Pramāṇa · Search · About · API

Viyahapannatti 1340

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1340

Language
Gujarati

1340

વિવેચન :–૮૯૧, ૮૯૨
સેએ - ચલ, સૈજત્વ - ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યેય ભાગ માત્ર જ છે. નિષ્કંપતામાં ઉત્સર્ગ મુજબ. - અસંખ્યાતકાળ કહ્યો છે.
બહુવચન સૂત્રમાં સર્વાદ્ધા-સર્વકાળ, પરમાણુઓ સકંપક છે, ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી, જેમાં પરમાણુઓ સર્વથા ચલિત ન થાય. એ પ્રમાણે નિષ્કંપકો પણ ‘સર્વકાળ’ જાણવા. હવે પરમાણુ આદિનું અંતર –
સટ્ઠાણંતરપડુચ્ચ - સ્વસ્થાન પરમાણુનો પરમાણુ ભાવ જ, તેમાં વર્તતા જે ચલન વ્યવધાન, નિશ્ચલત્વરૂપ લક્ષણ, તે સ્વસ્થાનને આશ્રીને - નિશ્ચલતા જઘન્યકાળ રૂપ એક સમય. ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાતકાળ. તેમાં જઘન્યથી અન્તર પરમાણુ એક સમય ચલ થઈ રોકાઈને ફરી ચાલે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ ક્યારેક સ્થિર થઈને ફરી ચલે. - - પરમાણુનું જે પરસ્થાન - દ્વિ અણુકાદિમાં અંતર્ભૂત અંતર-ચલન વ્યવધાન, તે પરસ્થાન અંતર, તેને આશ્રીને પરમાણુ પુદ્ગલ જ ભમતાં દ્વિપ્રદેશાદિ સ્કંધમાં પ્રવેશીને, જઘન્યથી તેની સાથે એક સમય રહીને ફરી ભ્રમણ કરે. ઉત્કર્ષથી અસંખ્યાતકાળ દ્વિપ્રદેશીપણે રહીને ફરી એક પણે ભમે.
નિશ્ચલ રહેલ જઘન્યથી એક સમય ભમીને ફરી નિશ્ચલ રહે. ઉત્કર્ષથી નિશ્ચલ રહીને આવલિકાનો અસંખ્યાત ભાગ ઉત્કૃષ્ટ કાળરૂપ ચલનથી ભમીને ફરી નિશ્ચલ જ થાય, એ સ્વસ્થાનાંતર કહ્યું. પરસ્થાન અંતર, તે નિશ્ચલ થઈ, પછી સ્વસ્થાનથી ચલિત થઈ જઘન્યથી દ્વિપ્રદેશાદિ સ્કંધમાં એક સમય રહીને ફરી નિશ્ચલ જ રહે છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ તેની સાથે રહીને પૃથક્‌ થઈને ફરી રહે છે. દ્વિપ્રદેશી થઈ ચલિત થઈ, પછી અનંત પુદ્ગલ સાથે કાળભેદથી સંબંધ કરીને અનંત કાળ વડે ફરી તે જ પરમાણુ સાથે સંબંધ કરી, ફરી ચલિત થાય.
સકંપકાદિનું અલ્પબહુત્વ - નિષ્કંપકો અસંખ્યાતગણા, સ્થિતિ ક્રિયાના ઉત્સર્ગપણાથી બહુત્વ છે. અનંતપ્રદેશીમાં સકંપક અનંતગુણ વસ્તુસ્વભાવથી છે. આને જ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-ઉભયાર્થને નિરૂપે છે - તેમાં દ્રવ્યાર્થતામાં સકંપત્વ-નિષ્કંપત્વ વડે આઠ પદો છે. એ પ્રમાણે પ્રદેશાર્થતામાં પણ છે, ઉભયાર્થતામાં ચૌદ સકંપક પક્ષે અને નિષ્કંપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ પદના અને દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણાના એકીકરણ અભિલાપ વડે છે. પ્રદેશાર્થતામાં ‘એ પ્રમાણે’ એવો અતિદેશ છે. તેમાં જે વિશેષ છે, તે કહે છે – પરમાણુ પદમાં પ્રદેશાર્થતાના સ્થાને અપ્રદેશાર્થતા કહેવી. કેમકે પરમાણુનું અપ્રદેશાર્થત્વ છે. દ્રવ્યાર્થ સૂત્રમાં સંખ્યાતપ્રદેશી નિષ્કંપક પરમાણુથી નિષ્કંપક સંખ્યાતગણા કહ્યા. પ્રદેશાર્થતા સૂત્રમાં તેને તેનાથી અસંખ્યાતગણા કહ્યા. કેમકે નિષ્કંપક પરમાણુથી દ્રવ્યાર્થપણે નિષ્કંપક સંખ્યાતપ્રદેશી, સંખ્યાતગણા થાય છે. તેની મધ્યે બહુ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ પ્રદેશત્વથી નિષ્કંપક પરમાણુથી તે પ્રદેશથી અસંખ્યાતગણા થાય છે. - X - X -
હવે પરમાણુ આદિના સકંપકત્વાદિ નિરૂપે છે - બધાંના અલ્પબહુત્વ અધિકારમાં દ્રવ્યાર્થ ચિંતામાં પરમાણુ પદના સર્વકંપકત્વ, નિષ્કંપકત્વ વિશેષણથી સંખ્યાતાદિ ત્રણેના પ્રત્યેક દેશકંપક-સર્વકંપક-નિષ્કંપક વિશેષણથી ૧૧-પદો થાય છે. એ રીતે પ્રદેશાર્થતામાં પણ છે. ઉભયાર્થતામાં આ ૨૦ પદો છે. સર્વકંપક અને નિષ્કંપક પક્ષમાં પરમાણુમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ પદોમાં દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતા એ એકીકરણ અભિલાપથી આમ કહ્યું
પુદ્ગલાસ્તિકાયની પ્રદેશથી વિચારણા કરી. હવે બીજા પણ અસ્તિકાયોને પ્રદેશથી વિચારે છે. ધર્માસ્તિકાયના આઠ પ્રદેશો, રૂચક પ્રદેશના અષ્ટકને અવગાહીને જાણવા એમ ચૂર્ણિકાર કહે છે. - X - X - X - પ્રત્યેક જીવોના, તે પણ સર્વ અવગાહનામાં મધ્ય ભાગ જ થાય, તેથી મધ્યપ્રદેશ કહેવાય છે. જઘન્યથી એક છે. સંકોચ-વિકાશ ધર્મથી ઉત્કૃષ્ટ આઠ થાય છે. વસ્તુ સ્વભાવથી તે સાત ન થાય.

Linked texts (1)