્વવત્‌.
ભગવન્‌! શું યાવત્‌ ચાર-પાંચ તેઉકાયિક૦? પૂર્વવત્‌. વિશેષ એ કે – ઉત્પાદ, સ્થિતિ, ઉદ્વર્તના પન્નવણા મુજબ, બાકી પૂર્વવત્‌ કહેવું.
વાયુકાયિકને એ પ્રમાણે જ જાણવા. સમુદ્ઘાત ચાર કહેવા.
ભગવન્‌! કદાચ યાવત્‌ ચાર-પાંચ વનસ્પતિકાયિક૦ પૃચ્છા, ગૌતમ! તે અર્થ સમર્થ નથી. અનંતા વનસ્પતિકાયિક એકઠા થઈ સાધારણ શરીર બાંધે છે. બાંધીને ત્યારપછી આહાર કરે છે, પરિણમાવે છે. બાકી બધું તેઉકાયિકવત્‌ કહેવું યાવત્‌ ઉદ્વર્તે છે. વિશેષ આ કે – આહાર નિયમા છ દિશાથી, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત. બાકી પૂર્વવત્‌.

Linked texts (1)