Pramāṇa · Search · About · API

Viyahapannatti 1173

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1173

Language
Gujarati

1173

વિવેચન :–૭૭૦ થી ૭૭૩
નિર્વર્તન એટલે નિર્વૃત્તિ, નિષ્પત્તિ. જીવની એકેન્દ્રિયાદિપણે નિર્વૃત્તિ, તે જીવનિર્વૃત્તિ. જેમ મહલ્લબંધાધિકારે શતક આઠમાં, ઉદ્દેશા-૯-માં કહેલ છે - તેજો શરીરનો બંધ, એ પ્રમાણે અહીં નિર્વૃત્તિ કહેવી.
પૂર્વ જીવ અપેક્ષાએ નિર્વૃત્તિ કહી, હવે તેના કાર્ય અને તેના ધર્મની અપેક્ષાએ તેને કહે છે – કઈવિહે૦ ઈત્યાદિ. કષાય વેદનીય પુદ્ગલનું નિર્વર્તન તે કષાય નિર્વૃત્તિ. - - જસ્સ જં સંઠાણ૦ - તેમાં અપ્‌કાયનું સ્તિબુક સંસ્થાન, તેઉકાયનું સૂચીકલાપ સંસ્થાન, વાયુકાયનું પતાકા સંસ્થાન. વનસ્પતિકાયનું વિવિધ આકારે સંસ્થાન, વિકલેન્દ્રિયોનું હુંડક સંસ્થાન, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને છ એ સંસ્થાન હોય છે અને વ્યંતરાદિને સમચતુરસ્ર સંસ્થાન હોય છે.

Linked texts (1)