Pramāṇa · Search · About · API

Viyahapannatti 1215

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1215

Language
Gujarati

1215

વિવેચન :–૮૦૧, ૮૦૨
ત્યાં ચરણ - આમનો આકાશમાં ગમન અતિશય છે તે. વિજ્જા ચારણ - વિદ્યા એટલે પૂર્વગતશ્રુત, તેમાં કૃતોપકારથી ચારણ તે વિદ્યાચારણ. - - જંઘાચારણ - જંઘા વ્યાપાર કૃતોપકાર ચારણ તે જંઘા ચારણ. આ અર્થમાં ગાથાઓ છે, તે આ પ્રમાણે –
(૧) અતિશય વડે ચરણ સામર્થ્યવાળા જંઘાચારણ, વિદ્યાચારણ મુનિઓ બંને જંઘા વડે પહેલો સૂર્ય કિરણોનો આશ્રય કરીને જાય છે.
(૨) જંઘાચારણ મુનિ એક ઉત્પાદ વડે રૂચકવરદ્વીપે જાય છે, ત્યાંથી પાછો ફરતા બીજા ઉત્પાદ વડે નંદીશ્વરે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે છે.
(૩) જંઘાચારણમુનિ પહેલા ઉત્પાદ વડે પંડકવને જાય છે,બીજા ઉત્પાદ વડે નંદનવને જાય છે.ત્રીજા ઉત્પાદ વડે અહીં પાછો આવે છે.
(૪) વિદ્યાચારણ મુનિ પહેલા ઉત્પાદ વડે માનુષોત્તર પર્વતે જાય છે, બીજા ઉત્પાદ વડે નંદીશ્વરદ્વીપે આવે છે. ત્રીજા વડે અહીં આવીને ચૈત્યવંદન કરે.
(૫) પહેલા ઉત્પાદથી નંદનવને, બીજા ઉત્પાદ વડે પંડકવને જાય છે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે તે વિદ્યાચારણ મુનિ.
તેમાં જે વિદ્યાચારણ થનાર હોય તે છઠ્ઠ છઠ્ઠના તપોકર્મ વડે વિદ્યાથી અર્થાત્‌ પૂર્વગતશ્રુત વિશેષ રૂપ કરણભૂતથી ઉત્તરગુણ-પિંડ વિશુદ્ધિ આદિ, તેમાં આ ક્રમ પ્રાપ્ત તપ સ્વીકારે પછી ઉત્તરગુણલબ્ધિ અર્થાત્‌ તપોલબ્ધિ પામે. ક્ષમમાણસ્ય - સહન કરી શકતો એવો તપ કરે.
કહં સીહાગઈ - કેવી શીઘ્ર ગતિ-ગમનક્રિયા, કેવો શીઘ્ર ગતિનો વિષય. શીઘ્રપણાથી તેનો વિષય પણ ઉપચારથી શીઘ્ર કહ્યો. ગતિ વિષય? ગમન અભાવે પણ શીઘ્ર ગતિ ગોચરભૂત ક્ષેત્ર શું છે?
આ જંબૂદ્વીપ એવા સ્વરૂપનો છે, અહીં દેવની શીઘ્ર ગતિની ઉપમા આપી છે. સે ણં તસ્સ ઠાણસ્સં - અહીં આ ભાવાર્થ છે - લબ્ધિ ઉપજીવન, પ્રમાદથી તે સેવાય છે. તેની આલોચના વિના ચારિત્રની આરાધના થતી નથી, તેના વિરાધકને ચારિત્રનું ફળ પ્રાપ્ત ન થાય. જે અહીં કહ્યું કે વિદ્યાચારણનું ગમન બે ઉત્પાદ વડે અને આગમન એક વડે, જંઘાચારણનું ગમન એક વડે અને આગમન બે વડે, તે તેનો લબ્ધિ સ્વભાવ છે.
બીજા કહે છે કે – વિદ્યાચારણને આગમનકાળે વિદ્યા અભ્યસ્તતર હોય છે. તેથી એક ઉત્પાદથી આગમન છે, ગમનમાં તેમ ન હોવાથી બે ઉત્પાદ વડે જાય છે. જંઘાચારણ તો લબ્ધિ ઉપજીવ્યમાન અલ્પ સામર્થ્યવાળા હોય છે. તેથી આગમન બે વડે, ગમન એક વડે થાય છે.

Linked texts (1)