Viyahapannatti 1161
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1161
- Language
- Gujarati
1161
‘ભગવતી’ સૂત્ર-૭૬૬ :– [૧૯/૫/૭૬૬]
ભગવન્! શું નૈરયિક ચરમ પણ છે અને પરમ પણ છે? હા, છે.
ભગવન્! શું ચરમ નૈરયિકો કરતા પરમ નૈરયિક મહાકર્મવાળા (મહાક્રિયાવાળા) મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે. પરમ નૈરયિક કરતા ચરમ નૈરયિક અલ્પકર્મવાળા યાવત્ અલ્પ વેદનાવાળા છે? હા, ગૌતમ! ચરમ કરતા પરમ નૈરયિક યાવત્ મહાવેદનાવાળા છે. ઈત્યાદિ - X - ભગવન્! એમ કેમ કહ્યું કે યાવત્ અલ્પ વેદનાવાળા છે? હે ગૌતમ! સ્થિતિને આશ્રીને, આ કારણે હે ગૌતમ! આમ કહ્યું છે.
ભગવન્! અસુરકુમારો ચરમ પણ છે અને પરમ પણ છે? પૂર્વવત્. વિશેષ એ કે – વિપરીત કહેવું, પરમ અલ્પકર્મી છે, ચરમ મહાકર્મી છે. બાકી પૂર્વવત્. સ્તનિતકુમાર સુધી આમ જ જાણવું.
પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી, નૈરયિકવત્ જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit