Viyahapannatti 1159
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1159
- Language
- Gujarati
1159
વિવેચન :–૭૬૫
સિય - હોય છે, નૈરયિકો, મહાશ્રવી-પ્રચૂરકર્મબંધ નથી. મહાક્રિયા-કાયિકી આદિ ક્રિયાના મહાપણાથી. મહાવેદના-વેદનાથી તીવ્રતાથી. મહાનિર્જરા-ઘણાં કર્મોના ક્ષયથી. આ ચાર પદોના ૧૬ ભેદ થાય છે. આ ભેદોમાં નારકોને ત્રીજા ભંગમાં જાણવા, કેમકે તેઓને આશ્રવાદિ ત્રણનું મોટાપણું છે અને કર્મનિર્જરાનું અલ્પપણું છે. બાકીનાનો નિષેધ કર્યો છે.
અસુરાદિ દેવોમાં ચોથો ભંગ કહ્યો છે, તેઓ મહાશ્રવ અને મહાક્રિયાવાળા છે, કેમકે વિશિષ્ટ અવિરતિથી યુક્ત છે. પ્રાયઃ અસાતાના ઉદયના અભાવે અલ્પ વેદનાવાળા છે, પ્રાયઃ અશુભ પરિણામથી અલ્પનિર્જરાવાળા છે. પૃથ્વી આદિમાં ચારે પણ પદો, તેની પરિણતિની વિચિત્રતાથી સવ્યભિચાર સોળે પણ ભંગ થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit