Viyahapannatti 129
Viyāhapannatti: ṭīkānusārī vivecana 129
- Language
- Gujarati
129
વિવેચન :–૮૪
ગર્ભમાં ગયેલ જીવ મરીને. કોઈ એક અહંકારી રાજાદિ રૂપ ગર્ભ. સંજ્ઞિત્વાદિ વિશેષણ છે. ગર્ભમાં રહીને નારકયોગ્ય કર્મો બાંધે. વીર્ય અને વૈક્રિય લબ્ધિથી સંગ્રામ કરે અથવા આ લબ્ધિવાળો થઈને, શત્રુનું લશ્કર આવેલું સાંભળી, અવધારી, ગર્ભની બહાર આત્મ પ્રદેશોને ફેંકે તથાવિધ પુદ્ગલ ગ્રહણાર્થે સમવહત થાય, યુદ્ધ કરે. દ્રવ્યની વાંછા કરે ઈત્યાદિ. વિશેષ આ-નૃપત્વ, ગંધ-રસ-સ્પર્શરૂપ ભોગ, શબ્દરૂપ કામ, કાંક્ષા - આસક્તિ, તેવો અર્થ કાંક્ષિત. પ્રાપ્તિ માટે અતૃપ્ત, અર્ધાદિમાં સામાન્ય ઉપયોગ રૂપ ચિત્ત, વિશેષ ઉપયોગ રૂપ મન, આત્મ પરિણામ, અધ્યવસાય આદિ ભાવયુક્ત થઈ, પરિભોગ ક્રિયા સંપાદન, તેમાં જ અધ્યવસિત, આરંભથી જ તે અર્થાદિમાં તીવ્ર પ્રયત્નવાળો, અર્થાદિને માટે જ સાવધાન, જેની ઈન્દ્રિયો કરવું-કરાવવું-અનુમોદવું રૂપ ક્રિયા તે અર્થાદિ માટે જ અર્પિત અનાદિ સંસારમાં અનેકવાર તે અર્ધાદિના સંસ્કારો લાગ્યા છે તે ભાવનાથી ભાવિત યુદ્ધ કાળે મરણ પામે.
ઉચિત સાધુ કે શબ્દો દેવલોકના ઉત્પાદ હેતુરૂપ છે, તે આ [શ્રમણ, માહણના વચનનું તુલ્યત્વ બતાવ્યું.] - માહણ - પોતે સ્થૂલ હિંસાદિથી નિવૃત્ત હોવાથી ‘હણો નહીં’ કહેનાર અથવા બ્રાહ્મણ એટલે બ્રહ્મચર્યના દેશથી સદ્ભાવને લીધે દેશવિરત. તેમની પાસે વધારે નહીં તો એક જ, પાપકર્મથી દૂર ગયેલ. માટે જ ધાર્મિક. પછી તુરંત જ સંસારના ભયથી ધર્માદિમાં શ્રદ્ધા જન્મી છે તે તથા તીવ્ર ધર્માનુરાગ વડે રક્ત. શ્રુત-ચારિત્રરૂપ ધર્મના ફળભૂત શુભકર્મ.
આમ્ર ફળવત્ કુબ્જ સામાન્યપણે હોય. તેને વિશેષથી કહે છે – ઉભવા વડે, બેસવા વડે, સુવા વડે, અવિષમ, સારી રીતે આવે છે - માતાના ઉદરથી યોનિ વડે નીકળે છે. આડો થઈને જઠરથી નીકળવા જાય તો મરણ પામે, કેમ કે નીકળી ન શકે. જો ગર્ભથી જીવતો નીકળે તો - જેની શ્લાધા હણાયેલી છે અથવા જે વર્ણ બાહ્ય છે તે વર્ણવધ્ય અર્થાત્ અશુભ. ગર્ભથી નીકળેલ તેનાં –
સામાન્યથી બદ્ધ, ગાઢ બંધનથી પુષ્ટ ઉદ્વર્તના અપ્વર્તના કરણ સિવાયના બીજા કરણોની અયોગ્યતાથી કંઈ ન કરી શકે તેવાં અથવા બાંધેલા - કોઈ કરણ તે કર્મમાં કંઈ ન કરી શકે તેમ કરેલાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસાદિનામકર્માદિની સાથે ઉદયપણે વ્યવસ્થાપિત, તીવ્રાનુભાવથી નિવિષ્ટ, ઉદયાભિમુખ થયેલા અને પોતે ઉદીરણાકરણથી ઉદિત એવા. - - હવે વ્યતિરેક કહે છે –
ન ઉપશમેલા, અનિષ્ટ આદિનો અર્થ કહ્યો છે અથવા તે પર્યાયવાચી છે. અલ્પસ્વર, દુઃખિત સ્વર, અનાદેયવચન આદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit