Pramāṇa · Search · About · API

Viyahapannatti 1270

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1270

Language
Gujarati

1270

‘ભગવતી’ સૂત્ર-૮૪૬ :– [૨૪/–/૧૨/૮૪૬]
ભગવન્‌! પૃથ્વીકાયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને? ગૌતમ! તે નૈરયિકથી નહીં, પણ તિર્યંચ-મનુષ્ય-દેવથી આવીને ઉપજે છે.
જો તે તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિય તિર્યંચથી૦ ઈત્યાદિ. જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ઉત્પાદ કહ્યો, તેમ યાવત્‌ જો બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું પર્યાપ્તબાદર૦ યાવત્‌ ઉપજે કે અપર્યાપ્ત બાદર૦થી? ગૌતમ! બંને પ્રકારે યાવત્‌ ઉપજે.
ભગવન્‌! તે જીવો એક સમયમાં૦ પ્રશ્ન? ગૌતમ! પ્રતિસમય અવિરહિત અસંખ્ય ઉપજે. તે સેવાર્ત્ત સંઘયણી, શરીરાવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ, મસુર ચંદ્ર સંસ્થિત, ચાર લેશ્યા, માત્ર મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની-બે અજ્ઞાન નિયમા, માત્ર કાય યોગી, બંને ઉપયોગવાળા, ચાર સંજ્ઞા, ચાર કષાય, એક સ્પર્શનેન્દ્રિય, ત્રણ સમુદ્ઘાત, બે વેદના, માત્ર નપુંસક વેદક, સ્થિતિ-જઘન્યા અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષ, પ્રશસ્ત-અપ્રશસ્ત અધ્યવસાય, સ્થિતિ માફક અનુબંધ છે.
ભગવન્‌! તે પૃથ્વીકાય ફરી પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય તો કેટલો કાળ રહે, કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્ય ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ, એટલો કાળ યાવત્‌ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત સ્થિતિમાં, એ પ્રમાણે પૂર્વવત્‌ બધું કહેવું.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિમાં, બાકી પૂર્વવત્‌ યાવત્‌ અનુબંધ. માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત્ત અધિક અને ઉત્કૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ, આટલો કાળ યાવત્‌ ગમનાગમન કરે.
તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉપજે, તો પહેલા ગમક સમાન કહેવું. માત્ર લેશ્યા ત્રણ, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત, અપ્રશસ્ત અધ્યવસાન અનુબંધ સ્થિતિ મુજબ, બાકી પૂર્વવત્‌.
તે જો જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે, તો ચોથા ગમનું કથન.
તે જો ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત યાવત્‌ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત્ત અધિક, આટલો કાળ રહે.
તે જો સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉપજે, તો ત્રીજા ગમ સમાન સંપૂર્ણ કહેવું. માત્ર સ્વયં તે સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. એ રીતે સાતમા ગમ માફક યાવત્‌ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ૮૮,૦૦૦ વર્ષ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉપજે તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિકમાં ઉપજે. અહીં સાતમા ગમની વક્તવ્યતા જાણવી યાવત્‌ ભવાદેશ, કાલાદેશથી જઘન્યા ૪૪,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૧,૭૬,૦૦૦ વર્ષ. જો અપ્‌કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો શું સૂક્ષ્મ અપ્‌૦, બાદર અપ્‌૦ એ પ્રમાણે ચાર ભેદો કહેવા યાવત્‌ પૃથ્વીકાયિક.
ભગવન્‌! અપ્‌કાયિક, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તો કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત સ્થિતિ, ઉત્કૃષ્ટી ૨૨,૦૦૦ વર્ષમાં ઉપજે. એ રીતે પૃથ્વીકાયિક ગમક સમાન નવ ગમકો કહેવા. વિશેષ આ - સ્તિબુક બિંદુ આકારે છે, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત-ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ, એ રીતે અનુબંધ પણ છે. એ રીતે ત્રણે ગમકમાં સ્થિતિ, સંવેધ પણ છે. ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. બાકીના ચાર ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવગ્રહણ. ત્રીજા ગમમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટથી ૧,૧૬,૦૦૦ વર્ષ કાળ રહે.
– છઠ્ઠા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત્ત અધિક સાતમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૭૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટે ૧,૧૬,૦૦૦ વર્ષ રહે. આઠમાં ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૭૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટે ૨૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત્ત અધિક કાળ રહે. નવમાં ગમકમાં ભવાદેશથી જઘન્ય બે ભવ - ઉત્કૃષ્ટે આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય ૨૯,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટે ૧,૧૬,૦૦૦ વર્ષ કાળ રહે. આ રીતે નવ ગમકમાં અપ્‌કાય સ્થિતિ છે.
જો તેઉકાયિકથી આવીને ઉપજે તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે નવે ગમકમાં ત્રણ લેશ્યાઓ, તેજસ્કાયિકનું શુચિકલાપ સંસ્થાન, સ્થિતિ જાણવી. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ - ઉત્કૃષ્ટથી ૧૨-રાત્રિદિવસ અધિક ૮૮,૦૦૦ વર્ષ રહે. એ પ્રમાણે સંવેધ ઉપયોગ કરવો કહેવો.
જો વાયુકાયિકથી આવીને ઉપજે તો, વાયુકાયિકના પણ એ પ્રમાણે નવ ગમકો તેઉકાયિક માફક કહેવા. વિશેષ એ - પતાકા સંસ્થાન, સંવેધ હજારો વર્ષોથી કહેવો. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ - ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ, સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.
જો વનસ્પતિકાયિકથી આવીને ઉપજે તો, વનસ્પતિકાયિકના અપ્‌કાયિકના ગમ સમાન નવ ગમક કહેવા. વિશેષ એ - વિવિધ પ્રકારે રહેલ છે, શરીરાવગાહના પહેલા અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ યોજન, મધ્યના ત્રણ ગમકમાં પૃથ્વીકાયિક માફક છે. સંવેધ અને સ્થિતિ જાણવા. ત્રીજા ગમકમાં કાલાદેશથી જઘન્ય ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટથી ૧,૨૮,૦૦૦ કાળ કહેવો. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો.

Linked texts (1)