Pramāṇa · Search · About · API

Viyahapannatti 1200

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1200

Language
Gujarati

1200

‘ભગવતી’ સૂત્ર-૭૮૬ :– [૨૦/૫/૭૮૬]
ભગવન્‌! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળો છે? ગૌતમ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. તે આ પ્રમાણે – જો એક વર્ણવાળો હોય તો - કદાચિત્‌ - કાળો, લીલો, લાલ, પીળો કે સફેદ હોય. જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગન્ધી હોય, જો એક રસવાળો હોય તો કદાચ તિક્ત, કટુક, કષાય, અમ્લ કે મધુર હોય, જો બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ કે શીત અને રૂક્ષ કે ઉષ્ણ અને સ્નિગ્ધ કે કદાચ ઉષ્ણ અને રૂક્ષ હોય.
ભગવન્‌! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે? એ પ્રમાણે જેમ શતક-૧૮, ઉદ્દેશો-૬-માં છે, તેમ યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળો છે. જો એકવર્ણી હોય તો કદાચ કાળો યાવત્‌ કદાચ સફેદ હોય, જો બે વર્ણી હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને પીળો, કદાચ કાળો અને સફેદ, કદાચ લીલો અને લાલ, કદાચ લીલો-પીળો, કદાચ લીલો અને સફેદ, કદાચ લાલ અને પીળો, કદાચ લાલ અને સફેદ, કદાચ પીળો અને સફેદ. એ રીતે અહીં દ્વિકસંયોગમાં દશ ભંગો છે.
જો એકગંધી હોય તો કદાચ સુરભિગંધ, કદાચ દુરભિગંધ હોય.
જો બે ગંધવાળો હોય તો સુરભિ અને દુરભિગંધવાળો હોય. વર્ણની માફક રસના ભંગો કહેવા. - - જો સ્પર્શ બે હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, એમ જે રીતે પરમાણુ પુદ્ગલમાં કહ્યું તેમ કહેવું.
જો ત્રણ સ્પર્શવાળો હોય તો (૧) સર્વ શીત, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ.(૨) સર્વે ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ. (૩) સર્વે સ્નિગ્ધ, દેશથી શીત, દેશથી ઉષ્ણ. (૪) સર્વે રૂક્ષ, દેશથી શીત, દેશથી ઉષ્ણ હોય.
જો ચાર સ્પર્શવાળો હોય તો દેશથી શીત, દેશથી ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ, આ રીતે [૪ + ૪ +૧] નવ ભંગો સ્પર્શમાં થાય છે.
ભગવન્‌! ત્રિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિવાળો છે? જેમ ઉદ્દેશા-૧૮-માં, ઉદ્દેશા-૬-માં યાવત્‌ ‘ચાર સ્પર્શવાળા છે’ સુધી કહેવું.
જો એક વર્ણવાળો હોય તો કદાચ કાળો યાવત્‌ સફેદ હોય.
જો બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લીલા, કદાચ કાળા અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને (બે) લાલ, કદાચ કાળા અને લાલ. એ પ્રમાણે પીળા સાથે ત્રણ ભંગ, એ પ્રમાણે સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ લીલો અને લાલ અહીં પણ ત્રણ ભંગ. એ રીતે પીળા સાથે ત્રણ ભંગ, સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ લાલ અની પીળો અહીં ત્રણ ભંગ, એ રીતે સફેદ સાથે ત્રણ ભંગ, કદાચ પીળો અને સફેદ અહીં ત્રણ ભંગ. આ પ્રમાણે તે બધાં-દશ દ્વિકસંયોગી ભંગ મળી ૩૦ ભંગ થાય.
જો ત્રણ વર્ણવાળો હોય તો - કદાચ કાળો, લીલો અને લાલ. કદાચ કાળો, લીલો અને પીળો. કદાચ કાળો, લીલો અને સફેદ. કદાચ કાળો, લાલ અને પીળો, કદાચ કાળો, લાલ અને સફેદ, કદાચ કાળો, પીળો અને સફેદ. કદાચ લીલો, લાલ અને પીળો. કદાચ લીલો, લાલ અને સફેદ. કદાચ લીલો, પીળો અને સફેદ. કદાચ લાલ, પીળો અને સફેદ. આ દશ ત્રિક સંયોગ છે.
જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગન્ધી હોય.
જો બે ગંધવાળો હોય તો સુગંધી અને દુર્ગન્ધીના ત્રણ ભંગ થાય.
વર્ણના ભંગની માફક રસના પણ (૪૫) ભંગ કહેવા.
જો બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, દ્વિપ્રદેશિક સ્કંધની માફક એ પ્રમાણે ચાર ભંગ કહેવા.
જો ત્રણ સ્પર્શવાળો હોય તો સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - સર્વે શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો - સર્વે શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. - સર્વે ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - અહીં પણ ત્રણ ભંગો. - સર્વે સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉષ્ણ - અહીં ત્રણ ભંગ. - સર્વે ઋક્ષ, દેશ શીત, દેશ ઉષ્ણ-ત્રણ ભંગ.
જો ચાર સ્પર્શ હોય તો - દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. - દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. - દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. - દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. - દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. - દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. - દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. - દેશો ગીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. - દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. આ રીતે ત્રિપ્રદેશિક સ્પર્શના [૪ + ૧૨ + ૯] ૨૫-ભંગ થાય છે.
ભગવન્‌! ચતુઃપ્રદેશિક સ્કંધ હોય તો કેટલા વર્ણાદિવાળો છે? જેમ શતક-૧૮-માં કહ્યું તેમ યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળો હોય, કહેવું.
જો એક વર્ણવાળો હોય તો કદાચ કાળો યાવત્‌ સફેદ હોય.
જો બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો હોય. - કદાચ કાળો અને લીલા હોય. - કદાચ કાળા અને લીલો હોય. - કદાચ કાળા અને લીલા હોય. - કદાચ કાળો અને લાલ હોય - અહીં ચાર ભંગ - કદાચ કાળો અને પીળો હોય - ચાર ભંગ૧૨ - કદાચ કાળો અને સફેદ હોય - ચાર ભંગ૧૬ - કદાચ લીલો અને લાલ હોય - ચાર ભંગ૨૦. - કદાચ લીલો અને પીળો હોય - ચાર ભંગ૨૪. કદાચ લીલો અને સફેદ હોય - ચાર ભંગ૨૮ - કદાચ લાલ અને પીળો હોય - ચાર ભંગ૧૨. - કદાચ લાલ અને સફેદ હોય - ચાર ભંગ૩૨-આ રીતે દશ દ્વિક સંયોગ ભંગના ૪૦ ભંગ છે.(નોંધ-છપાયેલ વૃત્તિમાં અમુક ભંગ બે વખત છપાઈ ગયા છે, જે ભૂલ અમે સુધારેલ છે.)
જો ત્રણ વર્ણવાળો હોય તો - કદાચ કાળો, લીલો અને લાલ. કદાચ કાળો, લીલો અને અનેક અંશ લાલ. કદાચ કાળા, લીલા અને લાલ. કદાચ કાળા, લીલો અને લાલ. એ પ્રમાણે ચાર ભંગ. એ રીતે કાળો, લીલો અને પીળો - ચાર ભંગ. કાળો, લીલો અને સફેદ - ચાર ભંગ. કાળો, લાલ અને પીળો - ચાર ભંગ, કાળો, લાલ અને પીળો - ચાર ભંગ. લીલો, લાલ અને સફેદ - ચાર ભંગ. લીલો, પીળો અને સફેદ - ચાર ભંગ. લાલ, પીળો અને સફેદ - ચાર ભંગ. એ રીતે આ દશ ત્રિક સંયોગમાં એકૈક સંયોગમાં ચાર-ચાર ભંગ, બધાં મળીને ૪૦ ભંગ.
જો ચાર વર્ણવાળો હોય તો (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. (૨) કદાચ કાળો, લીલો, લાલ, સફેદ. (૪) કદાચ કાળો, લીલો, પીળો, સફેદ. (૪) કદાચ કાળો, લાલ, પીળો, સફેદ. (૫) કદાચ લીલો, લાલ, પીળો, સફેદ. એ રીતે આ ચતુષ્ક સંયોગમાં પાંચ ભંગ. બધાં મળીને (૫ + ૪૦ + ૪૦ + ૫) ૯૦ ભંગો.
