Pramāṇa · Search · About · API

Viyahapannatti 1321

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1321

Language
Gujarati

1321

વિવેચન :–૮૭૫ થી ૮૮૦
અહીં વિશેષણ રહિત ‘શ્રેણિ’ શબ્દથી લોક અને અલોકમાં તે બધાંનું ગ્રહણ કરવું. સર્વ ગ્રહણથી તે અનાદિ અનંત એવો એક ભંગ સ્વીકાર્યો, બાકીના ત્રણ ભંગનો નિષેધ કર્યો. લોકાકાશ શ્રેણિ આદિમાં આદિ સાંત એ એક ભંગ બધાં શ્રેણી ભેદમાં સ્વીકાર્યો, બાકીનાનો નિષેધ કર્યો, કેમકે લોકાકાશ પરિમિત છે. અલોકાકાશ શ્રેણિ આદિમાં ‘કદાચ સાદિ સાંત’ પહેલો ભંગ ક્ષુલ્લક પ્રતરથી ઉર્ધ્વ લાંબી શ્રેણી આશ્રીને જાણવો. ‘કદાચ સાદિ અનંત’ ભંગ લોકાંતથી આરંભી બધે જાણવો. ‘કદાચ અનાદિ સાંત’ ભંગ લોકાંત નજીકની શ્રેણીના અંતથી વિવક્ષિત છે. ‘કદાચ અનાદિ અનંત’ લોકને છોડીને બીજી શ્રેણી અપેક્ષાએ છે. પૂર્વ-પશ્ચિમ શ્રેણીમાં અલોકમાં તીર્છા શ્રેણીની સાદિ છે પણ અંત નથી. - X -
કૃતયુગ્મ કઈ રીતે? વસ્તુ સ્વભાવથી - એ રીતે બધે.
લોકાકાશ શ્રેણીની પ્રદેશાર્થતા કહી, તેમાં ‘કદાચ કૃતયુગ્મ’ આદિ કહ્યું, તે આ રીતે – અર્ધ રુચકથી આરંભી જે પૂર્વ કે દક્ષિણ લોકાર્દ્ધ છે, તે બીજાથી તુલ્યવાળું છે, પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ-ઉત્તર શ્રેણી સમસંખ્ય પ્રદેશી છે, તે કદાચ કૃતયુગ્મ, કદાચ દ્વાપરયુગ્મ હોય પણ ત્ર્યોજ કે કલ્યોજ ન હોય. અસત્‌ કલ્પનાથી દક્ષિણ પૂર્વ રૂચક પ્રદેશથી જે શ્રેણી તે ૧૦૦ પ્રદેશ હોય, એ જ રીતે પશ્ચિમ દક્ષિણની હોય, તો ચતુષ્ક અપહારમાં કૃતયુગ્મતા થાય. જો તે - X - X - ૯૯ પ્રદેશમાન હોય તો બંને - X - ના ૯૯-ના સંયોગથી ચતુષ્કાપહારમાં - X - દ્વાપર યુગ્મતા આવે. આ પ્રમાણે બીજી લોકશ્રેણિમાં પણ ભાવના કરવી.
અહીં સંગ્રહગાથા છે - તીર્છી લાંબી શ્રેણી લોકના સંખ્યાત કે અસંખ્યાતમાં કૃતયુગ્મા છે. ઉર્ધ્વ-અધો લાંબી અસંખ્યાતમાં કૃતયુગ્મા છે.
અલોકાકાશ શ્રેણીમાં પ્રદેશ આદિમાં ‘કદાચ કૃતયુગ્મ’ તે બે ક્ષુલ્લક પ્રતરના સામીપ્યથી તીર્છી શ્રેણી જે લોકને સ્પર્શ્યા વિના રહી છે તે વસ્તુ સ્વભાવથી કૃતયુગ્મ છે. જે બે ક્ષુલ્લક પ્રતરના અધઃસ્તન કે ઉપરિતન પ્રતરથી છે તે ત્ર્યોજ છે - X - X - એ પ્રમાણે તેના અંતરમાંથી શરૂ થયેલ તે દ્વાપરયુગ્મ. તેના અંતરમાંથી શરૂ થયેલ તે કલ્યોજા. યથા સંભવ કહેવી.
આ બે ક્ષુલ્લક પ્રતરથી ઉત્થિત ઉર્ધ્વ લાંબી તે દ્વાપરયુગ્મ, ત્યાંથી ઉર્ધ્વ અને અધો એક એક પ્રદેશ વૃદ્ધિથી કૃતયુગ્મ, ક્વચિત્‌ એક પ્રદેશ વૃદ્ધિ અન્યત્ર વૃદ્ધિ અભાવથી ત્ર્યોજ. કલ્યોજ અહીં ન સંભવે તેવો સ્વભાવ છે.
હવે પ્રકારાંતરથી શ્રેણી પ્રરૂપણા કરે છે - શ્રેણી - જીવ અને પુદ્ગલ સંચરણ વિશેષિત પ્રદેશ પંક્તિ. તેમાં ઋજુ એવી લાંબી તે ઋજ્વાયતા, જેમાં જીવો આદિ ઉર્ધ્વ લોકથી અધોલોકમાં ઋજુપણે જાય છે. એક દિશામાં વક્ર-જેમાં જીવ, પુદ્ગલો ઋજુ જઈને ‘વક્ર’ - બીજી શ્રેણીથી જાય. જેમાં બે વાર ચક્ર કરે તે દ્વિધાવક્રા, આમાં ઉર્ધ્વક્ષેત્રથી અગ્નિદિશા અને અધોક્ષેત્રથી વાયવ્ય દિશામાં જઈને જે ઉત્પન્ન થાય, તેને હોય છે - X - X -
જેમાં જીવ કે પુદ્ગલો નાડીથી ડાબા પડખેથી તેમાં પ્રવેશીને ત્યાં જ જઈને ફરી ડાબા પડખેથી ઉત્પન્ન થાય, તે ‘એકતઃખા’, એક દિશામાં જ વામાદિ પાર્શ્વ લક્ષણમાં ખ - આકાશ અર્થાત્‌ લોકનાડી વ્યતિરિક્ત. આ બે, ત્રણ, ચાર વક્રયુક્ત ક્ષેત્ર વિશેષાશ્રિત ભેદોથી કહેલી છે.
નાડીના ડાબા પડખેથી નાડીમાં પ્રવેશીને ત્યાં જ જઈને એના જ દક્ષિણ પડખાદિમાં ઉત્પન્ન થાય, તે ‘દ્વિધા ખા’. તે નાડીની બહાર ડાબુ-દક્ષિણ પડખાના બંને આકાશને સ્પૃષ્ટ થાય છે.
ચક્રવાલ-મંડલ, જે મંડલ વડે ભમીને પરમાણુ આદિ ઉપજે તે ચક્રવાલા. અર્દ્ધ ચક્રવાલ, તે ચક્રવાલના અડધા રૂપ છે.
શ્રેણીઓ કહી, તેને જ આશ્રીને પરમાણુ આદિ ગતિને કહે છે - X - અનુકૂલ - પૂર્વાદિ દિશાભિમુખ શ્રેણિ જેમાં છે તે અનુશ્રેણિ. તે જે રીતે થાય, એ પ્રમાણે ગતિ પ્રવર્તે છે. વિસેઢિં - વિરુદ્ધ, વિદિક્‌ આશ્રિત શ્રેણી જેમાં છે તે વિશ્રેણી. આ પણ ક્રિયા વિશેષણ છે.
નારકાદિ જીવોનું અનુશ્રેણિ કે વિશ્રેણી ગમન પૂર્વે કહ્યું. તે નરકવાસાદિ સ્થાનોમાં થાય છે, તે સંબંધથી પૂર્વોક્ત નરકવાસાદિની પ્રરૂપણા કરી. આ નરકવાસાદિ છદ્મસ્થ વડે પણ દ્વાદશાંગીના પ્રભાવથી સમજાય, તેથી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. આયારેણં - આચાર શાસ્ત્ર કરણભૂત અથવા આચાર અધિકરણભૂત, આયારગો - આચાર, ગોચર, વિનય,વૈનયિક, શિક્ષા, ભાષા,અભાષા, ચરણ,કરણ, જાયા-માયા વૃત્તિ આદિ જેમાં કહે છે તે
તેમાં આચાર-જ્ઞાનાદિ અનેક ભેદ ભિન્ન, ગોચર-ભિક્ષા ગ્રહણ વિધિ લક્ષણ, વિનય-જ્ઞાનાદિ, વૈનયિક-વિનયફળ કર્મ ક્ષયાદિ, શિક્ષા ગ્રહણ આસેવન ભેદથી અથવા વિનય - શિષ્ય, તેને શિક્ષા, તે વૈનયિક શિક્ષા ભાષા - સત્યા, અસત્યામૃષા, અભાષા - મૃષા, સત્યામૃષા. ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ. યાત્રા-સંયમયાત્રા. માત્રા-તે માટે આહાર માત્રા. વૃત્તિ - વિવિધ અભિગ્રહ વિશેષથી વર્તવું તે.
આ આચાર-ગોચરાદિ જેમાં કહેવાય છે તે. અહીં જેમાં ક્વચિત્‌ અન્યતર ઉપાદાનમાં અન્યતર ગત અર્થ કહે, તે બધું પ્રાધાન્ય ખ્યાપનાર્થે છે.
‘નંદી’ મુજબ અંગ પ્રરૂપણા કહેવી. પૂર્વ પ્રદર્શિત પ્રકારવાળી સૂત્ર વડે આચારાદિ અંગ પ્રરૂપણા કહેવી. જેમ નંદીમાં છે, તે જ અવધારવી ક્યાં સુધી આ અંગ પ્રરૂપણા કહેવી? યાવત્‌ સૂત્રાર્થ ગાથા. સૂત્રાર્થ માત્રનું પ્રતિપાદન કરે તે સૂત્રાર્થાનુયોગ જાણવો. એવું કહે છે કે – સૂત્રાર્થ માત્ર અભિધાન લક્ષણ, તે પ્રથમ અનુયોગ કરવો, જેથી પ્રાથમિક શિષ્યોને મતિમોહ ન થાય. બીજો અનુયોગ - સૂત્ર સ્પર્શ નિર્યુક્તિ મિશ્ર કરવો એમ જિન આદિએ કહ્યું છે. ત્રીજો અનુયોગ સંપૂર્ણ કહેવો. જે આ અનંતરોક્ત ત્રણ પ્રકાર લક્ષણ છે, તે વિધિ - વિધાન છે. અનુયોગ - સૂત્રના અર્થને અનુરૂપતાથી યોજવાના લક્ષણરૂપ વિષયભૂત.
અનંતર અંગ પ્રરૂપણા કહી, અંગમાં નારકાદિ પ્રરૂપે છે, તેથી તેના અલ્પબહુત્વને પ્રતિપાદિત કરતાં કહે છે – પંચગતિ અંતર્ભાવથી, આનું અલ્પબહુત્વ ‘પ્રજ્ઞાપના’ સૂત્રના બહુવક્તવ્યતા નામક ત્રીજા પદ મુજબ કહેવું. તે અર્થથી આ રીતે – નર, નૈરયિક, દેવ, સિદ્ધ, તિર્યંચ ક્રમથી અહીં સ્તોક, અસંખ્ય, અસંખ્ય, અનંતગુણ, અનંતગુણ હોય છે. આઠ ગતિ અંતર્ભાવથી જે અલ્પબહુત્વ છે, તે પણ જેમ ‘બહુવક્ત-વ્યતા’માં છે, તેમ કહેવું.
આઠ ગતિ આ પ્રમાણે - નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, તેમાં છેલ્લી ત્રણના સ્ત્રી પુરુષ બે ભેદો એટલે સાત ગતિ, આઠમી ગતિને સિદ્ધ. તેનું અલ્પબહુત્વ આ રીતે – નારી, નર, નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ, દેવી, સિદ્ધ અને તિર્યંચ આ આઠમાં અનુક્રમે થોડા, અસંખ્યગણા ચાર, સંખ્ય ગુણા, અનંતગણા બે, છે.
સઈન્દ્રિય, એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ ચાર પદ, અનિન્દ્રિય આ અલ્પ બહુત્વ ‘બહુવક્તવ્યતા’ પદ મુજબ કહેવું. તે પર્યાપ્તા-અપર્યાપ્તા ભેદથી પણ ત્યાં કહેલ છે - પણ અહીં તે સામાન્ય પદથી કહેવું. તે આ રીતે – ૧-પાંચ, ૨-ચાર, ૩-ત્રણ, ૪-બે, ૫-અનિન્દ્રિય, (૬) એકેન્દ્રિય, (૭) સઈન્દ્રિયનું (અલ્પબહુત્વ) ક્રમથી (૧) સૌથી થોડા, (૨ થી ૪) અધિ, (૫-૬) અનંતગુણ, (૭) વિશેષાધિક.
સકાયિક, પૃથ્વી, અપ્‌, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસકાયિક, અકાયિક આ બધાંનું અલ્પબહુત્વ સામાન્યથી ત્યાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ કહેવું. જેમકે – ત્રસ, તેઉ, પૃથ્વી, અપ્‌, વાયુકાય, અકાય, વનસ્પતિ, સકાય આ આઠે અનુક્રમે થોડા, અસંખ્યાતગણા ત્રણ, અધિક બે, અનંતગુણ, અધિક જાણવું.
- X - જીવ, પુદ્ગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ, પર્યવો અનુક્રમે થોડા, અનંતા, અનંતા, વિશેષાધિક, બે અનંતા છે - આ ભાવના છે - જેથી જીવો પ્રત્યેક અનંતાનંત પુદ્ગલો વડે પ્રાયઃ બદ્ધ હોય છે, પુદ્ગલો જીવો સાથે સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે, તેથી પુદ્ગલો કરતા જીવો થોડા છે. કહ્યું છે કે – જેથી જીવો પ્રાયઃ પુદ્ગલથી બદ્ધ છે. તેથી જીવો થોડાં છે, જ્યારે પુદ્ગલો જીવથી વિરહિત પણ હોય અને અવિરહિત પણ હોય છે.
જીવ કરતાં અનંતગણા પુદ્ગલો છે. કઈ રીતે? તૈજસાદિ શરીર, જે જીવ વડે પરિગૃહીત છે, તેથી તે જીવોથી પરિમાણને આશ્રીને પુદ્ગલો અનંતગણા હોય છે, તથા તૈજસ શરીરથી પ્રદેશ વડે કાર્મણ શરીર અનંતગુણ છે. આથી આ રીતે જીવપ્રતિબદ્ધ પુદ્ગલ અનંતગણા છે, જીવથી વિમુક્ત પણ તેઓ અનંતગણા છે. બાકીના શરીરની વિચારણા અહીં કરી નથી - X - તૈજસ શરીર પુદ્ગલો જ જીવ કરતાં અનંતગુણ છે, તો કાર્મણ પુદ્ગલ રાશિ સહિતનું તો કહેવું જ શું? તથા પંદર ભેદે પ્રયોગ પરિણત પુદ્ગલો થોડા છે, તેનાથી મિશ્ર પરિણત અનંતગણા છે, તેનાથી પણ વિસ્રસા પરિણત અનંતગુણ છે. બધાં પુદ્ગલો ત્રણ પ્રકારે હોય છે. જીવા બધાં જ, પ્રયોગ પરિણત અનંતમાં ભાગે વર્તે છે. આ રીતે જીવો કરતા પુદ્ગલો ઘણાં અનંતાનંતક વડે ગુણિત સિદ્ધ થાય છે.
કહ્યું છે કે – (૧) જે જીવ વડે જે તૈજસાદિ એક-એક શરીર પરિગૃહીત છે, તે પુદ્ગલ પરિણામથી તેનાથી અનંતગણું થાય છે.
(૨) તૈજસથી વળી કાર્મણ અનંતગુણ છે, તે નિર્દિષ્ટ કરાયેલ છે, એ રીતે તેથી જીવ વડે તૈજસ અને કાર્મણ શરીર બંધાયેલ છે.
(૩) આનાથી અનંતગણા તેઓ વડે છોડેલ હોય છે, તો પણ તેઓ થોડાં હોવાથી તેમનું અહીં બાકીના દેહોનું અહીં ગ્રહણ કરેલ નથી.
(૪) તે છોડાયેલા પણ સ્વસ્થાનના અનંતમાં ભાગે હોય છે, તેથી તેનું ગ્રહણ અહીં બદ્ધ-અબદ્ધ બંને પ્રકારે છે.
(૫) વળી અહીં તૈજસ શરીર બદ્ધ જ પુદ્ગલો અનંતગણા છે, તો પછી અવશેષ રાશિ સહિત જીવ વડે [બદ્ધ પુદ્ગલો]નું શું કહેવું?
(૬) સૂત્રમાં ૧૫ પ્રકારે પ્રયોગ પ્રાયોગ્ય થોડા કહ્યા, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગણા કહ્યા છે.
(૭) તેનાથી વિસ્રસા પરિણત, તેથી અનંત ગુણિત કહ્યા. એ રીતે લોકમાં ત્રિવિધ પરિણત પુદ્ગલો છે.
(૮) બધાં જીવો એકલા પ્રયોગ પરિણત પુદ્ગલોના અનંતમાં ભાગે વર્તતા નથી.
(૯) તે જીવો કરતા ઘણાં જે અનંતાનંત વડે ગુણિત પુદ્ગલો સર્વ લોકમાં સર્વે સિદ્ધો પણ હોય છે.
(શંકા) ‘પુદ્ગલો કરતા અનંતગણા સમયો છે’, તેમ કહ્યું, તે સંગત નથી, કેમકે તેનાથી તેમનું સ્તોકત્વ છે, કેમકે ‘સમય’ માત્ર મનુષ્ય ક્ષેત્રવર્તી છે, જ્યારે પુદ્ગલો સકલ લોકવર્તી છે માટે સમય થોડો છે.
(સમાધાન) સમય ક્ષેત્રમાં જે કંઈ દ્રવ્ય-પર્યાયો છે, તે પ્રત્યેકમાં સાંપ્રત સમય વર્તે છે. એ પ્રમાણે સાંપ્રત સમય, જેનાથી સમય ક્ષેત્ર દ્રવ્ય-પર્યવ-ગુણ છે, તેનાથી અનંતા સમય પ્રત્યેક સમયમાં હોય છે. કહ્યું છે –
(૧) પુદ્ગલ કરતા અનંતગણા અદ્ધા સમયો હોય છે, તે મનુષ્ય ક્ષેત્ર માત્રમાં વર્તતા હોવાથી શું થોડા નથી? - - (૨) સમય ક્ષેત્રમાં જે કોઈ દ્રવ્યપર્યાયો છે, તે પ્રત્યેકમાં એક-એકમાં સામ્પ્રત સમય વર્તે છે. - - (૩) એ રીતે જે સમય ક્ષેત્રના પર્યવો, તેથી સામ્પ્રત સમય અનંતાનંત એક એક સમયે છે.
આ રીતે વર્તમાન સમય પુદ્ગલ કરતાં અનંતગુણ હોય છે. કેમકે એક દ્રવ્યના પણ પર્યવોનું અનંતાનંતપણું છે. વળી માત્ર આ પુદ્ગલ કરતાં અનંતગણા સમયો નથી, સર્વલોકદ્રવ્ય પ્રદેશ પર્યાયથી પણ તે અનંત ગુણ સંભવે છે. તેથી કહે છે – જે સમસ્ત લોક દ્રવ્યપ્રદેશ પર્યવોની રાશિથી સમય ક્ષેત્ર દ્રવ્ય પ્રદેશ પર્યવ રાશિના ભોગથી પ્રાપ્ત થાય છે, તે સમયમાં તાત્વિક રીતે જતાં લોક દ્રવ્ય પ્રદેશ પર્યવ સંખ્યા સમાન ઔપચારિક સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. [અહીં વૃત્તિકારશ્રી અસત્‌ કલ્પનાથી ‘લાખ’ સંખ્યાવાળું ગણિત રજૂ કરીને ઉક્ત અર્થને સમજાવવા સમગ્ર પદાર્થનું ગણિત કહે છે. જે અમે નોંધેલ નથી.]
આ રીતે એક-એક તાત્વિક સમયમાં અનંતા ઔપચારિક સમયોના ભાવથી સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ રાશિથી પણ સમયો અનંતગણા પ્રાપ્ત થાય છે. તો પુદ્ગલોથી કેમ ન થાય? [થાય જ] કહે છે કે –
(૧) જે સમય ક્ષેત્ર પ્રદેશ પર્યાય પિંડથી ભાગ કરતા સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ ગણ પ્રાપ્ત થાય છે.
(૨) આટલા સમયમાં જતા લોક પર્યાય સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. બીજા વડે પણ તેટલી માત્રાથી તેટલી થાય.
(૩) આ રીતે અસંખ્યાત સમયમાં જતા, તે લોકદ્રવ્યપ્રદેશ પર્યાય પ્રમાણ સમયગત થાય છે.
(૪) એ રીતે સર્વ લોકપર્યવરાશિથી પણ સમય અનંતગણા ગણ્યમાન થાય છે, તો પુદ્ગલથી તો થાય જ.
બીજાઓ કહે છે – ઉત્કૃષ્ટ છ માસ માત્ર જ સિદ્ધિ ગતિથી અંતર થાય છે. તેના વડે સિદ્ધિની પામેલા સિદ્ધોથી પણ જીવ કરતા અસંખ્યાતગણા જ સમયો થાય છે. તો સર્વજીવોથી અનંતગણા કઈ રીતે થશે?
અહીં પણ ઔપચારિક સમય અપેક્ષાથી સમયોનું અનંતગુણત્વ કહેવું. -હવે સમય કરતાં દ્રવ્યો વિશેષાધિક છે. કઈ રીતે? તે કહે છે–
જેથી સર્વે સમયો પ્રત્યેક દ્રવ્યો અને બીજા જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાયાદિ તેમાં ઉમેરીએ, તેથી કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યો વિશેષાધિક થાય છે. સંખ્યાતગણાદિ ન થાય. કેમકે સમયદ્રવ્ય અપેક્ષાએ જીવાદિ દ્રવ્યો અલ્પતર છે. કહ્યું છે કે –
(૧) બધાં સમયના ભેદો અને પ્રત્યેક દ્રવ્યો એકઠાં કરતાં, સમય કરતા દ્રવ્યો વિશેષાધિક થાય છે. - - (૨) બાકીના જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ઉમેરતા દ્રવ્યાર્થતાથી સમય કરતા તે દ્રવ્યો વિશેષાધિક છે.
(શંકા) અદ્ધા સમયોમાં કેમ દ્રવ્યત્વ જ ઈચ્છે છે? સમય સ્કંધ અપેક્ષાથી પ્રદેશાર્થત્વને પણ તેમાં જોડવાથી. તેથી કહે છે – જેમ સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, સ્કંધ અવયવો પણ જેમ પ્રદેશ સિદ્ધ છે, એ પ્રમાણે પ્રદેશો અને દ્રવ્ય સમય સ્કંધવર્તી સમયો થાય છે. - - અહીં કહે છે કે –
પરમાણુના અન્યોન્ય સવ્યપેક્ષત્વથી સ્કંધત્વ યુક્ત છે. અદ્ધા સમય વળી અન્યોન્ય અપેક્ષિત નથી, જેથી કાલ સમયો પ્રત્યેકત્વમાં કાલ્પનિક સ્કંધના અભાવે વર્તમાન પ્રત્યેક વૃત્તિઓ, તેના સ્વભાવથી છે, તેથી તે અન્યોન્ય નિરપેક્ષ છે, અને અન્યોન્ય નિરપેક્ષત્વથી તે વાસ્તવિક સ્કંધ નિષ્પાદક નથી, તેથી આ પ્રદેશાર્થતા નથી - અહીં કહે છે –
(૧) અદ્ધા સમયોને કહ્યા, નિયમથી દ્રવ્યાર્થતા તેમાં સ્કંધ સમાશ્રિત્ય પ્રદેશાર્થતા પણ કેમ યોજેલ છે? (૨) સ્કંધ દ્રવ્ય સિદ્ધ છે, તેના અવયવો પણ યથા પ્રદેશા છે. એ રીતે તેમાં વર્તતા સમયો દ્રવ્ય અને પ્રદેશ પણ થાય છે. (૩) કહે છે – પરમાણુમાં અન્યોન્ય અપેક્ષાએ સ્કંધતા સિદ્ધ છે, અદ્ધા સમયોમાં પુનઃ અન્યોન્ય અપેક્ષા નથી. (૪) જે કારણે અદ્ધા સમયોમાં પ્રત્યેકત્વમાં સ્કંધ ભાવ છે, તે પ્રત્યેકવર્તી છે માટે અન્યોન્ય નિરપેક્ષ છે.
હવે દ્રવ્યથી પ્રદેશો અનંતગણા કઈ રીતે? તે કહે છે – અદ્ધા સમય દ્રવ્યથી આકાશપ્રદેશોનું અનંતગુણત્વ છે માટે.
(શંકા) ક્ષેત્રપ્રદેશ અને કાળ સમયોના સમાનતા છતાં આ અનંતત્વમાં કયા કારણને આશ્રીને આકાશ પ્રદેશો અનંતગણા છે, અને કાળસમય તેના અનંતભાગવર્તી કેમ છે? – તે કહે છે – એક અનાદિ અનંત આકાશપ્રદેશ શ્રેણીમાં એકૈક પ્રદેશાનુસારથી તીર્છી લાંબી શ્રેણીની કલ્પનાથી, તેનાથી પણ એકએક પ્રદેશાનુસારથી જ ઉર્ધ્વ લાંબી શ્રેણીની રચનાથી આકાશપ્રદેશ ઘન નિષ્પાદિત થાય છે, કાલ સમયશ્રેણીથી તે જ શ્રેણી થાય છે, ઘન થતી નથી, તેથી કાલ સમય સ્તોક થાય છે. અહીં ગાથા છે. [તેનો અર્થ આ છે-]
(૧) અહીંથી સર્વ પ્રદેશો ‘ખ’ પ્રદેશના અનંતત્વથી અનંતગુણ સર્વ આકાશ અનંત છે, જે જિનેન્દ્રએ કહ્યું છે. - - (૨) કહે છે કે ક્ષેત્ર-કાળનું અનંતત્વ સમાન છે, તો પછી ‘ખ’નું અનંતગુણ કહેવાનું શું કારણ છે અને કાળને તેનો અનંતભાગ કહ્યો છે? - - (૩) કહે છે – આકાશ શ્રેણીમાં અનાદિ અનંતતા ‘ખ’ આકાશઘન નિષ્પાદિત થાય છે, કાળમાં તેમ થતું ન હોવાથી તે થોડાં કહ્યા. - - - પ્રદેશોથી અનંતગણા પર્યાયો છે. તે માટે કહે છે – આનાથી અનંતગણા પર્યાયો છે, જેના વડે આકાશપ્રદેશમાં પ્રત્યેક અનંતા અગુરુલઘુ પર્યવો કહ્યા છે.

Linked texts (1)