Viyahapannatti 1256
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1256
- Language
- Gujarati
1256
‘ભગવતી’ સૂત્ર-૮૩૮ :– [૨૪/–/૧/૮૩૮]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી - તિર્યંચયોનિકથી - મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે.
જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે? ગૌતમ! એક-બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાંથી આવીને ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે.
જો પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે તો શું સંજ્ઞીમાંથી કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉપજે? ગૌતમ! બંનેમાંથી ઉપજે.
જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર-સ્થલચર કે ખેચરથી આવીને ઉપજે? ગૌતમ! ત્રણેમાંથી ઉપજે.
જો જલચર, સ્થલચર, ખેચરથી આવીને ઉપજે તો શું પર્યાપ્તથી કે અપર્યાપ્તથી આવીને ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી, અપર્યાપ્તાથી નહીં.
પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં હે ભગવન્! જે નૈરયિક ઉત્પન્ન થવા યોગ્ય, તે ભગવન્! કેટલી પૃથ્વીમાં ઉપજે છે? ગૌતમ! એક રત્નપ્રભા પૃથ્વીમાં ઉપજે છે - - (૧) ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યે ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે,
(૨) ભગવન્! તે જીવો એક સમયમાં કેટલાં ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે.
(૩) ભગવન્! તે જીવોના શરીર કયા સંઘયણે હોય છે? ગૌતમ! સેવાર્ત્ત સંઘયણમાં.
(૪) ભગવન્! તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન.
(૫) ભગવન્! તે જીવોના શરીર કયા સંસ્થાને છે? ગૌતમ! હુંડક સંસ્થાને.
(૬) ભગવન્! તે જીવોની કેટલી લેશ્યાઓ છે? ગૌતમ! ત્રણ – કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા.
(૭) ભગવન્! તે જીવો સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ છે? ગૌતમ! તેઓ સમ્યગ્દૃષ્ટિ કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ નથી, પણ મિથ્યાદૃષ્ટિ છે.
(૮) ભગવન્! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ! જ્ઞાની નથી, અજ્ઞાની છે.
(૯) નિયમા બે અજ્ઞાની છે - મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની.
(૧૦) ભ0! તે જીવો મન-વચન કે કાયયોગી છે? ગૌતમ! મનોયોગી નથી, વચનયોગી છે, કાયયોગી છે.
(૧૧) ભગવન્! તે જીવો શું સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? ગૌતમ! બંને.
(૧૨) ભગવન્! તે જીવોને કેટલી સંજ્ઞા છે? ગૌતમ! ચાર – આહાર, ભય, મૈથુન, પરિગ્રહસંજ્ઞા.
(૧૩) ભગવન્! તે જીવો કેટલા કષાયવાળા છે? ચાર છે – ક્રોધ, માન, માયા, લોભકષાય.
(૧૪) ભગવન્! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે? ગૌતમ! પાંચ – શ્રોત્ર, ચક્ષુ યાવત્ સ્પર્શ.
(૧૫) ભગવન્! તે જીવોને કેટલા સમુદ્ઘાત છે? ગૌતમ! ત્રણ – વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત.
(૧૬) ભગવન્! તે જીવો સાતા વેદક છે કે અસાતાવેદક? ગૌતમ! બંને.
(૧૭) ભગવન્! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદકો છે? ગૌતમ! સ્ત્રી કે પુરુષ વેદક નથી, નપુંસક વેદક છે.
(૧૮) ભગવન્! તે જીવોની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત - ઉત્કૃષ્ટી પૂર્વકોડી.
(૧૯) ભગવન્! તે જીવો કેટલા અધ્યવસાયવાળા છે? ગૌતમ! અસંખ્ય. ભગવન્! તેઓ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત? ગૌતમ! બંને.
(૨૦) ભગવન્! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કાળથી ક્યાં સુધી રહે છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી.
(૨૧) ભગવન્! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકો રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈને ફરી પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે કેટલો કાળ સેવે અને કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાળાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, પૂર્વકોડી અધિક આટલો કાળ સેવે, આટલો કાળ ગતિ-આગતિ કરે.
[૨] ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પણ ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં.
ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે? ગૌતમ! અહીં બધી જ વક્તવ્યતા સંપૂર્ણ પૂર્વવત્ કહેવી.
ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક થઈ જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક થઈ, પછી ફરી પર્યાપ્તા અસંજ્ઞીમાં યાવત્ કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો કાળ રહે, આટલો કાળ ગમનાગમન કરે.
[૩] ભગવન્! પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે. બાકી બધું પૂર્વવત્ અનુબંધ સુધી જાણવું. ભગવન્! તે પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ફરી પર્યાપ્તા યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્યથી પલ્યોમનો અસંખ્યાત ભાગ અને અંતર્મુહૂર્ત્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વ કોડી અધિક આટલો કાળ સેવે, ગતિ આગતિ કરે.
[૪] જઘન્ય કાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક હોય, ભગવન્! તે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય તો ભગવન્! તે કેટલો કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિથી ઉપજે.
ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા૦? બાકી પૂર્વવત્. વિશેષ એ કે – આ ત્રણ જ્ઞાન, આયુ, અધ્યવસાય, અનુબંધમાં અંતર છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
ભગવન્! તે જીવોના કેટલા અધ્યવસાન છે? અસંખ્ય. ભગવન્! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત? ગૌતમ! પ્રશસ્ત નથી, અપ્રશસ્ત છે. અનુબંધ અંતર્મુહૂર્ત્ત છે. બાકી પૂર્વવત્.
ભગવન્! તે જઘન્યકાળ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય૦ રત્નપ્રભા યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત્ત અધિક તથા ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્ત્ત અધિક, આટલો કાળ રહે, યાવત્ ગતિ આગતિ કરે.
[૫] ભગવન્! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જઘન્ય કાલ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષમાં ઉપજે.
ભગવન્! તે જીવો૦ બાકી પૂર્વવત્, તેને ત્રણ જ્ઞાનો યાવત્ ભગવન્! તે જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ યોનિમાં જઘન્ય કાળસ્થિતિક રત્નપ્રભા ફરી યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ વડે, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત એવા ૧૦,૦૦૦ વર્ષ, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે.
[૬] ભગવન્! જઘન્યકાળ સ્થિતિક યાવત્ તિર્યંચ યોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ સ્થિતિથી ઉપજે? ગૌતમ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્થિતિથી ઉપજે.
ભગવન્! તે જીવો૦ બાકી પૂર્વવત્, તેમજ ત્રણ જ્ઞાનો યાવત્ હે ભગવન્! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્ન૦ યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક અંતર્મુહૂર્ત્ત આટલો કાળ યાવત્ કરે.
[૭] ભગવન્! ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ યાવત્ ઉપજે.
ભગવન્! તે જીવો એક સમયથી અવસેસ જેમ ઔઘિક ગમમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - બે જ્ઞાન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વ કોટી, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી પૂર્વવત્.
ભગવન્! તે જીવો ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભા યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવ ગ્રહણ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલી યાવત્ કરે.
[૮] ભગવન્! ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા તિર્યંચયોનિક જે જઘન્યકાળ સ્થિતક રત્નપ્રભા યાવત્ ઉપજવા યોગ્ય છે, તે ભગવન્! કેટલો યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ.
ભગવન્! તે જીવો, બાકી પૂર્વવત્ જેમ સાતમા ગમમાં કહ્યું યાવત્ તે ભગવન્! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ યાવત્ તિર્યંચયોનિક, જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોટી અને ૧૦,૦૦૦ વર્ષ અભ્યધિક, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને ૧૦,૦૦૦ વર્ષ અધિક આટલો યાવત્ કરે.
[૯] ઉત્કૃષ્ટ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક, હે ભગવન્! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે.
ભગવન્! તે જીવો એક સમયમાં૦ બાકી સાતમાં ગમ મુજબ યાવત્ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક પૂર્વકોડી, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે. આ પ્રમાણે આ ત્રણ ગમ ઔઘિક છે, ત્રણ ગમ જઘન્ય કાળસ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં છે. કુલ નવ ગમ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit