Viyahapannatti 1339
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1339
- Language
- Gujarati
1339
‘ભગવતી’ સૂત્ર-૮૯૧, ૮૯૨ :– [૨૫/–/૪/૮૯૧, ૮૯૨]
[૮૯૧] ભગવન્! પરમાણુ પુદ્ગલ સકંપ છે કે નિષ્કંપ? ગૌતમ! કદાચ સકંપ, કદાચ નિષ્કંપ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલો સકંપ છે કે નિષ્કંપ? ગૌતમ! સકંપ પણ છે, નિષ્કંપ પણ છે, એ રીતે અનંતપ્રદેશીસ્કંધ સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલ સકંપ કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. - - ભગવન્! પરમાણુ પુદ્ગલ નિષ્કંપ કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલો કેટલો કાળ સકંપા રહે છે? ગૌતમ! સર્વકાળ. - - ભગવન્! પરમાણુ પુદ્ગલો કેટલો કાળ નિષ્કંપા રહે છે? ગૌતમ! સર્વકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય? ગૌતમ! સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
નિષ્કંપતાનું અંતર કેટલો કાળ હોય? ગૌતમ! સ્વસ્થાન આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ.
ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધનું સકંપ અંતર? ગૌતમ! સ્વસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. - - નિષ્કંપનું કેટલો કાળ અંતર? ગૌતમ! સ્વસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ પર્યન્ત જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે? ગૌતમ! અંતર નથી. આ પ્રમાણે અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોના સકંપ અને નિષ્કંપમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા પરમાણુ પુદ્ગલો સકંપ છે, નિષ્કંપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્યપ્રદેશી સ્કંધમાં જાણવું.
ભગવન્! આ અનંતપ્રદેશી સ્કંધોના સકંપ અને નિષ્કંપમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધો નિષ્કંપ છે, સકંપ તેનાથી અનંતગણા છે.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોના સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી સ્કંધોના સકંપ અને નિષ્કંપમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે?
ગૌતમ! (૧) સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધો નિષ્કંપ દ્રવ્યાર્થપણે. (૨) અનંતપ્રદેશી સ્કંધો સકંપ દ્રવ્યાર્થપણે અનંતગુણા. (૩) પરમાણુ પુદ્ગલો સકંપ દ્રવ્યાર્થપણે અનંતગણા. (૪) સંખ્યાતપ્રદેશી સ્કંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાગણા, (૫) અસંખ્યાતપ્રદેશી સ્કંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૬) પરમાણુ પુદ્ગલ નિષ્કંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૭) સંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્કંપ દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા, (૮) અસંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્કંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૯) પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - પરમાણુ પુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવા. સંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્કંપ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા. બાકી પૂર્વવત્.
(૧) દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધ નિષ્કંપ દ્રવ્યાર્થતાથી, (૨) તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા, (૩) અનંત-પ્રદેશી સ્કંધ સકંપ દ્રવ્યાર્થપણે અનંતગણા, (૪) તે જ પ્રદેશાર્થપણે અનંતગણા, (૫) પરમાણુ પુદ્ગલો સકંપ દ્રવ્યાર્થતાથી અપ્રદેશાર્થપણે અનંતગણા, (૬) સંખ્યાતપ્રદેશી સ્કંધ સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૭) તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા, (૮) અસંખ્યાતપ્રદેશી સ્કંધ સકંપતાથી દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૯) તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા, (૧૦) પરમાણુ પુદ્ગલ નિષ્કંપ દ્રવ્યાર્થ-અપ્રદેશપણે અસંખ્યાતગણા, (૧૧) સંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્કંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૧૨) તે જ પ્રદેશાર્થપણે સંખ્યાતગણા, (૧૩) અસંખ્યાત-પ્રદેશી સ્કંધ નિષ્કંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, (૧૪) તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા.
ભગવન્! પરમાણુ પુદ્ગલ શું દેશથી નિષ્કંપ છે કે સર્વથી? ગૌતમ! દેશથી નથી, કદાચ સર્વ કંપક છે, કદાચ નિષ્કંપક છે.
ભગવન્! દ્વિપ્રદેશીસ્કંધની પૃચ્છા. ગૌતમ! કદાચ દેશકંપક,કદાચ સર્વકંપક,કદાચ નિષ્કંપક. એ રીતે અનંતપ્રદેશી સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલો શું દેશકંપક૦ છે? ગૌતમ! દેશકંપક નથી, સર્વકંપક છે અને નિષ્કંપક છે. - - દ્વિપ્રદેશી સ્કંધ? દેશથી-સર્વથી કંપક તથા નિષ્કંપક છે - એ પ્રમાણે યાવત્ અનંતપ્રદેશી.
