Pramāṇa · Search · About · API

Viyahapannatti 1221

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1221

Language
Gujarati

1221

‘ભગવતી’ સૂત્ર-૮૦૫ :– [૨૦/૧૦/૮૦૫]
ભગવન્‌! નૈરયિક, કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવ્યક્ત સંચિત છે? ગૌતમ! નૈરયિકો કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે, અવક્તવ્યસંચિત પણ છે? – એમ કેમ કહો છો?
ગૌતમ! જે નૈરયિક સંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે. જે નૈરયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અકતિસંચિત છે. જે નૈરયિક એક-એક પ્રવેશ વડે પ્રવેશે છે, તે નૈરયિક અવક્તવ્યસંચિત છે. તે કારણથી હે ગૌતમ! યાવત્‌ અવક્તવ્ય સંચિત પણ છે. સ્તનિતકુમાર સુધી કહેવું.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ! પૃથ્વીકાયિક કતિસંચિત નથી, અકતિ સંચિત છે, અવ્યક્ત સંચિત નથી. એમ કેમ કહ્યું? યાવત્‌ અવક્તવ્યસંચિત નથી? ગૌતમ! પૃથ્વીકાયિક અસંખ્યાત પ્રવેશ વડે પ્રવેશે છે. તેથી આમ કહ્યું છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઈન્દ્રિયોથી વૈમાનિક, નૈરયિકવત્‌.
સિદ્ધોની પૃચ્છા. ગૌતમ! સિદ્ધો કતિસંચિત છે, અકતિસંચિત નથી, અવક્તવ્યસંચિત પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ! જે સિદ્ધો સંખ્યાતા પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ કતિસંચિત છે, જેઓ એક-એક પ્રવેશન વડે પ્રવેશે છે, તેઓ અવક્તવ્યસંચિત છે. તેથી આ પ્રમાણે કહ્યું.
ભગવન્‌! આ કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિત નૈરયિકોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા નૈરયિક અવક્તવ્ય સંચિત છે, કતિ સંચિત સંખ્યાતગણા, સકતિસંચિત અસંખ્યાતગણા. એ પ્રમાણે એકેન્દ્રિયોને વર્જીને યાવત્‌ વૈમાનિક અલ્પબહુત્વ કહેવું. એકેન્દ્રિયોમાં અલ્પબહુત્વ નથી તેમ જાણવું.
ભગવન્‌! આ સિદ્ધોમાં કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિતોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો કતિસંચિત છે, અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાતગણ છે.
ભગવન્‌! નૈરયિકો શું ષટ્‌કસમર્જિત છે? નોષટ્‌કસમર્જિત છે? ષટ્‌ક અને નોષટ્‌કથી સમર્જિત છે? અનેકષટ્‌ક સમર્જિત છે? અનેકષટ્‌ક અને નોષટ્‌ક વડે સમર્જિત છે? ગૌતમ! નૈરયિકો ષટ્‌ક સમર્જિત પણ છે, નોષટ્‌ક સમર્જિત પણ છે, ષટ્‌ક અને નોષટ્‌કથી પણ સમર્જિત છે. અનેક ષટ્‌કોથી પણ સમર્જિત છે અને ષટ્‌કો-નોષટ્‌કથી સમર્જિત છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! જે નૈરયિકો ષટ્ક પ્રવેશથી પ્રવેશે છે, તે નૈરયિકો ષટ્‌ક સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે, કે ત્રણ વડે ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ નોષટ્ક સમર્જિત છે.. જે નૈરયિકો એક ષટ્‌ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ પ્રવેશથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે. તેઓ ષટ્ક વડે અને નોષટ્ક વડે સમર્જિત છે.. જે નૈરયિકો અનેકષટ્ક પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ અનેકષટ્‌ક સમર્જિત છે. જે નૈરયિકો અનેકષટ્‌ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ અનેક ષટ્કો અને નોષટ્ક વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્‌ કહ્યું. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમારો છે.
પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ! ષટ્‌ક સમર્જિત નથી, નોષટ્‌ક સમર્જિત નથી, એક નોષટ્‌ક વડે સમર્જિત નથી, પણ અનેક ષટ્‌કો વડે સમર્જિત છે. અનેક ષટ્‌કો અને નોષટ્‌કો વડે સમર્જિત છે. એમ કેમ કહ્યું?
ગૌતમ! જે પૃથ્વીકાયિકો અનેક ષટ્‌કો પ્રવેશનક વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો ષટ્‌કો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકો વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો અને નોષટ્કો વડે સમર્જિત છે. તેથી એમ કહ્યું છે. - - એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો યાવત્‌ વૈમાનિકોને પૂર્વવત્‌ જાણવા. સિદ્ધો નૈરયિકવત્‌.
ભગવન્‌! આ નૈરયિકોમાં ષટ્‌ક સમર્જિત, નોષટ્‌ક સમર્જિત, ષટ્‌ક અને નોષટ્‌ક વડે સમર્જિત, અનેક ષટ્‌કોથી સમર્જિત, અનેક ષટ્‌કો અને નોષટ્‌ક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે?
ગૌતમ! સૌથી થોડા નૈરયિક ષટ્‌ક સમર્જિત છે, નોષટ્‌ક સમર્જિત સંખ્યાતગુણા, ષટ્‌ક અને નોષટ્‌કથી સમર્જિત સંખ્યાતગુણા, અનેક ષટ્‌કોથી સમર્જિત અસંખ્યાતગણા, અનેક ષટ્‌કો અને નોષટ્‌કથી સમર્જિત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
ભગવન્‌! આ પૃથ્વીકાયિકોમાં ષટ્‌ક વડે સમર્જિત, અનેક ષટ્‌કો અને નોષટ્‌ક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક હોય છે?
ગૌતમ! સૌથી થોડા પૃથ્વીકાયિક અનેક ષટ્‌કોથી સમર્જિત છે. અનેક ષટ્‌કો અને નોષટ્‌ક વડે સમર્જિત સંખ્યાતગણા છે. એ રીતે યાવત્‌ વનસ્પતિકાયિક. બેઈન્દ્રિયો યાવત્‌ વૈમાનિકોને નૈરયિકોવત્‌ સમજવા.
ભગવન્‌! આ સિદ્ધોમાં ષટ્‌ક સમર્જિત, નોષટ્‌ક સમર્જિત યાવત્‌ અનેક ષટ્‌કો અને નોષટ્‌ક સમર્જિતમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે?
ગૌતમ! સૌથી થોડા સિદ્ધો અનેક ષટ્‌કો અને નોષટ્‌ક વડે સમર્જિત છે, ષટ્‌કો વડે સમર્જિત સંખ્યાતગુણા છે. ષટ્‌કો અને નોષટ્‌ક વડે સમર્જિત સંખ્યાતગુણા, ષટ્‌ક સમર્જિત સંખ્યાતગણા, નોષટ્‌ક સમર્જિત સંખ્યાતગણા.
ભગવન્‌! નૈરયિકો શું દ્વાદશ સમર્જિત છે? નોદ્વાદશ સમર્જિત છે? દ્વાદશ અને નોદ્વાદશ વડે સમર્જિત છે? દ્વાદશો વડે સમર્જિત છે? દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે? ગૌતમ! નૈરયિકો દ્વાદશ સમર્જિત પણ છે યાવત્‌ દ્વાદશો વડે પણ સમર્જિત છે. એમ કેમ કહ્યું?
ગૌતમ! જે નૈરયિકો દ્વાદશ પ્રવેશ વડે પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નૈરયિકો નોદ્વાદશ સમર્જિત છે. જે નૈરયિકો દ્વાદશ અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશનકથી પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ-નોદ્વાદશથી સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશ પ્રવેશનકથી પ્રવેશે છે, તે નૈરયિક દ્વાદશો વડે સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ વડે અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશન વડે પ્રવેશે છે, તે દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્‌ કહ્યું છે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકોની પૃચ્છા? ગૌતમ! પૃથ્વીકાયિકો દ્વાદશ સમર્જિત નથી, નોદ્વાદશ સમર્જિત નથી, દ્વાદશ અને નોદ્વાદશ સમર્જિત નથી. દ્વાદશો વડે સમર્જિત છે. દ્વાદશો અને નોદ્વાદશ વડે પણ સમર્જિત છે.
એમ કયા કારણે કહો છો? ગૌતમ! જે પૃથ્વીકાયિક અનેક દ્વાદશો પ્રવેશનકથી પ્રવેશે છે, તેઓ અનેક દ્વાદશો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા અગિયાર વડે પ્રવેશે છે, તેઓ દ્વાદશો નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી યાવત્‌ એમ કહ્યું. એ રીતે યાવત્‌ વનસ્પતિકાયિક.
બેઈન્દ્રિયો યાવત્‌ સિદ્ધો. નૈરયિકવત્‌ છે.
ભગવન્‌! આ નૈરયિકોમાં દ્વાદશ સમર્જિત૦ બધે અલ્પબહુત્વ ષટ્‌ક સમર્જિતવત્‌ કહેવું. માત્ર દ્વાદશનો અભિલાપ કહેવો.
ભગવન્‌! નૈરયિકો શું ચોર્યાશી સમર્જિત છે?, નોચોર્યાશી સમર્જિત છે? ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે? અનેક ચોર્યાશી વડે સમર્જિત છે? અનેક ચોર્યાશી અને નો ચોર્યાશી સમર્જિત છે? ગૌતમ! નૈરયિકો ઉક્ત પાંચે વિકલ્પે સમર્જિત છે. એમ કેમ કહ્યું?
ગૌતમ! જે નૈરયિકો ૮૪ પ્રવેશનકથી પ્રવેશે છે, તે ચોર્યાશી સમર્જિત, જેઓ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩ પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નોચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત બંને રીતે પ્રવેશે છે, તે ચોર્યાશી-નોચોર્યાશી સમર્જિત છે. જે નૈરયિકો અનેક ૮૪-પ્રવેશનકોથી પ્રવેશે છે તે અનેક ચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત ચોથા અને બીજા ભંગ વડે પ્રવેશે છે તે અનેકચોર્યાશી - નોચોર્યાશી સમર્જિત છે. - તેથી પૂર્વવત્‌ કહ્યું. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર.
પૃથ્વીકાયિકો પૂર્વવત્‌ છેલ્લા બે ભંગ વડે છે. માત્ર આલાવામાં ચોર્યાશી ભંગ કહેવા. એ રીતે યાવત્‌ વનસ્પતિકાયિક.
બેઈન્દ્રિય યાવત્‌ વૈમાનિકો, નૈરયિકવત્‌ છે.
સિદ્ધોની પૃચ્છા. ગૌતમ! સિદ્ધો ચોર્યાશી સમર્જિત છે, નોચોર્યાશી સમર્જિત પણ છે, ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત પણ છે. પરંતુ સિદ્ધોમાં છેલ્લા બે ભંગ ન કહેવા. - - એમ કેમ કહ્યું?
ગૌતમ! જે સિદ્ધો ૮૪ પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩-પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ નોચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો ઉક્ત બંને ભંગ વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે. તેથી કહ્યું કે યાવત્‌ સમર્જિત છે.
ભગવન્‌! આ નૈરયિકોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત૦ બધું અલ્પબહુત્વ ષટ્‌કસમર્જિતવત્‌ કહેવું યાવત્‌ વૈમાનિક. માત્ર આલાવામાં ૮૪ કહેવું.
ભગવન્‌! આ સિદ્ધોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત, ચોર્યાશી સમર્જિતમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો ચોર્યાશી-નોચોર્યાશીથી સમર્જિત છે, ચોર્યાશી સમર્જિત અનંતગુણા છે, નોચોર્યાશી સમર્જિત અનંતગણા છે. - - - ભગવન્‌! તે એમ જ છે યાવત્‌ વિચરે છે.

Linked texts (1)