Viyahapannatti 1222
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1222
- Language
- Gujarati
1222
વિવેચન :–૮૦૬
કઈસંચય - કતિ સંખ્યાવાચી છે, તેથી કતિત્વ વડે સંચિત-એક સમયે સંખ્યાત ઉત્પાદનથી પિંડિત તે કતિ સંચિત. એ રીતે અકતિ સંચિત. સંખ્યા નિષેધ - અસંખ્યાત, અનંતત્વ, અવ્વત્તગસંચિય - દ્વયાદિ સંખ્યાના વ્યવહારથી - X - સંખ્યાત કે અસંખ્યાત વડે કહેવું શક્ય ન હોય તે અવક્તવ્ય - એકત્વ ઉત્પાદનથી સંચિત.
તેમાં નારકાદિ ત્રણે ભેદે છે. કેમકે એક સમયે તેમનો એકથી અસંખ્યાત, અનંત ઉત્પાદ છે. પૃથ્વીકાયાદિ અકતિસંચિત જ છે. કેમકે તેમનો એક સમયે અસંખ્યાતોનો ઉત્પાદ છે. વનસ્પતિમાં અનંત છે. - X - X - સિદ્ધો અકતિસંચિત નથી, કેમકે તેમાં એટલો ઉત્પાદ નથી.
આ બધાનું અલ્પબહુત્વ - અવક્તવ્ય સંચિતા થોડા છે. કેમકે અવક્તવ્યક સ્થાનું એકત્વપણું છે. ઈત્યાદિ - X - વૃત્તિ સરળ છે. બીજા કહે છે અહીં વસ્તુસ્વભાવ કારણ છે, સ્થાનકનું અલ્પત્વાદિ નહીં.
નારકાદિ ઉત્પાદ વિશેષણભૂત સંખ્યાધિકારથી આ કહે છે – નેરઈયાણં૦ જેના છ પરિમાણ છે તે ષટ્ક તેના વડે સમર્જિત. એકત્ર સમયમાં જે સમુત્પન્ન થાય છે, તે રાશિ, તે જો ષટ્ પ્રમાણ હોય તો તેને ષટ્ક સમર્જિત કહેવાય છે. - X - X - X - તેમ આગળ પણ સમજી લેવું.
એકેન્દ્રિયોમાં તો અસંખ્યાતોના જ પ્રવેશન હોવાથી અનેકષટ્કો વડે સમર્જિત અને અનેકષટ્કો તથા નોષટ્ક વડે સમર્જિત એ બે વિકલ્પો જ સંભવે.
નારકોના અલ્પબહુત્વની વિચારણામાં પહેલા ભંગવાળા થોડાં કહ્યા, કેમકે ષટ્કસ્થાનનું એકત્વપણું છે. બીજા ભંગમાં સંખ્યાતગણા કહ્યા કેમકે નોષટ્કસ્થાનોનું બહુત્વ છે. એ રીતે ત્રીજા, ચોથા, પાંચમામાં સ્થાન બાહુલ્યથી સૂત્રોક્ત બહુત્વ જાણવું એમ એક મત છે. બીજા મતે વસ્તુ સ્વભાવપણાથી છે. આ પ્રમાણે દ્વાદશ અને ચોર્યાશી સૂત્ર કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit