Pramāṇa · Search · About · API

Viyahapannatti 1265

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1265

Language
Gujarati

1265

‘ભગવતી’ સૂત્ર-૮૪૩ :– [૨૪/–/૨/૮૪૩]
રાજગૃહમાં યાવત્‌ આમ પૂછ્યું – ભગવન્‌! અસુરકુમાર ક્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવત્‌ દેવથી? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્‌ પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, ભગવન્‌! જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્‌! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટે પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે.
ભગવન્‌! તે જીવો૦ એ રીતે રત્નપ્રભા ગમક સમાન નવે પણ ગમો કહેવા. વિશેષ એ - જેમની સ્વયંકાલ સ્થિતિ હોય, તેમને અધ્યવસાયો પ્રશસ્ત હોય, અપ્રશસ્ત નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવત્‌.
જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત્‌ ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં? ગૌતમ! સંખ્યાત વર્ષાયુમાં યાવત્‌ ઉપજે, અસંખ્યાત૦માં પણ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્‌! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્‌! તે જીવો એક સમયમાં૦ પ્રશ્ન? જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. વજ્ર ઋષભ નારાચ સંઘયણી, અવગાહના જઘન્યથી ધનુષ્‌ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત, ચાર લેશ્યા, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, ત્રણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુદ્ઘાતો, સમવહત થઈને કે સમવહત ન થઈને મરે, વેદના બે - શાતા, અશાતા વેદ બે - સ્ત્રી, પુરુષ. સ્થિતિ જઘન્ય-સાતિરેક પૂર્વકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્ત-અપ્રશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂર્વકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. માત્ર અસુરકુમારના સ્થિતિ અને સંવેધ જાણવા.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટે પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત્‌.
તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂર્વકોડી આયુ૦ ઉપજે.
ભગવન્‌! તે૦? બાકી પૂર્વવત્‌ યાવત્‌ ભવાદેશ, વિશેષ-અવગાહના જઘન્યથી ધનુષ્‌ પૃથક્ત્વ-ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ ધનુષ્‌, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂર્વકોડી આ પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જઘન્યથી સાતિરેક પૂર્વકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી કાળ રહે.
તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વ કોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્‌. વિશેષ - કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટે પણ સાતિરેક બે પૂર્વકોડી, આટલો કાળ રહે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા ગમક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ-૧૦,૦૦૦ વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે.
તે જ જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન૦ આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો જોઈએ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન૦ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ૦ એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમ-એટલો કાળ જ રહે.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્‌ ઉપજે, તો શું જલચર૦ એ પ્રમાણે યાવત્‌ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્‌! કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્‌! તે જીવો એકસમયમાં૦ એ રીતે એમના રત્નપ્રભા પૃથ્વીના ગમક સમાન જાણવું. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે – ચાર લેશ્યા, અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત, બાકી પૂર્વવત્‌ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો.
જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં.
જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્ક૦થી? ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્કથી યાવત્‌ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્કથી આવીને પણ ઉપજે.
ભગવન્‌! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્‌! તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુષ્ક તિર્યંચયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરાવગાહના પહેલા-બીજા ગમામાં જઘન્ય સાતિરેક ૫૦૦ ધનુષ્‌ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવત્‌. ત્રીજા ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉ. બાકી તિર્યંચયોનિક મુજબ જાણવું.
તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિર્યંચયોનિક સમાન ત્રણ ગમો કહેવો. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક ૫૦૦ ધનુષ્‌ છે. બાકી પૂર્વવત્‌.
તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મે, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરાવગાહના ત્રણે ગમોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પણ ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્‌.
જો સંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત૦થી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં.
ભગવન્‌! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્‌! કેટલા કાળની સ્થિતિથી ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેગ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે
ભગવન્‌! તે જીવો જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)