Pramāṇa · Search · About · API

Viyahapannatti 1266

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1266

Language
Gujarati

1266

વિવેચન :–૮૪૩
અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગ ગ્રહણથી પૂર્વકોટી લેવા. કેમકે સંમૂર્ચ્છિમનું ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પ્રમાણ આયુ હોય છે. તે ઉત્કૃષ્ટથી સ્વ આયુ તુલ્ય જ દેવાયુ બાંધે છે, વધુ નહીં, ચૂર્ણિકાર પણ તેમજ કહે છે.
અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ૦ આ દેવકુરુ આદિ યુગલ તિર્યંચને આશ્રીને કહ્યું છે. તેઓ જ સ્વાયુ મુજબ દેવાયુ બાંધે. તેઓ સંખ્યાતા ઉપજે, કેમકે અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ અસંખ્યાતા ન હોય. વળી જેઓ વજ્રઋષભનારાચ સંઘયણી હોય. જઘન્યથી ધનુષ્‌ પૃથક્ત્વ પક્ષીએ આશ્રીને કહેલ છે. કેમકે તેમનું એ શરીર પ્રમાણ છે - X - X - ઉત્કૃષ્ટ છ ગાઉ, એ દેવકુરુ આદિના હાથી આદિને આશ્રીને છે. અસંખ્યાત વર્ષાયુમાં નપુંસકવેદ હોતો નથી. - - ઉત્કૃષ્ટ છ પલ્યોપમ - ત્રણ તિર્યંચ સંબંધી અને ત્રણ અસુર ભવ સંબંધી, એ રીતે છ થાય, માત્ર દેવ ભવથી ન થાય. - X -
ચોથો ગમ - અહીં જઘન્યકાળ સ્થિતિક સાતિરેક પૂર્વકોટી આયુ, તે પક્ષી વગેરેના પ્રક્રમથી છે. અસંખ્યાત વર્ષાયુષ્‌વાળા પક્ષી આદિનું સાતિરેક પૂર્વકોટી આયુ, તેમને સ્વ આયુ તુલ્ય દેવાયુ થાય. ઉત્કૃષ્ટ સાતિરેક ધનુષ્‌ સહસ્ર, જે કહ્યું તે સાતમા કુલકર પૂર્વે થયેલ હાથી આદિ અપેક્ષાએ સંભવે છે. - X - સાતમા કુલકરની ૫૨૫ ધનુષ્‌ ઊંચી કાયા હોય છે. તેનાથી પૂર્વે થનારની કાયા તેથી પણ ઉંચી હોય છે. તે કાળના હાથી બમણા ઉંચા હોય, તેથી સાતમા કુલકર પૂર્વકાલવર્તી અસંખ્યાત વર્ષાયુ હાથી આદિનું યથોક્ત પ્રમાણ થાય છે. બે પૂર્વ કોડી-તિર્યંચ અને અસુર બંને ભવથી થાય.
અસુરકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ સાતિરેક પૂર્વકોટી-૧૦,૦૦૦ વર્ષ અધિક. - - બાકીના ગમો સ્વયં જાણવા.
હવે સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અસુરકુમારમાં ઉત્પાદ કહે છે – સાતિરેક સાગરોપમ સ્થિતિ બલિ નિકાય આશ્રીને કહી છે. - X - અસુરોમાં તેજોલેશ્યાવાળા પણ ઉપજે માટે અહીં ચાર લેશ્યાઓ કહી. અહીં - X - અધ્યવસાયો પ્રશસ્ત કહેવા. દીર્ઘસ્થિતિક હોવાથી બંને પણ સંભવે. જે સાતિરેક સંવેધ કહ્યો, તે ‘બલિ’ પક્ષની અપેક્ષાએ છે.
હવે મનુષ્યોનો અસુરોમાં ઉત્પાદ કહે છે – દેવકુરુ આદિના મનુષ્યોને આશ્રીને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ આયુ કહ્યું, કેમકે સ્વ આયુ સમાન દેવાયુને બાંધે છે. - X - X - ઔઘિક-અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્ય જઘન્યથી સાતિરેક ૫૦૦ ધનુષ્‌ પ્રમાણ હોય, જેમકે - સાતમા કુલકર પૂર્વે યુગલિક મનુષ્ય ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ ઉંચા હતા. જેમકે દેવકુરુ આદિના યુગલિક પુરુષ. તે પહેલા અને બીજા ગમમાં સંભવે, ત્રીજામાં ત્રણ ગાઉ અવગાહના જ હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જ હોય. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી૦ પૂર્વવત્‌.

Linked texts (1)