Pramāṇa · Search · About · API

Viyahapannatti 1158

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1158

Language
Gujarati

1158

‘ભગવતી’ સૂત્ર-૭૬૫ :– [૧૯/૪/૭૬૫]
ભગવન્‌! (૧) શું નૈરયિક જીવ મહાસ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. (૨) ભગવન્‌! નૈરયિકો, મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે? હા, છે. (૩) ભગવન્‌! નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પ વેદના, મહાનિર્જરાવાળા છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. (૪) નૈરયિકો મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. (૫) ભગવન્‌! નૈરયિકો મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી.
(૬) ભગવન્‌! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૭) ભગવન્‌! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૮) ભગવન્‌! નૈરયિક મહાશ્રવ, અલ્પક્રિયા, અલ્પ વેદના, અલ્પનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૯) ભગવન્‌! નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૧૦) ભગવન્‌! નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે? ના, તેમ નથી.
(૧૧) નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૧૨) નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૧૩) નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. (૧૪) નૈરયિક અલ્પાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પનિર્જરા વાળા છે? તે અર્થ સમર્થ નથી. (૧૫) નૈરયિક અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, મહાનિર્જરાવાળા છે? તે અર્થ સમર્થ નથી. (૧૬) નૈરયિક અલ્પાશ્રવ, અલ્પ ક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે? તે અર્થ સમર્થ નથી. આ ૧૬ ભંગ.
ભગવન્‌! અસુરકુમાર મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? તે અર્થ સમર્થ નથી, એ પ્રમાણે ચોથો ભંગ કહેવો, બાકીના ૧૫-ભંગનો નિષેધ કરવો. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
ભગવન્‌! પૃથ્વીકાયિક મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? હા, કદાચ હોય, એ પ્રમાણે યાવત્‌ ભગવન્‌! પૃથ્વીકાયિક શું અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે? હા, કદાચ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમાર માફક કહેવા. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)