જો એક ગંધવાળો હોય તો - કદાચ સુરભિ ગંધ કે દુરભિ ગંધ.
જો બે ગંધવાળો હોય તો - કદાચ સુરભિગંધ અને દુરભિગંધ.
રસસંબંધી ૯૦ ભંગ, વર્ણસંબંધી ૯૦ ભંગ માફક જાણવા.
જો બે સ્પર્શ હોય તો પરમાણુ પુદ્ગલ સમાન ચાર ભંગ કહેવા.
જો ત્રણ સ્પર્શ હોય તો (૧) સર્વશીત, દેશસ્નિગ્ધ, દેશરૂક્ષ. (૨) સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. (૪) સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. સર્વ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-ચાર ભંગ. સર્વ સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉષ્ણ-ચાર ભંગ. સર્વ રૂક્ષ, દેશશીત, દેશ ઉષ્ણ-ચાર ભંગ. એ પ્રમાણે ત્રિસ્પર્શવાળા ૧૬ ભંગો.
જો ચાર સ્પર્શ હોય તો – (૧) દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. (૨) દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. (૪) દેશ શીત, દેશ ઉષ્ણ, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. (૫) દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. (૬) દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૭) દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશરૂક્ષ. (૮) દેશ શીત, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. (૯ થી ૧૬) દેશો શીતો, દેશો ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષ એ પ્રમાણે ચાર સ્પર્શવાળા ૧૬ ભંગ કહેવા. યાવત્‌ દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો.
આ પ્રમાણે સ્પર્શસંબંધી (૪ + ૧૬ + ૧૬) ૩૬ ભંગો થયા.
ભગવન્‌! પાંચ પ્રદેશી સ્કંધ કેટલા વર્ણાદિવાળા છે? જેમ શતક-૧૮-માં યાવત્‌ ‘કદાચ ચાર સ્પર્શવાળો હોય’ ત્યાં સુધી કહેવું. જો એક વર્ણવાળો હોય અથવા બે વર્ણવાળો હોય, તો ચતુઃપ્રદેશી સ્કંધ માફક કહેવું.
જો ત્રણ વર્ણવાળો હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ. (૨) કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ. (૩) કદાચ કાળો, લીલા, લાલ. (૪) કદાચ કાળો, લીલા, અનેક અંશ લાલ. (૫) કદાચ કાળા, લીલો, લાલ. (૬) કદાચ કાળા, લીલો, અનેક અંશ લાલ. (૭) કદાચ કાળા, લીલા, લાલ. (૮ થી ૧૪) કદાચ કાળો, લીલો, પીળો - સાત ભંગ (૧૫ થી ૨૧) કાળો, લીલો, સફેદ. (૨૨ થી ૨૮) કાળો, લાલ, પીળો, (૨૯ થી ૩૫) કાળો, લાલ, સફેદ. (૩૬ થી ૪૨) કાળો, પીળો, સફેદ. (૪૩ થી ૪૯) લીલો, લાલ, પીળો. (૫૦ થી ૫૬) લીલો, લાલ, સફેદ. (૫૭ થી ૬૩) લીલો, પીળો, સફેદ. (૬૭ થી ૭૦) લાલ, પીળો, સફેદ. - - એ રીતે ત્રિક સંયોગમાં ૭૦ ભંગ થાય.
જો ચાર વર્ણવાળો હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળા. (૩) કદાચ કાળો, લીલો, અનેક અંશ લાલ, પીળો. (૪) કદાચ કાળો, લીલા, લાલ, પીળો. (૫) કદાચ કાળા, લીલો, લાલ, પીળો. એ પાંચ ભંગ. કદાચ કાળો, લીલો, લાલ, સફેદ-પાંચ ભંગ. એ પ્રમાણે – કાળો, લીલો, પીળો, સફેદ એ પાંચ ભંગ. કાળો, લાલ, પીળો, સફેદ - પાંચ ભંગ. લીલો, લાલ, પીળો, સફેદ એ પાંચ ભંગ. એ પ્રમાણે ચતુષ્ક સંયોગમાં ૨૫-ભંગો થાય.
જો પાંચ વર્ણ હોય તો - કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. આ બધાં એક-દ્વિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગથી [૫ + ૪૦ + ૭૦ + ૨૫ + ૧] એમ કુલ ૧૪૧ ભંગ થાય છે.
