Viyahapannatti 1162
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1162
- Language
- Gujarati
1162
વિવેચન :–૭૬૬
ચરમ - અલ્પ સ્થિતિવાળા, પરમ - મહાસ્થિતિવાળા. ઠિઈંપડુચ્ચ - જે નારકોની વધુ સ્થિતિ છે, તે અલ્પસ્થિતિવાળા કરતાં, અશુભ કર્માપેક્ષાએ મહાકર્મવાળા આદિ છે. જેમની અલ્પસ્થિતિ છે તે બીજા કરતાં અલ્પકર્મવાળા આદિ હોય છે. - - અસુર સૂત્રમાં પૂર્વોક્ત અપેક્ષાએ વિપરીત કહેવું. તે આ રીતે - ભગવન્! શું ચરમ અસુરકુમાર કરતા પરમ અસુરકુમારો અલ્પકર્મવાળા આદિ છે, ઈત્યાદિ. તેમનું અલ્પકર્મત્વ અસાતાદિ અશુભકર્મ અપેક્ષાએ છે. અલ્પક્રિયત્વ તથાવિધ કાયિકી આદિ કષ્ટક્રિયા અપેક્ષાએ છે. અલ્પ આશ્રવત્વ તથાવિધ કષ્ટ ક્રિયાજન્ય કર્મબંધ અપેક્ષાએ છે. અલ્પ વેદનત્વ પીડા અભાવ અપેક્ષાએ જાણવું. - - અલ્પસ્થિતિક ઔદારિક શરીરી કરતાં મહાસ્થિતિકો મહાકર્મોદયવાળા હોય છે. - X - હવે વેદના સ્વરૂપ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit