Viyahapannatti 1267
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1267
- Language
- Gujarati
1267
‘ભગવતી’ સૂત્ર-૮૪૪ :– [૨૪/–/૩/૮૪૪]
રાજગૃહે યાવત્ આમ પૂછ્યું – ભગવન્! નાગકુમાર ક્યાંથી આવીને ઉપજે? - નૈરયિકથી યાવત્ દેવથી? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ મનુષ્ય, તિર્યંચયોનિકથી આવીને ઉપજે.
જો તિર્યંચ૦ એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા મુજબ અહીં પણ કહેવું યાવત્ અસંજ્ઞી. - - જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો શું સંખ્યાત વર્ષાયુ૦ કે અસંખ્યાત વર્ષાયુ૦? ગૌતમ! બંનેથી.
અસંખ્ય વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન્! જે નાગકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ સ્થિતિમાં.
ભગવન્! તે જીવો૦ બાકી બધું અસુરકુમારમાં ઉત્પાદ માફક કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી દેશોન પાંચ પલ્યોપમ આટલો કાળ રહે.
તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો૦ આ જ વક્તવ્યતા છે. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો૦ તેની પણ આ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જઘન્યથી દેશોન બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય દેશોન ચાર પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોન પાંચ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તેને ત્રણે ગમકમાં અસુરકુમારમાં ઉત્પન્ન થનાર જઘન્યકાળ સ્થિતિક માફક કહેવા.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તેને પણ તે જ પ્રમાણે ત્રણે ગમક, જેમ અસુરકુમારમાં કહ્યા તેમ જાણવા. વિશેષ એ કે – નાગકુમારની સ્થિતિ, સંવેધ જાણવો જોઈએ. બાકી પૂર્વવત્.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક૦ કે અપર્યાપ્ત૦? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક, અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક નહીં. - - પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલી કાળસ્થિતિમાં ઉપજે? જેમ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારની વક્તવ્યતા છે. તે મુજબ અહીં પણ નવે ગમકોમાં કહેવી. માત્ર-નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો.
જો મનુષ્યથી આવે તો શું સંજ્ઞી મનુષ્ય૦ કે અસંજ્ઞીમનુષ્ય૦ ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી ઉપજે, અસંજ્ઞી મનુષ્યથી નહીં. જેમ અસુર કુમારમાં ઉત્પન્ન થનાર યાવત્ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, ભગવન્! જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે?
ગૌતમ! જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, એ પ્રમાણે જેમ અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચ યોનિકોનો નાગકુમારમાં પહેલા ત્રણ ગમકો તે પ્રમાણે જ અહીં કહેવા - માત્ર પહેલા, બીજા ગમકમાં શરીરાવગાહના જઘન્યથી સાતિરેક ૫૦૦ ધનુષ્, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, ત્રીજા ગમમાં અવગાહના જઘન્યથી દેશોન બે ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મ્યો હોય, તેને ત્રણે ગમમાં અસુરકુમારના તેમાં ઉત્પાદ માફક સંપૂર્ણ કહેવું.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મ્યો હોય, તેના ત્રણે ગમક, ઉત્કૃષ્ટકાલ સ્થિતિક અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક કહેવા. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. બાકી પૂર્વવત્.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય૦ શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાત૦ ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત૦ અપર્યાપ્ત નહીં. - - ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યમાં જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલા કાળની૦? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ સ્થિતિ. એ રીતે અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક સર્વ કાંઈ સંપૂર્ણ નવે ગમકોમાં કહેવું. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit