Viyahapannatti 1175
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1175
- Language
- Gujarati
1175
‘ભગવતી’ સૂત્ર-૭૭૪ થી ૭૭૬ :– [૧૯/૯/૭૭૪ થી ૭૭૬]
[૭૭૪] ભગવન્! કરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે કરણ છે. તે આ રીતે – દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ, ભાવકરણ.
ભગવન્! નૈરયિકોને કેટલા ભેદે કરણ છે? ગૌતમ! પાંચ ભેદે કરણ છે. તે આ - દ્રવ્યકરણ યાવત્ ભાવકરણ. એ રીતે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! શરીરકરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - ઔદારિક શરીરકરણ યાવત્ કાર્મણશરીરકરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી, જેને જેટલા શરીર હોય તેટલા કરણ કહેવા.
ભગવન્! ઈન્દ્રિયકરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે તે આ - શ્રોત્રેન્દ્રિયકરણ યાવત્ સ્પર્શનેન્દ્રિય કરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જેને જેટલી ઈન્દ્રિયો હોય તેમ કહેવું.
એ પ્રમાણે આ ક્રમથી ભાષાકરણ ચાર ભેદે. મનઃકરણે ચાર ભેદે, કષાયકરણ ચાર ભેદે, સમુદ્ઘાતકરણ સાત ભેદે, સંજ્ઞાકરણ ચાર ભેદે, લેશ્યા કરણ છ ભેદે, દૃષ્ટિકરણ ત્રણ ભેદે, વેદકરણ ત્રણ ભેદે - સ્ત્રીવેદકરણ, પુરુષ વેદકરણ, નપુંસક વેદકરણ. આ સર્વે નૈરયિકાદિ દંડકો વૈમાનિક પર્યન્ત કહેવા. જેને જે હોય, તેને તે બધાં કહેવા.
ભગવન્! પ્રાણાતિપાત કરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ - એકેન્દ્રિય પ્રાણાતિપાત કરણ યાવત્ પંચેન્દ્રિય પ્રાણાતિપાત કરણ. એ પ્રમાણે સંપૂર્ણ, વૈમાનિક સુધીમાં કહેવું.
ભગવન્! પુદ્ગલકરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શકરણ, સંસ્થાનકરણ.
ભગવન્! વર્ણકરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - કાળો વર્ણકરણ યાવત્ સફેદવર્ણ કરણ. - એ પ્રમાણે ભેદો - ગંધકરણ બે ભેદે, રસકરણ પાંચ ભેદે, સ્પર્શકરણ આઠ ભેદે કહેલ છે.
ભગવન્! સંસ્થાનકરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ - પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાનકરણ.
ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ વિચરે છે.
[૭૭૫, ૭૭૬] દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, શરીરકરણ, ઈન્દ્રિયકરણ, ભાષા, મન, કષાય અને સમુદ્ઘાત...
સંજ્ઞા, લેશ્યા, દૃષ્ટિ, વેદ, પ્રાણાતિપાત, પુદ્ગલ, વર્ણ,ગંધ,રસ,સ્પર્શ, સંસ્થાન આટલા વિષયો અહીં છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit