Viyahapannatti 1150
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1150
- Language
- Gujarati
1150
વિવેચન :–૭૬૧
આ દ્વાર ગાથા ક્યાંક દેખાય છે – સ્યાત્, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાદ, સ્થિતિ, સમુદ્ઘાત, ઉદ્વર્તના, આનો અર્થ વનસ્પતિદંડકાંત ઉદ્દેશકાર્થથી જાણવો.
તેમાં ‘સ્યાત્’ દ્વારમાં - સ્યાત્ એટલે થાય અથવા પ્રાયઃ પૃથ્વીકાયિક પ્રત્યેકશરીર બાંધે એ સિદ્ધ થયું. પણ સિય - સ્યાત્ એટલે કદાચિત્ ‘યાવત્ ચાર-પાંચ પૃથ્વીકાય, અહીં યાવત્ શબ્દથી બે કે ત્રણ અને ઉપલક્ષણત્વથી વધારે પૃથ્વીકાયિક જીવો. એગઓ - એકભૂત, સંયુજ્ય. સામાન્ય શરીર બાંધે. તેના યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને. આહારેંતિ - વિશેષ આહાર અપેક્ષાથી સામાન્ય આહારના અવિશિષ્ટ શરીર બંધન સમયે. અથવા આહાર કરીને પરિણમાવેલા પુદ્ગલ વડે શરીરના પૂર્વબંધની અપેક્ષાએ વિશેષથી બંધ કરે, એમ અર્થ કહેવો. - - આ અર્થ સમર્થ નથી કેમકે પૃથ્વીકાયિકો પ્રત્યેકાહારી, પ્રત્યેક પરિણામી છે, તેથી પ્રત્યેક શરીર બાંધે છે, તે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણથી તેનો આહાર કરે છે.
‘કિમાહાર’ દ્વારમાં - પ્રજ્ઞાપનાના ૨૮-માં પદના પહેલા ‘આહાર’ નામક ઉદ્દેશામાં સૂત્ર છે, તે આમ કહેવું – ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ કાળસ્થિતિ, ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા ઈત્યાદિ. તં ચિજ્જઈ - તે પુદ્ગલો શરીર, ઈન્દ્રિયપણે પરિણમે છે. ચીર્ણં-આહારિત તે પુદ્ગલો મળવત્ વિનાશ પામે, સારરૂપે શરીર, ઈન્દ્રિયપણે પરિણમે. પલિસપ્પઈ - પરિપ્રવર્તે છે. પન્ના - પ્રજ્ઞા, સૂક્ષ્માર્થ વિષયામતિ, મણોઈ - મનોદ્રવ્ય સ્વભાવ. વઈ - વાક્દ્રવ્ય શ્રુતરૂપ.
‘પ્રાણાતિપાત’ દ્વારમાં - પ્રાણાતિપાત વૃત્તિ. - X - આવા વચનાદિ અભાવે પણ પૃથ્વીકાયિકાદિને મૃષાવાદાદિ વડે કહે છે, તે મૃષા વાદાદિ અવિરતિ આશ્રીને કહેવાય છે, હવે હણાયેલ જીવોનો શો વૃત્તાંત છે, તે કહે છે – જેમાં જીવોનો અતિપાતાદિ વિષયભૂત પ્રસ્તાવથી પૃથ્વીકાયિકના સંબંધિ અતિપાતાદિ વડે અતિપાતાદિકારી જીવ કહેવાય. તે જીવોના અતિપાતાદિ વિષયભૂત, માત્ર ઘાતક નહીં.
‘ઉત્પાદ’ દ્વારમાં, વ્યુત્ક્રાંતિપદ મુજબ, આ પ્રજ્ઞાપનાનું છઠ્ઠું પદ છે, આના વડે સૂચવે છે – શું નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવથી આવીને ઉપજે છે? ગૌતમ! નૈરયિકથી આવીને ન ઉપજે, તિર્યંચ, મનુષ્ય, દેવથી આવીને ઉપજે છે. - - - સમુદ્ઘાતદ્વારમાં - સમુદ્ઘાતમાં વર્તતા કરેલ દંડ અથવા દંડથી વિરમીને સમુદ્ઘાત કર્યા વિના.
‘ઉદ્વર્તના’ દ્વારમાં - વ્યુત્ક્રાંતિપદ મુજબ - શું નૈરયિકમાં કે યાવત્ દેવમાં? ગૌતમ! નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે છે. તેજસ્કાયિક દંડકમાં, અહીં સ્યાત્ આદિ દ્વારો પૃથ્વીકાયિક દંડકવત્ કહેવા. ઉત્પાદાદિમાં આટલું વિશેષ છે. - તેઓનો ઉત્પાદ તિર્યંચ અને મનુષ્યોથી જ છે, સ્થિતિ ઉત્કૃષ્ટે ત્રણ અહોરાત્ર, ત્યાંથી ઉદ્વર્તીને તેઓ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. જેમ ઉત્પાદ વિશે છે, તેમ લેશ્યામાં પણ તેઓ અપ્રશસ્ત તેજોલેશ્યી જ છે. પૃથ્વીકાયિકને પહેલી ચાર લેશ્યા છે. - X - વાયુકાય દંડકમાં - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિયરૂપ ચાર સમુદ્ઘાત સંભવે છે કેમકે તેમને વૈક્રિય શરીર સંભવે. વનસ્પતિકાયિક દંડકમાં જે ‘નિયમા છ દિશામાંથી આહાર’ છે, તેમ કહ્યું તે સમજાતું નથી. લોકાંત નિષ્કુટોને આશ્રીને ત્રણ દિશામાંથી આહાર તેમને સંભવે છે, અથવા બાદર નિગોદને આશ્રીને આ જાણવું.
આ જ પૃથ્વી આદિની અવગાહના, અલ્પત્વાદિ નિરૂપણ –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit