Pramāṇa · Search · About · API

Viyahapannatti 1311

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1311

Language
Gujarati

1311

વિવેચન :–૮૭૦
સંસ્થાન-સ્કંધનો આકાર, અનિત્થંત્થ - જે પ્રકારે પરિમંડલાદિ રહે છે, તેનાથી વ્યતિરિક્ત તે અનિસ્થંસ્થ. - - પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો, હે ભગવન્‌!૦? દવ્વટ્ઠયાએ - દ્રવ્યરૂપ અર્થને આશ્રીને, પએસટ્ઠયાએ - પ્રદેશ રૂપ અર્થને આશ્રીને, દવ્વટ્ઠપએસટ્ઠયાએ - તદુભયને આશ્રીને.
જે સંસ્થાન, જે સંસ્થાનની અપેક્ષાએ ઘણાં પ્રદેશ અવગાહી છે, તે તેની અપેક્ષાએ તથાવિધ સ્વભાવથી અલ્પ હોય છે. તેમાં પરિમંડલ સંસ્થાન જઘન્યથી વીશ પ્રદેશ અવગાહથી ઘણાં પ્રદેશ અવગાહી છે. વૃત્ત-ચતુરસ્ર-ત્ર્યસ્ર, આયત તે ક્રમથી જઘન્યથી પાંચ-ચાર-ત્રણ-બે પ્રદેશ અવગાહીત્વથી અલ્પપ્રદેશ અવગાહી છે. તેથી બધાંથી ઘણાં પ્રદેશના અવગાહીપણાથી પરિમંડલ સંસ્થાન બધાંથી અલ્પ છે, બાકીના તેથી ક્રમપૂર્વક - કહ્યા.
અનિસ્થંસ્થ સંસ્થાનવાળા પરિમંડલાદિના દ્વયાદિ સંયોગથી નિષ્પન્નત્વથી તેના કરતાં ઘણાં એમ કરીને અસંખ્યાતગણા પૂર્વના કરતાં કહ્યા. પ્રદેશાર્થ ચિંતામાં તો દ્રવ્યાનુસારીત્વથી પ્રદેશોનું પૂર્વવત્‌ અલ્પબહુત્વ કહેવું. એ રીતે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ વિચારણામાં પણ કહેવું. વિશેષ આ પ્રમાણે - દ્રવ્યથી અનિત્થંસ્થથી પરિમંડલ, પ્રદેશથી અસંખ્યેયગણું કહેવું. સંસ્થાનની સામાન્ય પ્રરૂપણા કરી, હવે રત્નપ્રભાદિ અપેક્ષાએ પ્રરૂપણા કરે છે.

Linked texts (1)