Pramāṇa · Search · About · API

Viyahapannatti 1349

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1349

Language
Gujarati

1349

‘ભગવતી’ સૂત્ર-૯૦૧ :– [૨૫/–/૬/૯૦૧]
રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌! નિર્ગ્રન્થો કેટલા છે? ગૌતમ! પાંચ નિર્ગ્રન્થ છે. તે આ – પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ, સ્નાતક.
ભગવન્‌! પુલાક કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મ-પુલાક.
ભગવન્‌! બકુશ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. તે આ – આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂક્ષ્મ બકુશ.
ભગવન્‌! કુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે – પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ.
ભગવન્‌! પ્રતિસેવના કુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, દર્શન પ્રતિસેવનાકુશીલ, ચારિત્ર-લિંગ અને યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ.
ભગવન્‌! કષાયકુશીલ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ પ્રમાણે – જ્ઞાનકષાય કુશીલ, દર્શનકષાય કુશીલ, ચારિત્ર-કષાય કુશીલ, લિંગ કષાય કુશીલ અને યથાસૂક્ષ્મ કષાય કુશીલ.
ભગવન્‌! નિર્ગ્રન્થ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે છે. તે આ – પ્રથમ સમય નિર્ગ્રન્થ, અપ્રથમ સમય નિર્ગ્રન્થ, ચરમ સમય નિર્ગ્રન્થ, અચરમ સમય નિર્ગ્રન્થ, યથા સૂક્ષ્મ નિર્ગ્રન્થ નામે પાંચમાં.
ભગવન્‌! સ્નાતક કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ – અચ્છવી, અશબલ, અકર્માંશ, સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અર્હત જિનકેવલી, અપરિશ્રાવી.
ભગવન્‌! પુલાક, શું સવેદક હોય કે અવેદક? ગૌતમ! સવેદક હોય, અવેદક નહીં. - જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી? ગૌતમ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય.
ભગવન્‌! બકુશ, સવેદી હોય કે અવેદી? ગૌતમ! સવેદી હોય, અવેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદે-પુરુષ વેદે કે નપુંસક વેદે હોય? ગૌતમ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા.
ભગવન્‌! કષાયકુશીલ, શું સવેદી હોય૦? પ્રશ્ન. ગૌતમ! બંને હોય. જો અવેદી હોય તો શું ઉપશાંત વેદી હોય કે ક્ષીણવેદી? ગૌતમ! તે બંને હોય. - - જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી૦ પૃચ્છા. ગૌતમ! ત્રણે હોય.
ભગવન્‌! નિર્ગ્રન્થ, સવેદી કે અવેદી? ગૌતમ! સવેદી ન હોય, અવેદી હોય. - - જો અવેદી હોય, તો શું ઉપશાંત૦ પ્રશ્ન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય.
ભગવન્‌! સ્નાતક, શું સવેદી૦ હોય? નિર્ગ્રન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય.

Linked texts (1)