Viyahapannatti 128
Viyāhapannatti: ṭīkānusārī vivecana 128
- Language
- Gujarati
128
‘ભગવતી’ સૂત્ર-૮૪ :– [૧/૭/૮૪]
ભગવન્! ગર્ભગત જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય? ગૌતમ! કોઈ ઉપજે, કોઈ ન ઉપજે. એમ કેમ?
ગૌતમ! તે સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, વીર્યલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ વડે શત્રુસૈન્ય આવેલ સાંભળીને, અવધારીને આત્મપ્રદેશોને બહાર ફેંકે છે, ફેંકીને વૈક્રિયસમુદ્ઘાત વડે ચાતુરંગિણી સેના વિકુર્વે, વિકુર્વીને ચાતુરંગિણી સેના વડે શત્રુસૈન્ય સાથે સંગ્રામ કરે. તે જીવ અર્થ-રાજ્ય-ભોગ-કામની કામનાથી તથા અર્થ-રાજ્ય-ભોગ-કામની કાંક્ષાથી, અર્થાદિની તૃષ્ણાથી તચ્ચિત્ત, તમ્મન, તલ્લેશ્યા, તેના અર્પિત અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય, તેમાં પ્રયત્નવાળો, તેમાં અર્પિત કરવા અને તેની ભાવનાથી ભાવિત અંતરવાળો થઈ કાળ કરે તો નૈરયિકમાં ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે કોઈ ઉપજે, કોઈ ન ઉપજે.
ભગવન્! ગર્ભગત જીવ દેવલોકમાં ઉપજે? ગૌતમ! કોઈ ઉપજે, કોઈ ન ઉપજે. એમ કેમ કહ્યું?
ગૌતમ! તે સંજ્ઞીપંચેન્દ્રિય જીવ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલો તથારૂપ શ્રમણ કે માહણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક સુવચન સાંભળી, અવધારીને તુરંત સંવેગથી શ્રદ્ધાળુ બની તીવ્ર ધર્માનુરાગરક્ત થઈ, તે જીવ ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષની કામના કરતો-કાંક્ષા કરતો-તૃષિત થઈ તેમાં જ ચિત્ત-મન-લેશ્યા-અધ્યવસાય-તીવ્ર અધ્યવસાયવાળો થઈ તેમાં પ્રયત્નવાળો થઈ, સાવધાનતાથી ક્રિયાનો ભોગ આપતો અને તેની ભાવનાથી ભાવિત અંતરવાળો થઈ કાળ કરે તો દેવલોકે ઉત્પન્ન થાય. તેથી કહ્યું કે, કોઈ જીવ દેવ થાય, કોઈ જીવ ન થાય.
ભગવન્! ગર્ભગત જીવ ચત્તો-પડખાભેર-કેરી જેવો કુબ્જ-ઊભેલો-બેઠેલો કે સુતેલો પડખાં ફેરવતો હોય? તથા માતા સુતી હોય ત્યારે સુતો, જાગતી હોય તો જાગતો, માતાના સુખે સુખી, દુઃખે દુઃખી હોય? હા, ગૌતમ! ગર્ભગત જીવ યાવત્ માતાના દુઃખે દુઃખી હોય.
જો પ્રસવકાળ સમયે માથા કે પગ દ્વારા આવે તો સરખી રીતે આવે, તિર્છો આવે તો મરણ પામે. જીવના કર્મો જો અશુભ રીતે બદ્ધ-સ્પૃષ્ટ-નિધત્ત-કૃત-પ્રસ્થાપિત-અભિનિવિષ્ટ-અભિસમન્વાગત હોય, ઉદીર્ણ હોય પણ ઉપશાંત ન હોય, તો તે જીવ દુરૂપ, દુર્વર્ણ, દુર્ગન્ધ, દુરસ, દુસ્પર્શ, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાંતસ્વર, અપ્રિયસ્વર, અશુભ સ્વર, અમનોજ્ઞસ્વર, અમણામસ્વર, અનાદેય વચનવાળો થાય અને જો તે જીવના કર્મો અશુભ રીતે બદ્ધ ન હોય તો બધું પ્રશસ્ત જાણવું યાવત્ તે જીવ આદેય વચન થાય છે.
હે ભગવન્! તે એમ જ છે, એમ જ છે. - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit