Pramāṇa · Search · About · API

Viyahapannatti 1172

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1172

Language
Gujarati

1172

‘ભગવતી’ સૂત્ર-૭૭૦ થી ૭૭૩ :– [૧૯/૮/૭૭૦ થી ૭૭૩]
[૭૭૦] જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - એકેન્દ્રિય જીવ નિર્વૃત્તિ યાવત્‌ પંચેન્દ્રિય જીવ નિર્વૃત્તિ.
ભગવન્‌! એકેન્દ્રિય જીવ નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - પૃથ્વીકાય યાવત્‌ વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ નિર્વૃત્તિ.
ભગવન્‌! પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિર્વૃત્તિ અને બાદર પૃથ્વીકાય૦ આ પ્રમાણે આ આલાવા મુજબ ભેદો, જેમ બૃહદ્‌ બંધાધિકારમાં કહેલ તૈજસશરીરના ભેદો સમાન યાવત્‌ સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવ નિર્વૃત્તિ, ભગવન્‌! કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - પર્યાપ્તક૦ અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક યાવત્‌ દેવ પંચેન્દ્રિય જીવ નિર્વૃત્તિ.
ભગવન્‌! કર્મનિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! આઠ ભેદે. તે આ - જ્ઞાનાવરણીય કર્મ નિર્વૃત્તિ યાવત્‌ અંતરાય કર્મ નિર્વૃત્તિ. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું.
ભગવન્‌! શરીર નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – ઔદારિક શરીર નિર્વૃત્તિ યાવત્‌ કાર્મણ શરીર નિર્વૃત્તિ.
ભગવન્‌! નૈરયિકોની? એ જ પ્રમાણે. એ પ્રમાણે યાવત્‌ વૈમાનિક જાણવું. વિશેષ એ કે - જેને જેટલા શરીર હોય તે કહેવા.
ભગવન્‌! સર્વેન્દ્રિય નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - શ્રોત્રેન્દ્રિય નિર્વૃત્તિ યાવત્‌ સ્પર્શનેન્દ્રિય નિર્વૃત્તિ. એ પ્રમાણે નૈરયિક સુધી કહેવું. યાવત્‌ સ્તનિતકુમાર કહેવા.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય નિર્વૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો છે તે વૈમાનિક પર્યન્ત કહેવી.
ભગવન્‌! ભાષા નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ - સત્યભાષાનિર્વૃત્તિ, મૃષાભાષાનિર્વૃત્તિ, સત્યામૃષા ભાષા નિર્વૃત્તિ, અસત્યા-અમૃષા ભાષા નિર્વૃત્તિ. - આ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને જેને જે ભાષા હોય તે વૈમાનિક પર્યન્ત કહેવી.
ભગવન્‌! મનનિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ – સત્યમનનિર્વૃત્તિ યાવત્‌ અસત્યા-અમૃષા મનોનિર્વૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌! કષાય નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ – ક્રોધકષાય નિર્વૃત્તિ યાવત્‌ લોભકષાય નિર્વૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્‌! વર્ણ નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - કાળો વર્ણ નિર્વૃત્તિ યાવત્‌ સફેદવર્ણ નિર્વૃત્તિ. એ પ્રમાણે બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. એ પ્રમાણે ગંધ નિર્વૃત્તિ બે ભેદે છે. તે વૈમાનિક સુધી જાણવું. રસનિર્વૃત્તિ પાંચ ભેદે છે. યાવત્‌ વૈમાનિક સ્પર્શ નિર્વૃત્તિ આઠ ભેદે છે યાવત્‌ વૈમાનિક.
ભગવન્‌! સંસ્થાન નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! છ ભેદે છે. તે આ – સમચતુરસ્ર સંસ્થાન નિર્વૃત્તિ યાવત્‌ હુંડક સંસ્થાન નિર્વૃત્તિ.
નૈરયિક વિશે પ્રશ્ન? ગૌતમ! એક હુંડક સંસ્થાન નિર્વૃત્તિ.
અસુરકુમારનો પ્રશ્ન? ગૌતમ! એક સમચતુરસ્ર સંસ્થાન નિર્વૃત્તિ એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિક વિશે પૃચ્છા. ગૌતમ! એક મસૂરચંદ્ર સંસ્થાન નિર્વૃત્તિ. એ રીતે જેને જે સંસ્થાન હોય તેને તે વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્‌! સંજ્ઞા નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ - આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞા નિર્વૃત્તિ, એ રીતે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌! લેશ્યા નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! છ ભેદે. તે આ - કૃષ્ણલેશ્યા નિર્વૃત્તિ યાવત્‌ શુક્લ લેશ્યાનિર્વૃત્તિ. એ રીતે વૈમાનિક પર્યન્ત કહેવું. જેને જેટલી લેશ્યાઓ હોય, તેને તેટલી કહેવી.
ભગવન્‌! દૃષ્ટિ નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ - સમ્યગ્‌દૃષ્ટિ નિર્વૃત્તિ, મિથ્યાદૃષ્ટિ નિર્વૃત્તિ, સમ્યગ્‌મિથ્યા દૃષ્ટિ નિર્વૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે દૃષ્ટિ હોય તે કહેવી.
ભગવન્‌! જ્ઞાન નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - આભિનિબોધિક જ્ઞાન નિર્વૃત્તિ યાવત્‌ કેવલજ્ઞાન નિર્વૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને યાવત્‌ વૈમાનિક સુધી જેને જેટલા જ્ઞાન હોય તે.
ભગવન્‌! અજ્ઞાન નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ - મતિ અજ્ઞાન નિર્વૃત્તિ, શ્રુતઅજ્ઞાન નિર્વૃત્તિ, વિભંગજ્ઞાન-નિર્વૃત્તિ. એ રીતે જેને જેટલા અજ્ઞાન હોય તે, વૈમાનિક સુધી કહેવા.
ભગવન્‌! યોગનિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે છે. તે આ - મનોયોગ નિર્વૃત્તિ, વચનયોગ નિર્વૃત્તિ, કાયયોગ નિર્વૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે પ્રકારે યોગ હોય તે કહેવો.
ભગવન્‌! ઉપયોગ નિર્વૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે તે આ - સાકારોપયોગ નિર્વૃત્તિ, અનાકારોપયોગ નિર્વૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. - - વાચનાંતરમાં અહીં સંગ્રહગાથા છે –
[૭૭૧] જીવોની નિર્વૃત્તિ, કર્મપ્રકૃત્તિ, શરીરનિર્વૃત્તિ, સર્વૈન્દ્રિયનિર્વૃત્તિ, ભાષાનિર્વૃત્તિ, મનોનિર્વૃત્તિ, કષાયનિર્વૃત્તિ. (તથા-)
[૭૭૨] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ (આ બધાંની નિર્વૃત્તિ).
[૭૭૩] ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)