Viyahapannatti 1201
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1201
- Language
- Gujarati
1201
વિવેચન :–૭૮૬
એગવર્ણ - કાળા આદિમાંનો કોઈ પણ એક વર્ણ. એમ જ ગંધાદિ કહેવા. દુફાસ - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષમાં પરસ્પર અવિરુદ્ધ કોઈપણ બીજાના યોગથી બે સ્પર્શ, તેમાં ચાર વિકલ્પ - X - બાકીના સ્પર્શો બાદર છે.
દ્વિપ્રદેશની એક વર્ણતા, બંને પ્રદેશ છતાં એક વર્ણ પરિણામથી. તેમાં કાળો આદિ ભેદથી પાંચ વિકલ્પો, દ્વિવર્ણતા-પ્રતિપ્રદેશ વર્ણભેદથી. તેમાં દ્વિકસંયોગમાં દશ વિકલ્પો છે. એ પ્રમાણે ગંધ અને રસમાં પણ જાણવું.
- X - જો ત્રણ સ્પર્શ હોય તો – (૧) બંને પ્રદેશ શીત હોય, સ્નિગ્ધ, રૂક્ષ એ એક ભંગ. એવા બીજા પણ ત્રણ. ચાર સ્પર્શમાં એક જ ભેદ છે.
ત્રિપ્રદેશિક૦ આદિ - ત્રણે પ્રદેશો કાળાવર્ણી હોય, એ પાંચ વિકલ્પ. બેવર્ણીમાં એક કાળો, બીજો - X - X - કદાચ લીલો, એ એક ભંગ. અથવા - X - કાળો અને બે પ્રદેશ લીલા, બીજો ભંગ અથવા બે પ્રદેશકાળા, એક લીલો એ ત્રીજો ભંગ. એ રીતે દ્વિકસંયોગમાં ત્રણ ભેદવાળા દશદ્વિક સંયોગોમાં કુલ ૩૦-ભંગો થાય છે.
ગંધમાં - એક ગંધમાં બે, બે ગંધમાં એક-અનેક ભેદથી ત્રણ ભંગ.
બે સ્પર્શના સમુદિત પ્રદેશત્રયના દ્વિપ્રદેશિક ચાર ભંગ, ત્રણ સ્પર્શમાં સર્વશીત, ત્રણે પ્રદેશના શીતપણાથી, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - X - X - ઈત્યાદિ સૂત્રવત્ સમજી લેવું. તેમાં કુલ ૧૨ ભંગો થાય છે. ચાર સ્પર્શમાં ‘દેશશીત’ આદિ એકવચનાંત પદ ચતુષ્ટય. - X - X - ઈત્યાદિ. સૂત્રવત્ સમજી લેવું. - X - X - [સૂત્રાર્થ જ ક્લિષ્ટ થયો હોય, અમે વૃત્ત્યર્થ આપેલ નથી.]
ચતુઃપ્રદેશિકમાં - બંનેને એક પરિણામ પરિણત એમ કરીને કદાચ કાળો, કદાચ લીલો એ પહેલો ભંગ. અન્ત્ય અનેકત્વ પરિણામ વાળો હોય તે દ્વિતીય ભંગ, આદ્ય અનેકત્વ પરિણામી હોય તે ત્રીજો, બંને અનેક પરિણામી હોય તે ચોથો ભંગ જાણવો. એમ દશ દ્વિક સંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભંગી કરવાથી ચાલીશ ભેદો થાય. એ રીતે ત્રિવર્ણ, ચતુર્વર્ણાદિના ભંગો પણ છે. [સૂત્રાર્થ જ ક્લિષ્ટ હોય, અમે વૃત્ત્યર્થ નોંધેલ નથી.]
ગંધ વિશે પૂર્વવત્. - - - ત્રણ સ્પર્શ હોય તો (૧) ચારે પ્રદેશોના શીત પરિણામત્વથી ‘સર્વશીત’ એક ભંગ. ‘દેશસ્નિગ્ધ-ચાર મધ્યે બે ના એક પરિણામથી સ્નિગ્ધત્વ વડે. એ રીતે ‘દેશ રૂક્ષ’. એ રીતે એક કે અનેક વચનાંતથી જુદા જુદા ભેદો દર્શાવેલા છે. - X - X -
જો ચાર સ્પર્શ હોય તો૦ ઈત્યાદિ ‘દેશ શીત’ એકાકાર બે પ્રદેશ લક્ષણ, તેવો જ અન્ય ‘દેશ ઉષ્ણ’. ઈત્યાદિ - X - X - X - એ પ્રમાણે ૧૬ ભંગો છે. તે માટે એક ગાથા પણ વૃત્તિકારશ્રી નોંધે છે. ભંગોની સ્થાપના પણ દર્શાવી છે. વૃદ્ધ ગાથા પણ છે ઈત્યાદિ કેટલીક બાબતો વૃત્તિકારશ્રી નોંધે છે. [પણ અમે ક્લિષ્ટતા નિવારવા અનુવાદ કર્યો નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ જોઈ શકે છે.]
પંચપ્રદેશીમાં - ત્રણ પદમાં આઠ ભંગો છે. અહીં સાત જ ગ્રહણ કરવા. કેમકે પંચપ્રદેશીમાં આઠમાં ભંગનો અભાવ છે. એ પ્રમાણે દશે ત્રિકસંયોગોમાં સાત ભેદ જાણવા. જો ચારવર્ણી હોય તો ચાર પદોના સોળ ભંગો થાય, તેમાં અહીં પાંચ જ સંભવે છે. તે સૂત્રસિદ્ધ જ છે. પાંચ વર્ણોમાં પાંચ ચતુષ્ક સંયોગો થાય છે. તે પ્રત્યેકમાં પાંચ ગણતાં ૨૫-ભેદો થાય. પાંચ પ્રદેશીના એક-બે-ત્રણ-ચાર-પાંચ વર્ણના સંયોગ વડે બધાં ભંગો મળીને થતા ભંગોની નોંધ સૂત્રાનુસાર જાણવી.
છ પ્રદેશી સ્કંધમાં, અહીં બધું પંચપ્રદેશી માફક જાણવું. વિશેષ એ કે – ત્રિવર્ણીમાં આઠ ભંગો કહેવા. કેમકે અહીં આઠમો ભંગ પણ સંભવે છે એ રીતે દશ ત્રિક સંયોગોથી કુલ-૮૦ ભંગો થાય છે. ચતુર્વર્ણમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંના આઠમો, દશમો અને છેલ્લા ત્રણ ભંગો છોડીને ૧૧ ભંગો થાય છે. તેમાં પાંચ ચતુષ્ક સંયોગોમાં પ્રત્યેક હોવાથી કુલ-૫૫ ભંગો થશે. જો પંચવર્ણી હોય તો છ ભંગ કહ્યા. આ પ્રમાણે સૂત્રમાં નોંધ્યા મુજબ બધાં મળીને ૧૮૬ ભંગો થશે.
સપ્ત પ્રદેશી સ્કંધમાં - આ ચતુર્વર્ણત્વમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંથી, છેલ્લો ભંગ છોડીને ૧૫-ભંગો થાય છે. આ પાંચમાં ચતુષ્ક સંયોગોમાં પ્રત્યેકના હોવાથી ૭૫ ભંગો થશે. - X - X - X - X -
અષ્ટપ્રદેશી સ્કંધમાં, અહીં ચતુર્વર્ણત્વમાં પૂર્વોક્ત સોળે પણ ભંગો હોય છે. તેઓમાં પ્રત્યેકના પાંચ ચતુષ્ક સંયોગોમાં હોવાથી ૮૦ ભંગો થશે. પંચ વર્ણત્વમાં ૩૨-ભંગોમાં સોળમો, ચોવીશમો, ૨૮-મો, અને છેલ્લા ત્રણ ભંગો વર્જતા-૨૬ ભંગો રહેશે. કુલ ૨૩૧ ભંગો થશે.
નવ પ્રદેશી ઈત્યાદિમાં પંચવર્ણત્વમાં બત્રીશ ભંગોમાં માત્ર છેલ્લો ભંગ ન થાય, બાકીના પૂર્વે કહ્યા મુજબ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit