Viyahapannatti 1212
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1212
- Language
- Gujarati
1212
વિવેચન :–૭૯૩ થી ૮૦૦
કયા જિનના સંબંધમાં, કયા જિનના અંતરમાં, કયા બે જિનની મધ્યમાં કાલિક શ્રુત અર્થાત્ એકાદશ અંગ રૂપનો વ્યવચ્છેદ કહ્યો છે?
અહીં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ પૂછેલ છે, પણ જે અપૃષ્ટ છે, તે અવ્યવચ્છેદનું અભિધાન, તેના વિપક્ષને જણાવવા માટે છે જેથી વિવક્ષિત અર્થ બોધ સહેલો થાય છે. એમ કરીને કહેલ છે. ‘મધ્યના સાત’ એના દ્વારા ‘કસ્સકહિં’ એ પ્રશ્નનો અહીં ઉત્તર જાણવો. તેથી ‘મધ્યમ સાતમાં’ એમ કહેવાથી સુવિધિજિનના તીર્થમાં અર્થાત્ સુવિધિ-શીતલ જિનના અંતરમાં વ્યવચ્છેદ થયો છે. તેનો વ્યવચ્છેદ કાળ પલ્યોપમનો ચોથો ભાગ હતો. એ પ્રમાણે બીજા પણ છ જિન છે. અહીં છ જિનાંતર કહેવા. કેવળ વ્યવચ્છેદ કાળ સાતમાં જાણવો–
એક પલ્યોપમનો (૧) ચતુર્ભાગ, (૨) ચતુર્ભાગ, (૩) ત્રણ ચતુર્ભાગ, (૪) એક પલ્યોપમ, (૫) ત્રણ ચતુર્ભાગ, (૬) ચતુર્ભાગ, (૭) ચતુર્ભાગ.
એત્થણં૦ પ્રજ્ઞાપક વડે ઉપદર્શાવતા જિનના અંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ કહ્યો છે. દૃષ્ટિવાદ અપેક્ષાએ કહે છે – બધાં પણ જિન અંતરોમાં અર્થાત્ માત્ર સાત જિનાંતરમાં નહીં, કેટલાંક કાળ માટે પણ દૃષ્ટિવાદ વ્યવચ્છિન્ન થાય. - - વ્યવચ્છેદાધિકારથી કહે છે –
દેવાણુપ્પિયાણં - આપના સંબંધી, અત્થેગઈયાણં સંખેજ્જ કાલં - પશ્ચાનુપૂર્વી વડે પાર્શ્વનાથ આદિનો સંખ્યાતકાળ. અત્થેગઈયાણં અસંખેજ્જકાલ - ઋષભ આદિ તીર્થંકરોમાં. આગમેસ્સાણં - આગામી અર્થાત્ ભવિષ્યકાળે થનાર-મહાપદ્મ આદિ જિન, કોસલિયસ્સ - કોશલ દેશમાં જન્મેલ. જિણપરિયાએ - કેવલિ પર્યાય. ૧૦૦૦ વર્ષ ન્યૂન લાખ પૂર્વ.
તીર્થ પ્રસ્તાવથી આમ કહે છે – તીર્થ - સંઘરૂપ. તીર્થને જ તીર્થ શબ્દથી કહેવું કે તીર્થંકરને તીર્થ શબ્દથી કહેવા? પ્રશ્ન. તેનો ઉત્તર આપે છે. તીર્થંકર, તીર્થ પ્રવર્તયિતા છે, તીર્થ નથી. [વૃત્તિકારનો અભિપ્રાય સમજાતો નથી, કેમકે તે સૂત્રથી વિમુખ છે.] પરંતુ તીર્થ એટલે ચાતુર્વર્ણીય શ્રમણસંઘ છે. જેમાં ચાર વર્ણ છે, તે ચતુર્વર્ણ. તે આ પ્રમાણે આકીર્ણ છે – ક્ષમાદિ ગુણ વડે વ્યાપ્ત - ચતુર્વર્ણાંકીર્ણ. ક્યાંક ‘ચાતુર્વર્ણ શ્રમણ-સંઘ’ એવો પાઠ છે, તે વ્યક્ત જ છે.
ઉક્તાનુસારીથી જ કહે છે – પવયણ૦ ઈત્યાદિ. પ્રકર્ષથી કહેવાય, અભિધેય છે જેના વડે તે પ્રવચન અર્થાત્ આગમ. પ્રવચનને જ પ્રવચન શબ્દ કહેવો કે પ્રવચની અર્થાત્ પ્રવચન પ્રણેતા-જિન તે પ્રવચન?
પૂર્વે શ્રમણાદિ સંઘ કહ્યો. શ્રમણો ઉગ્રાદિ કુલોત્પન્ન હોય છે, પ્રાયઃ તેઓ સિદ્ધ થાય છે, તે દર્શાવતા કહે છે – જે ઈમે૦ ઈત્યાદિ. આ નિર્ગ્રન્થ ધર્મમાં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit