Pramāṇa · Search · About · API

Viyahapannatti 1288

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1288

Language
Gujarati

1288

‘ભગવતી’ સૂત્ર-૮૬૦ :– [૨૪/–/૨૪/૮૬૦]
ભગવન્‌! સૌધર્મદેવ ક્યાંથી ઉપજે છે? શું નૈરયિકોથી૦? ભેદો, જ્યોતિષ્ક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને સૌધર્મદેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન્‌! કેટલા કાળ૦ ઉપજે? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ સ્થિતિકમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્‌! તે જીવો૦? બાકીનું જેમ જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું - માત્ર સમ્યક્‌ દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, આ જ વક્તવ્યતા - માત્ર અવગાહના જઘન્યથી ધનુષ્‌ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉ, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે.
તે જ સવ્યં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સદૃશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયથી૦ સંખ્યાતવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવ ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સમ્યગ્‌દૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પણ છે, બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમા છે, બાકી પૂર્વવત્‌.
જો મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારની માફક કહેવા. યાવત્‌ - હે ભગવન્‌! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકલ્પમાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ આયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકનો સૌધર્મ કલ્પમાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો અહીં કહેવા. માત્ર પહેલા બે ગમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેવી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉ, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉ, બાકી સંપૂર્ણ પૂર્વવત્‌.
જો સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી૦ કહ્યું, તે રીતે નવે ગમકો કહેવા. માત્ર સૌધર્મ દેવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજે૦? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જઘન્યથી ધનુષ્‌ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉ. બાકી તેમજ.
અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેવી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. - - અસંખ્યાત વર્ષાયુષ્કની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેવી.
સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર - ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા.
ભગવન્‌! સનત્કુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે? શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિકોની સમાન કહેવો. યાવત્‌ - હે ભગવન્‌! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે સનત્કુમાર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત તે જ વક્તવ્યતા કહેવી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી છે. માત્ર સનત્કુમારના સ્થિતિ અને સંવેધ જાણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં. પહેલી પાંચ લેશ્યા કહેવી. બાકી પૂર્વવત્‌.
જો મનુષ્યોથી આવીને ઉપજે૦? શર્કરાપ્રભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનત્કુમારની સ્થિતિ, સંવેધ જાણવા.
ભગવન્‌! માહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે? સનત્કુમારની માફક માહેન્દ્ર દેવની વક્તવ્યતા કહેવી. વિશેષ એ - માહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક જાણવી.
એ રીતે બ્રહ્મલોક દેવની વક્તવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ જાણવા. એ રીતે સહસ્રાર સુધી કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. - - લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યંચયોનિકના ત્રણે ગમકમાં છ એ લેશ્યા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલાં પાંચ, મહાશુક્ર, સહસ્રારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! આનત દેવો ક્યાંથી આવીને ઉપજે છે? સહસ્રાર દેવો માફક ઉપપાત કહેવો. વિશેષ એ - તિર્યંચયોનિક છોડી દેવા. યાવત્‌ -
– ભગવન્‌! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વક્તવ્યતા સહસ્રારમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવત્‌. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથક્ત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કોડી અધિક ૫૭-સાગરોપમ કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. બાકી પૂર્વવત્‌.
એ પ્રમાણે અચ્યુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ જાણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયણવાળા ઉપજે.
ભગવન્‌! વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવો ક્યાંથી આવીને ઉપજે? આ જ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી યાવત્‌ અનુબંધ. વિશેષ એ કે સંઘયણ પહેલું. બાકી પૂર્વવત્‌. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ અને ઉત્કૃષ્ટથી પાંચ ભવ ગ્રહણ. કાલાદેશથી બે વર્ષ પૃથક્ત્વ અધિક ૩૧-સાગરોપમ જઘન્યથી અને ત્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ ઉત્કૃષ્ટથી રહે. આ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. મનુષ્યના નવે ગમકોમાં, ગ્રૈવેયકમાં ઉત્પન્ન મનુષ્યોના ગમક સમાન કહેવું. માત્ર સંઘયણ પહેલું.
ભગવન્‌! સર્વાર્થસિદ્ધક દેવો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, વિજયાદિ દેવ માફક કહેવો. યાવત્‌ - હે ભગવન્‌! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું વિજયાદિમાં ઉત્પન્ન થનાર માફક જાણવું. માત્ર ભવાદેશથી ત્રણ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથક્ત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તો આ જ વક્તવ્યતા, માત્ર અવગાહના રત્નિ પૃથક્ત્વ, સ્થિતિ વર્ષ પૃથક્ત્વ, બાકી પૂર્વવત્‌ કહેવું. સંવેધ જાણી લેવો.
તે જ પોતાની ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં જન્મ્યો હોય તો આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્‌, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી પૂર્વ કોડી. બાકી પૂર્વવત્‌ યાવત્‌ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય ૩૩-સાગરોપમ - બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. આ સર્વાર્થસિદ્ધક દેવોના ત્રણ ગમકો છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ ગૌતમસ્વામી વિચરે છે.

Linked texts (1)