Viyahapannatti 1301
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1301
- Language
- Gujarati
1301
‘ભગવતી’ સૂત્ર-૮૬૬ :– [૨૫/–/૨/૮૬૬]
ભગવન્! કેટલા દ્રવ્યો છે? ગૌતમ! બે ભેદે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. - - ભગવન્! અજીવદ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિલાપથી, અજીવપર્યાય મુજબ યાવત્ હે ગૌતમ! તેમ કહ્યું છે કે – અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે.
ભગવન્! જીવ દ્રવ્યો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન્! એમ કેમ કહ્યું કે યાવત્ જીવદ્રવ્ય અનંત છે? ગૌતમ! નૈરયિક અસંખ્યાત છે યાવત્ વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઈન્દ્રિય યાવત્ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit