Pramāṇa · Search · About · API

Viyahapannatti 131

Viyāhapannatti: ṭīkānusārī vivecana 131

Language
Gujarati

131

‘ભગવતી’ સૂત્ર-૮૫ :– [૧/૮/૮૫]
રાજગૃહમાં સમોસરણ થયું યાવત્‌ એ પ્રમાણે બોલ્યા કે – ભગવન્‌! એકાંતબાલ-મનુષ્ય શું નૈરયિકનું આયુ બાંધે કે તિર્યંચ, મનુષ્ય અથવા દેવાયુ બાંધે? નૈરયિકાયુ બાંધી નૈરયિકમાં ઉપજે, તિર્યંચઆયુ બાંધી તિર્યંચમાં ઉપજે, મનુષ્યાયુ બાંધી મનુષ્યમાં ઉપજે કે દેવાયુ બાંધી દેવલોકમાં ઉપજે?
ગૌતમ! એકાંતબાલ મનુષ્ય નૈરયિકાદિ ચારે આયુ બાંધે. નૈરયિકાયુ બાંધી નૈરયિકમાં ઉપજે, તિર્યંચ-મનુષ્ય-દેવનું આયુ બાંધી [ક્રમશઃ] તિર્યંચ-મનુષ્ય-દેવલોકમાં ઉપજે.

Linked texts (1)