Pramāṇa · Search · About · API

Viyahapannatti 1303

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1303

Language
Gujarati

1303

‘ભગવતી’ સૂત્ર-૮૬૭ :– [૨૫/–/૨/૮૬૭]
ભગવન્‌! જીવદ્રવ્યોના પરિભોગમાં અજીવદ્રવ્યો આવે છે કે અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો આવે છે? ગૌતમ! અજીવ દ્રવ્યો, જીવ દ્રવ્યોના પરિભોગમાં આવે છે, અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવન્‌! એમ કેમ કહો છો - X -? ગૌતમ! જીવદ્રવ્યો, અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ (શરીરરૂપે), શ્રોત્ર યાવત્‌ સ્પર્શ ઈન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છ્‌વાસરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે યાવત્‌ ઉપભોગમાં આવે છે.
ભગવન્‌! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે? ગૌતમ! નૈરયિકોને અજીવ દ્રવ્યો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ? ગૌતમ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-તૈજસ-કાર્મણ, શ્રોત્રેન્દ્રિય યાવત્‌ સ્પર્શનેન્દ્રિય, શ્વાસોચ્છ્‌વાસ રૂપે પરિણમાવે છે, તેથી એમ કહ્યું છે, હે ગૌતમ! વૈમાનિક સુધી આમ જાણવું. વિશેષ એ કે – શરીર, ઈન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા.

Linked texts (1)