Viyahapannatti 1320
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1320
- Language
- Gujarati
1320
‘ભગવતી’ સૂત્ર-૮૭૫ થી ૮૮૦ :– [૨૫/–/૩/૮૭૫ થી ૮૮૦]
[૮૭૫] ભગવન્ ! શું શ્રેણિઓ (૧) સાદિ-સાંત છે? (૨) સાદિ-અનંત છે? (૩) અનાદિ સાંત છે? (૪) અનાદિ-અનંત છે? ગૌતમ! સાદિ-સાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવું.
ભગવન્! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે? પ્રશ્ન. ગૌતમ! સાદિ-સાંત છે, સાદિ-અનંત નથી, અનાદિ સાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવું.
ભગવન્! અલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે? પ્રશ્ન. ગૌતમ! (૧) કદાચ સાદિ-સાંત, (૨) કદાચ સાદિ-અનંત, (૩) કદાચ અનાદિ-સાંત, (૪) કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિચમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવત્. ઉર્ધ્વ અધો લાંબી યાવત્ ઔઘિકવત્ ચાર ભંગ.
ભગવન્! શ્રેણીઓ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ રીતે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે.
ભગવન્! શ્રેણી પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે૦ પ્રશ્ન? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી જાણવી.
ભગવન્! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ, ત્ર્યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવું. - - ઉર્ધ્વ-અધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, ત્ર્યોજ-દ્વાપર યુગ્મ-કલ્યોજ નથી.
ભગવન્! અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાએ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉર્ધ્વ-અધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં.
[૮૭૬] ભગવન્! શ્રેણિઓ કેટલી છે? ગૌતમ! સાત. તે આ – ઋજ્વાયતા, એકતોવક્રા, ઉભયતોવક્રા, એકતઃખા, ઉભયતઃખા, ચક્રવાલ અને અર્ધચક્રવાલ. - - ભગવન્! પરમાણુ પુદ્ગલની ગતિ અનુશ્રેણિ હોય કે વિશ્રેણિ ગતિ હોય? ગૌતમ! અનુશ્રેણિ ગતિ પ્રવર્તે. વિશ્રેણિ ગતિ ન પ્રવર્તે. - - ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે? પૂર્વવત્. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્! નૈરયિકોની ગતિ અનુશ્રેણિ પ્રવર્તે કે વિશ્રેણી? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
[૮૭૭] ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ! ૩૦ લાખ. પહેલા શતકના પાંચમાં ઉદ્દેશા પ્રમાણે બધું કહેવું. અનુત્તર વિમાન પર્યન્ત આ કહેવું.
[૮૭૮] ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારે છે? ગૌતમ! બાર અંગરૂપ ગણિપિટક છે. તે આ - આચાર યાવત્ દૃષ્ટિવાદ. તે આચાર શું છે? આચારમાં શ્રમણ-નિર્ગ્રન્થોના આચાર, ગોચર૦ એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ ‘નંદી’માં કહી છે. [તેમ કહેવી.]
[૮૭૯] સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિર્યુક્તિ મીશ્રિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે.
[૮૮૦] ભગવન્! આ નૈરયિક યાવત્ દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! અલ્પબહુત્વ ‘બહુવક્તવ્યતા’ પદ મુજબ કહેવી. આઠ ગતિનું અલ્પબહુત્વ પણ કહેવું.
ભગવન્! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય યાવત્ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? અહીં પણ ‘બહુવક્તવ્યતા’ પદ અનુસાર ઔઘિક પદ કહેવું. - - સકાયિકનું અલ્પબહુત્વ પણ ઔઘિક પદ અનુસાર કહેવું.
ભગવન્! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ ‘બહુવક્તવ્યતા’ પદ મુજબ યાવત્ આયુકર્મના અબંધક જીવો વિશેષાધિક છે - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit