Pramāṇa · Search · About · API

Viyahapannatti 1289

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1289

Language
Gujarati

1289

વિવેચન :–૮૬૦
સૌધર્મ કલ્પે પલ્યોપમથી ઓછું આયુ ન હોય, તિર્યંચને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ આયુષ્ય જ સંભવે - X - એક તિર્યંચ અને એક દેવ એમ બે ભવમાં બે પલ્યોપમાયુ થાય, બંને આયુ ત્રણ-ત્રણ હોય તો છ પલ્યોપમ થાય. બીજા ત્રણ ગમકમાં એક ગમ જ છે. ક્ષુદ્રક ચતુષ્પદાપેક્ષાએ ધનુષ્‌ પૃથક્ત્વ જઘન્યથી કહ્યું. ઉત્કૃષ્ટ બે ગાઉ કહ્યું તે ગાઉ પ્રમાણ મનુષ્ય હોય ત્યારે હાથી આદિની અપેક્ષાએ કહ્યું. - - સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચાધિકાર–
અહીં મિશ્રદૃષ્ટિનો નિષેધ કર્યો, કેમકે જઘન્ય સ્થિતિકને તે ન સંભવે, અજઘન્ય સ્થિતિવાળાને ત્રણે દૃષ્ટિ સંભવે. તે રીતે જ્ઞાનમાં જાણવું.
હવે મનુષ્યાધિકારમાં - પહેલાના ગમકોમાં બધે ધનુષ્‌ પૃથક્ત્વ, જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટથી છ ગાઉ. ત્રીજા ગમમાં બંને સ્થિતિમાં ત્રણ ગાઉ. ચોથા ગમકમાં - X - બંને સ્થિતિમાં એક ગાઉ. એ રીતે બીજું પણ જાણવું.
ઈશાનક દેવાધિકારમાં - સાતિરેક કહ્યું, કેમકે તેમની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમ હોય છે. જે સાતિરેક પલ્યોપમાયુ તિર્યંચ સુષમામાં ઉદ્ભવેલ હોય, તે ક્ષુદ્ર પ્રાણી અપેક્ષાએ જઘન્યાવગાહના ધનુષ્‌ પૃથક્ત્વ કહી. જે સાતિરેક બે ગાઉ ઉત્કૃષ્ટ અવગાહના કહી તે સાતિરેક ગાઉ પ્રમાણ મનુષ્યના કાળના હાથીની અપેક્ષાએ છે. અસંખ્યાત વર્ષાયુ મનુષ્યોની સ્થિતિ મુજબ - X - તેમની અવગાહના જાણવી.
સનત્કુમાર દેવાધિકારમાં - જઘન્ય સ્થિતિક તિર્યંચ ઉત્પન્ન થાય - X - તો તેની સ્થિતિના સામર્થ્યથી કૃષ્ણાદિ ચાર લેશ્યામાંની કોઈમાં પરિણત થઈ મરણકાળે પદ્મલેશ્યા પામી મરે. - X - તેથી પાંચ લેશ્યા કહી. લાંતકાદિમાં પણ આમ વિચારવું. છેદવર્તી સંહનનવાળાને ચાર દેવલોકોનું ગમન બંધ થાય, માટે બ્રહ્મલોકાદિમાં પાંચ સંઘયણ કહ્યા.
આનતાદિ દેવો મનુષ્યથી આવીને મનુષ્યમાં પાછા જાય છે, તેથી જઘન્યથી ત્રણ ભવ કહ્યા. ઉત્કૃષ્ટથી સાત ભવ કહ્યા. - - આનત દેવોનું ઉત્કૃષ્ટથી ૧૯ સાગરોપમ આયુ છે. તે ત્રણ ભવથી ૫૭-સાગરોપમ અને ચાર મનુષ્યભવનું ચાર પૂર્વ કોટી આયુ અધિક છે.

Linked texts (1)