Viyahapannatti 1205
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1205
- Language
- Gujarati
1205
‘ભગવતી’ સૂત્ર-૭૮૯ થી ૭૯૧ :– [૨૦/૬/૭૮૯ થી ૭૯૧]
[૭૮૯] ભગવન્! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મ-કલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય? ગૌતમ! પહેલા પણ ઉપજે૦ ઈત્યાદિ, જેમ શતક-૧૭-ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે - ત્યાં સંપ્રાપ્ત કરીને, અહીં આહાર કરે છે - એમ કહેવું. બાકી પૂર્વવત્.
ભગવન્! પૃથ્વીકાયિક આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિક-પણે ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ પૂર્વવત્ કહેવું. યાવત્ ઈષત્ પ્રાગ્ભારાએ ઉત્પાદ કહેવો.
ભગવન્! પૃથ્વીકાયિક શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, જે સૌધર્મ યાવત્ ઈષત્ પ્રાગ્ભારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ઉત્પાદ કહેવો.
ભગવન્! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનત્કુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્! તે પહેલાં ઉપજીને પછી આહાર કરે? ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો.
ભગવન્! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનત્કુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે શર્કરાપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય૦ ઈત્યાદિ પૂર્વવત્. યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - - એ પ્રમાણે સનત્કુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. - - એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
– એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરમાં સમવહત થઈને ફરી પણ યાવત્ અધઃસપ્તમીએ એ પ્રમાણે સહસ્રાર અને આનત-પ્રાણત અને આરણ-અચ્યુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં. એ રીતે આરણ-અચ્યુત અને ગ્રૈવેયક વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે ગ્રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એમ અનુત્તર વિમાન અને ઈષત્પ્રાગ્ભારા યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો.
[૭૯૦] ભગવન્! અપ્કાયિક, આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અપ્કાયિક પણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. યાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈષત્પ્રાગ્ભારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઈષત્પ્રાગ્ભારામાં અપ્કાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન્! જે અપ્કાયિક સૌધર્મ-ઈશાન સનત્કુમાર-માહેન્દ્ર-કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરે, કરી જે રત્નપ્રભાપૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અપ્કાયિકપણે ઉત્પાદ કહેવો, એમ યાવત્ અનુત્તરવિમાન અને ઈષત્પ્રાગ્ભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરી યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો.
[૭૯૧] ભગવન્! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મ-કલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય૦ એ પ્રમાણે જેમ શતક-૧૭-માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે – અંતરમાં સમુદ્ઘાત જાણવો, બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઈષત્પ્રાગ્ભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવું. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit