Viyahapannatti 1255
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1255
- Language
- Gujarati
1255
વિવેચન :–૮૩૫ થી ૮૩૭
(૧) ઉપપાત-નારકાદિ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? (૨) પરિમાણ-નારકાદિમાં ઉત્પન્ન થનારનું સ્વકાયમાં પરિમાણ, (૩) સંઘયણ-તે નારકાદિનું સંઘયણ, (૪) ઉચ્ચત્વ-નારકાદિમાં જનારની અવગાહના, એ પ્રમાણે ૫ થી ૧૮ ઉદ્દેશા સમજી લેવા. (૧૯) અનુબંધ-વિવક્ષિત પર્યાયથી અવિચ્છિન્ન રહેવું. (૨૦) કાય સંવેધ-વિવક્ષિત કાયાથી બીજી કાયામાં કે તુલ્યકાયામાં જઈને ફરી પણ યથાસંભવ તે જ કાયામાં આગમન. જીવાએ - ઈત્યાદિ, આ ગાથા પૂર્વોક્ત બે દ્વારગાથાની પૂર્વે ક્વચિત્ દેખાય છે. તેમાં પહેલો ઉદ્દેશો કહે છે –
શતક-૨૪, ઉદ્દેશક-૧, ‘નૈરયિક’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit