Pramāṇa · Search · About · API

Viyahapannatti 1187

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1187

Language
Gujarati

1187

‘ભગવતી’ સૂત્ર-૭૮૧ :– [૨૦/૨/૭૮૧]
ભગવન્‌! આકાશ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે – લોકાકાશ અને અલોકાકાશ. - - ભગવન્‌! લોકાકાશ, જીવરૂપ છે કે જીવદેશરૂપ છે? એ પ્રમાણે જેમ શતક-૨-ના અસ્તિ ઉદ્દેશમાં છે, તેની જેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે - આલાવામાં યાવત્‌ ભગવન્‌! ધર્માસ્તિકાય કેટલો મોટો છે? ગૌતમ! લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસ્પૃષ્ટ અને લોકને અવગાહીને રહે છે. એ પ્રમાણે યાવત્‌ પુદ્ગલા-સ્તિકાય સુધી કહેવું જોઈએ.
ભગવન્‌! અધોલોક, ધર્માસ્તિકાયને કેટલો અવગાહે છે? ગૌતમ! સાતિરેક અડધો. - - એ રીતે આ આલાવાથી બીજા શતક મુજબ યાવત્‌ ભગવન્‌! ઈષત્પ્રાગ્ભારા પૃથ્વી લોકાકાશનું શું સંખ્યાતમાં ભાગને અવગાહે છે? પ્રશ્ન - ગૌતમ! સંખ્યાત ભાગને નહીં, પણ અસંખ્યાત ભાગને અવગાહે છે. તે લોકના સંખ્યાત કે અસંખ્યાત ભાગોને પણ વ્યાપ્ત કરીને સ્થિતિ નથી, સમગ્ર લોકને વ્યાપ્ત કરીને સ્થિત છે. બાકી પૂર્વવત્‌.

Linked texts (1)