ભગવન્! પરમાણુ પુદ્ગલ સર્વ કંપક, કાળથી કેટલો રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. - - નિષ્કંપક કેટલો કાળ રહે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધ કેટલો કાળ દેશકંપક રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતભાગ. - - સર્વકંપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. - - નિષ્કંપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એ રીતે અનંતપ્રદેશી સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલો સર્વકંપક, કેટલો કાળ રહે? ગૌતમ! સર્વકાળ. - - નિષ્કંપક કેટલો કાળ રહે? સર્વકાળ. - - ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધો દેશકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. સર્વકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. નિષ્કંપક કેટલો કાળ રહે? સર્વકાળ. અનંત-પ્રદેશી સુધી આ પ્રમાણે કહેવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલનું સર્વકંપકનું કેટલો કાળ અંતર હોય? ગૌતમ! સ્વસ્થાનને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. - - નિષ્કંપકનું અંતર કેટલું છે? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ.
ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધનું દેશકંપકનું અંતર કેટલો કાળ રહે? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. - - સર્વકંપકનું અંતર કેટલો કાળ? એ પ્રમાણે જેમ દેશકંપકનું કહ્યું. નિષ્કંપકનું અંતર કેટલો કાળ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટે આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. - - એ પ્રમાણે અનંતપ્રદેશીનું કહેવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલોનું અંતર સ્વકંપકનું કેટલો કાળ હોય? અંતર નથી. - - નિષ્કંપકનું કેટલો કાળ? અંતર નથી.
ભગવન્! દ્વિપ્રદેશી સ્કંધોનું દેશકંપકોનું અંતર કેટલો કાળ? અંતર નથી. - - સર્વકંપકોનું કેટલો કાળ? અંતર નથી. નિષ્કંપકોનું કેટલો કાળ? અંતર નથી. - - એ પ્રમાણે અનંતપ્રદેશીકોનું જાણવું.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોમાં સર્વકંપક અને નિષ્કંપકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં પરમાણુ પુદ્ગલો સર્વકંપક છે, નિષ્કંપકો તેથી અસંખ્યાતગણા છે.
ભગવન્! આ દ્વિપ્રદેશી સ્કંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્કંપક એમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા દ્વિપ્રદેશી સ્કંધો સર્વકંપક છે, દેશકંપક અસંખ્યાતગણા, નિષ્કંપક અસંખ્યાતગણા. એ પ્રમાણે અસંખ્યાતપ્રદેશી સ્કંધોનું પણ જાણવું.
ભગવન્! આ અનંતપ્રદેશી સ્કંધોના દેશકંપકો, સર્વકંપકો, નિષ્કંપકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધો સર્વકંપક છે, નિષ્કંપક અનંતગણા, દેશકંપક અનંતગણા.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોના સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનંતપ્રદેશી સ્કંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્કંપકોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે?
ગૌતમ! સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અનંતપ્રદેશી સ્કંધો નિષ્કંપકો દ્રવ્યાર્થતાથી અનંતગણા. અનંતપ્રદેશી સ્કંધો દેશકંપક દ્રવ્યાર્થતાથી અનંતગણા. અસંખ્યાતપ્રદેશી સ્કંધો સર્વકંપક દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા. સંખ્યાતપ્રદેશી સ્કંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ પુદ્ગલો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી સ્કંધો દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. અસંખ્યાત પ્રદેશી સ્કંધો દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ પુદ્ગલો નિષ્કંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી સ્કંધો નિષ્કંપક દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા. અસંખ્યાતપ્રદેશી સ્કંધો નિષ્કંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા.
એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણવું. વિશેષ એ કે - પરમાણુ પુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવા. સંખ્યાત પ્રદેશી સ્કંધ નિષ્કંપક પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવત્ જાણવું.
દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધ સર્વકંપક દ્રવ્યાર્થપણે. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. અનંતપ્રદેશી સ્કંધ નિષ્કંપક દ્રવ્યાર્થપણે અનંતગણા. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. અનંત પ્રદેશી સ્કંધ દેશકંપક સર્વકંપક દ્રવ્યાર્થપણે અનંતગણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી સ્કંધ સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યગણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ પુદ્ગલ સર્વકંપક દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી સ્કંધ દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. અસંખ્ય પ્રદેશી સ્કંધ દેશકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ પુદ્ગલો નિષ્કંપક દ્રવ્યાર્થ અપ્રદેશાર્થપણે અસંખ્યગણા. સંખ્યાતપ્રદેશી સ્કંધ નિષ્કંપકપણે દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા. તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાત-ગણા.
[૮૯૨] ભગવન્! ધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? ગૌતમ! આઠ.
ભગવન્! અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ.
ભગવન્! આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ.
ભગવન્! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. ભગવન્! આ જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કેટલા આકાશપ્રદેશને અવગાહે છે? ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ઉત્કૃષ્ટથી આઠ પણ સાતને નહીં. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit