Pramāṇa · Search · About · API

Viyahapannatti 1211

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1211

Language
Gujarati

1211

‘ભગવતી’ સૂત્ર-૭૯૩ થી ૮૦૦ :– [૨૦/૮/૭૯૩ થી ૮૦૦]
[૭૯૩] ભગવન્‌! કર્મભૂમિ કેટલી છે? ગૌતમ! પંદર છે. તે આ – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. - - ભગવન્‌! અકર્મભૂમિ કેટલી છે? ગૌતમ! ત્રીશ છે – પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્‌વાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ.
ભગવન્‌! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! આ પાંચ ભરત, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે.
આ પાંચ મહાવિદેહમાં? ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે.
[૭૯૪] ભગવન્‌! આ પાંચ મહાવિદેહમાં અરહંત ભગવંત પંચમહાવ્રતિક અપ્રતિક્રમણ ધર્મ પ્રજ્ઞપે છે? તે અર્થ સમર્થ નથી. પરંતુ આ પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પંચ મહાવ્રતિક - પંચ અણુવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુર્યામધર્મ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે.
ભગવન્‌! જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થંકરો કહ્યા છે? ગૌતમ! ચોવીશ તીર્થંકરો કહ્યા છે. તે આ રીતે – ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ (શશિ), પુષ્પદંત (સુવિધિ), શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન.
[૭૯૫] ભગવન્‌! આ ચોવીશ તીર્થંકરોના કેટલા જિનાંતર છે? ગૌતમ! ૨૩-જિનાંતર છે. - - ભગવન્‌! આ ૨૩-જિનાંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રુતનો ઉચ્છેદ થયો છે? ગૌતમ! આ ૨૩-જિનાંતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ થયો નથી. મધ્યના સાત જિનાંતરોમાં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ સર્વે જિનાંતરોમાં દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે.
[૭૯૬] જંબૂદ્વીપ-દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન્‌! આપ દેવાનુપ્રિયનું પૂર્વગતશ્રુત કેટલો કાળ સ્થાયી રહેશે? ગૌતમ! - X - મારું પૂર્વગત શ્રુત આ અવસર્પિણીમાં ૧૦૦૦ વર્ષ રહેશે.
ભગવન્‌! જે રીતે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રુત ૧૦૦૦ વર્ષ રહેશે, તેમ હે ભગવન્‌! જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બીજા તીર્થંકરોનું પૂર્વગત શ્રુત કેટલો કાળ રહેશે? ગૌતમ! કેટલાંકનું સંખ્યાત, કેટલાંકનું અસંખ્યાતકાળ.
[૭૯૭] ભગવન્‌! જંબૂદ્વીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલો કાળ રહેશે? ગૌતમ! - X - X - મારું તીર્થ ૨૧૦૦૦ વર્ષ સુધી રહેશે.
[૭૯૮] ભગવન્‌! જેમ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ ૨૧,૦૦૦ વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન્‌! જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે? ગૌતમ! જે પ્રમાણે અર્હન્‌ કૌશલિક ઋષભનો જિનપર્યાય છે, એટલા સંખ્યાત વર્ષ આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ રહેશે.
[૭૯૯] ભગવન્‌! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થંકરને તીર્થ કહેવાય? ગૌતમ! અરહંતો તો નિયમા તીર્થકર છે, પણ તીર્થ ચાતુર્વર્ણ શ્રમણસંઘ છે - તે આ - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા.
[૮૦૦] ભગવન્‌! પ્રવચન એ પ્રવચન છે કે પ્રાવચની એ પ્રવચન છે? ગૌતમ! અરહંત તો નિયમા પ્રાવચની છે, પરંતુ પ્રવચન દ્વાદશાંગી ગણિપિટક છે. તે આ - આયાર યાવત્‌ દૃષ્ટિવાદ.
ભગવન્‌! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કર્મરજ મલને ધુવે છે, ધોઈને પછી સિદ્ધ થઈ યાવત્‌ દુઃખનો અંત કરે છે? હા, ગૌતમ! જે આ ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ યાવત્‌ અંત કરે છે, કેટલોક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્‌! દેવલોક કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે દેવલોક છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)