ગંધને ચતુઃપ્રદેશિક સમાન અહીં પણ છ ભંગ કહેવા.
વર્ણની માફક રસના પણ ૧૪૧-ભંગ થાય છે. સ્પર્શના ૩૬-ભંગ ચતુઃપ્રદેશી સ્કંધ સમાન છે.
ભગવન્‌! છ પ્રદેશી સ્કંધના કેટલા વર્ણાદિ છે. જેમ પંચ પ્રદેશી સ્કંધમાં કહ્યું તેમ યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળો હોય.
જો એક વર્ણ અને બે વર્ણવાળો હોય તો પંચપ્રદેશીવત્‌ છે.
જો ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો, લાલ એ રીતે જેમ પંચપ્રદેશીમાં કહ્યું તેમ સાત ભંગ યાવત્‌ કદાચ કાળા, લીલા, લાલ કદાચ કાળા,લીલા-અનેકાંશ લાલ. આ આઠભંગ. એ પ્રમાણે દશત્રિક સંયોગમાં એકૈક સંયોગમાં આઠભંગો, એ રીતે કુલ ૮૦ ભંગો.
જો ચાર વર્ણ હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળા. (૩) કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળો. (૪) કદાચ કાળો, લીલો, અનેકાંશ લાલ, પીળા. (૫) કદાચ કાળો, લીલા, લાલ, પીળો. (૬) કદાચ કાળો, લીલા, લાલ, પીળા. (૭) કદાચ કાળો, લીલા, લાલો, પીળો. (૮) કદાચ કાળા, લીલો, લાલ, પીળો. (૯) કદાચ કાળા, લીલો, લાલ, પીળા. (૧૦) કદાચ કાળા, લીલો, લાલો, પીળો. (૧૧) કદાચ કાળા, લીલા, લાલ, પીળો. આ અગિયાર ભંગ છે. આ પાંચ ચતુષ્ક સંયોગ કરવા. પ્રત્યેક ચતુષ્ક સંયોગના-૧૧, કુલ ૫૫-ભંગ થશે.
જો પાંચ વર્ણ હોય તો – કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો. કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ. કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદ. કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ. કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ. આ છ ભંગ કહેવા.
આમ આ બધાં એક-દ્વિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગે [૫ + ૪૦ + ૮૦ + ૫૫ + ૬] ૧૮૬ ભંગ થાય.
ગંધ સંબંધી છ ભંગ પંચ પ્રદેશી સ્કંધ સમાન જાણવા.
રસ સંબંધી ૧૮૬ ભંગ, વર્ણ સંબંધી ભંગ સમાન કહેવા.
સ્પર્શસંબંધી ૩૬ ભંગ ચતુઃપ્રદેશીસ્કંધ સમાન જાણવા.
ભગવન્‌! સપ્ત પ્રદેશી સ્કંધ કેટલા વર્ણાદિથી છે? - પંચપ્રદેશી સ્કંધ સમાન યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળો હોય. જો એક, બે કે ત્રણ વર્ણવાળો હોય તો ષટ્‌પ્રદેશી સ્કંધના એક, બે કે ત્રણ વર્ણવાળા અનુસાર ક્રમશઃ તેનો ભંગો જાણવા.
જો ચારવર્ણી હોય તો કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. કદાચ કાળો, લીલો, લાલો, પીળા હોય. એ પ્રમાણે ચતુષ્ક સંયોગમાં ૧૫ ભંગો કહેવા યાવત્‌ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય. આ રીતે પાંચ ચતુષ્ક સંયોગો જાણવા. એકૈક સંયોગમાં ૧૫-ભંગો છે. એ રીતે બધાં મળીને ૭૫ ભંગો થાય.
જો પંચવર્ણી હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. (૩) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૪) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૫) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૬) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (૭) કદાચ કાળો, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૮) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ હોય. (૯) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદો હોય. (૧૦) કદાચ કાળો, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૧૧) કદાચ કાળો, લીલા, લાલો, પીળો, સફેદ હોય. (૧૨) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૩) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદો હોય. (૧૪) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૫) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૧૬) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. આ પ્રમાણે ૧૬ ભંગ થાય. - - એ રીતે બધા - એક, દ્વિક, ત્રિક, ચતુષ્ક, પંચ સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + ૭૫ + ૧૬] ૨૧૬ ભંગ થાય.
ગંધના ભંગ ચતુઃપ્રદેશી માફક જાણવા. - - રસના ભંગ વર્ણ માફક ૨૧૬ જાણવા. - - સ્પર્શના ભંગ ચતુઃપ્રદેશી માફક જાણવા.
ભગવન્‌! આઠ પ્રદેશી સ્કંધ, પ્રશ્ન? ગૌતમ! (જો એકવર્ણી) હોય તો સપ્તપ્રદેશી માફક યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળો હોય.
જો એકવર્ણી, બે વર્ણી, ત્રણ વર્ણી હોય તો સપ્તપ્રદેશીવત્‌.
જો ચારવર્ણી હોય તો - કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. એ પ્રમાણે સપ્તપ્રદેશી માફક યાવત્‌ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય એ ૧૫-ભંગ, કદાચ કાળા, લીલા, લાલો, પીળા હોય. આ ૧૬-ભંગો છે. એ રીતે આ પાંચ, ચતુષ્ક સંયોગવાળા થઈને, એ પ્રમાણે ૮૦ ભાંગા થાય.
જો પંચવર્ણી હોય તો – (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. એ રીતે આ ક્રમથી ભંગો કહેવા. યાવત્‌ કદાચ કાળો, લીલા, લાલો, પીળા, સફેદ હોય. એમ ૧૫ ભંગ થયા. (૧૬) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૭) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદો હોય. (૧૮) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૯) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૨૦) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૨૧) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (૨૨) કદાચ કાળા, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૨૩) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. (૨૪) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદો હોય. (૨૫) કદાચ કાળા, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૨૬) કદાચ કાળા, લીલા, લાલો, પીળો, સફેદ હોય. આ પંચસંયોગથી ૨૬ ભંગો થાય છે.
આ પ્રમાણે પૂર્વાપર સહિત એક-દ્વિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૨૬] ૨૩૧ ભંગો થાય છે.
ગંધ, સપ્તપ્રદેશીવત્‌... રસના વર્ણ માફક-૨૩૧ ભંગો છે. સ્પર્શના ભંગો ચતુઃપ્રદેશીકવત્‌ જાણવા.
નવપ્રદેશી સ્કંધની પૃચ્છા. ગૌતમ! અષ્ટપ્રદેશી સ્કંધ સમાન યાવત્‌ કદાચ ચાર સ્પર્શવાળા હોય.
જો એક-બે-ત્રણ-ચાર વર્ણવાળો હોય તો અષ્ટપ્રદેશીવત્‌.
જો પંચવર્ણી હોય તો (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. આ પરિપાટીથી એ પ્રમાણે ૩૧-ભંગ કહેવા. - - - એ પ્રમાણે એક-દ્વિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૩૧] કુલ ૨૩૬ ભંગો થાય છે.
દશપ્રદેશી સ્કંધની પૃચ્છા. ગૌતમ! નવપ્રદેશી સ્કંધ માફક યાવત્‌ ચાર સ્પર્શવાળો છે. - - - જો એક-બે-ત્રણ-ચાર વર્ણવાળા હોય તો ક્રમશઃ નવપ્રદેશી સ્કંધ માફક કહેવો. પંચવર્ણી પણ તેમજ છે. વિશેષ એ કે - ૩૨-મો ભંગ કહ્યો છે. આ પ્રમાણે એક-દ્વિક-ત્રિક-ચતુષ્ક-પંચક સંયોગમાં [૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૩૨] બધાં મળીને-૨૩૭ ભંગો છે. ગંધ, નવપ્રદેશીવત્‌, રસ-અહીં કહેલ ૨૩૭-વર્ણ ભેદ મુજબ ૨૩૭ ભંગો. સ્પર્શ, ચતુઃપ્રદેશિક માફક કહેવા.
જેમ દશપ્રદેશીસ્કંધ કહ્યો,તેમ સંખ્યાતપ્રદેશી,અસંખ્યાત પ્રદેશી પણ કહેવા. સૂક્ષ્મ પરિણત અનંતપ્રદેશી પણ આ પ્રમાણે કહેવો.

Linked texts (1)