Pramāṇa · Search · About · API

Viyahapannatti 1269

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1269

Language
Gujarati

1269

દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી, તે ઉત્તરના નાગકુમારની અપેક્ષાએ છે. કારણ કે આટલું તેમનું આયુ છે - X - ઉત્કૃષ્ટ સંવેધ પદમાં દેશોન પાંચ પલ્યોપમમાં ત્રણ પલ્યોપમ, અસંખ્યાત વર્ષાયુષ્‌ તિર્યંચ સંબંધી છે, દેશોન બે પલ્યોપમ નાગકુમાર સંબંધી છે, એ રીતે આ પ્રમાણ થાય. - - બીજા ગમમાં - નાગકુમારની જઘન્યા સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, સંવેધ - કાલથી જઘન્યા ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોટી, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમથી અધિક છે - - ત્રીજા ગમમાં - દેશોન બે પલ્યોપમાયુ છે. સ્થિતિ આ જ છે, તે અવસર્પિણીમાં સુષમા નામે બીજા આરાના કેટલાક ભાગ જતાં, અસંખ્યાતવર્ષાયુ તિર્યંચને આશ્રીને છે. તેમનું આ આયુ છે, આટલા સ્વ આયુ સમાન દેવાયુ બંધકત્વથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં નાગકુમારમાં ઉત્પાદ છે. ત્રણ પલ્યોપમ, દેવકુરુ આદિ અસંખ્યાતજીવી તિર્યંચ આશ્રીને છે. - X - સંખ્યાતજીવી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને પૂર્વોક્તાનુસાર જાણવા.

Linked texts (1)