Pramāṇa · Search · About · API

Viyahapannatti 1167

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1167

Language
Gujarati

1167

વિવેચન :–૭૬૮
જેમ જીવાભિગમમાં - તે આ પ્રમાણે - ભગવન્‌! દ્વીપ સમુદ્રોના આકાર-ભાવ પ્રત્યાવતાર શું છે? ગૌતમ! જંબૂદ્વીપાદિ દ્વીપો, લવણ સમુદ્ર ઈત્યાદિ, તે સંપૂર્ણ કહેવો? ના, જ્યોતિષ્ક પરિમાણ મંડિત જે ઉદ્દેશક, તે વર્જીને કહેવું. જ્યોતિષ્ક મંડિત ઉદ્દેશક આ પ્રમાણે છે –
ભગવન્‌! જંબૂદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે કે પ્રભાસશે? ઈત્યાદિ. આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો? પરિણામ સુધી. તે આ છે – ભગવન્‌! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામા છે? ઈત્યાદિ. તથા ‘જીવ ઉપપાત’ દ્વીપ સમુદ્રોમાં જીવ ઉપપાત કહેવો. તે આ છે – ભગવન્‌! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણ આદિ ચારે પૂર્વે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! અનેકવાર.

Linked texts (1)