Pramāṇa · Search · About · API

Viyahapannatti 1310

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1310

Language
Gujarati

1310

‘ભગવતી’ સૂત્ર-૮૭૦ :– [૨૫/–/૩/૮૭૦]
ભગવન્‌! સંસ્થાનો કેટલા છે? ગૌતમ! છ – પરિમંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત, અનિત્થંસ્થ.
ભગવન્‌! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે.
ભગવન્‌! વૃત્ત સંસ્થાન૦ એ પ્રમાણે જ એ પ્રમાણે યાવત્‌ અનિસ્થંત્થ જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી [દ્રવ્યપ્રદેશાર્થતાથી] પણ કહેવું.
ભગવન્‌! આ પરિમંડલ-વૃત્ત-ચતુરસ્ર-આયત-અનિસ્થંત્થ સંસ્થાનોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યપ્રદેશાર્થતાથી કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે, વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણું, ચતુરસ્ર સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતગણું, ત્રસ સંસ્થાન દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણું, આયત સંસ્થાન દ્રવ્યાર્થપણે સંખ્યાતગણું, અનિસ્થંત્થ સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણું છે. પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી, વૃત્ત સંસ્થાન સંખ્યાતગણું, એ રીતે દ્રવ્યાર્થતા માફક પ્રદેશાર્થતાએ કહેવું. યાવત્‌ અનિસ્થંત્થ સંસ્થાન પ્રદેશાર્થતાએ અસંખ્યાતગણું છે.
દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી અલ્પ પરિમંડલ સંસ્થાન દ્રવ્યાર્થપણે, આદિ પૂર્વવત્‌ ગમક કહેવો યાવત્‌ અનિસ્થંત્થ સંસ્થાન દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણું, દ્રવ્યાર્થરૂપ અનિસ્થંત્થ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણું, વૃત્ત સંસ્થાન પ્રદેશાર્થતાથી સંખ્યાતગણું, તે જ પ્રદેશાર્થતાથી આદિ ગમક પૂર્વવત્‌ યાવત્‌ અનિસ્થંત્થ સંસ્થાન પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણું છે.

Linked texts (1)