Pramāṇa · Search · About · API

Viyahapannatti 1399

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1399

Language
Gujarati

1399

વિવેચન :–૯૬૩ થી ૯૬૯
બાહ્ય - બહારના શરીરના તાપનથી મિથ્યાદૃષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. અબ્ભિંતર - અભ્યંતર જ કાર્મણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગ્‌દૃષ્ટિ વડે જ તપપણે સ્વીકારાયેલ છે.
ઓમોયરિય - ઉદરને ઉણુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પત્તિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઈત્વરિક-અલ્પકાલીન, યાવત્કથિક-યાવજ્જીવિક.. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઊભું રહેવું.. નીર્હારિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ કલેવરને આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિર્હારિકા.. અનિર્હારિમ-જે ગિરિગુફામાં સ્વીકારાય છે. ચિયત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, સાઈજ્જણય - સ્વદનતા એટલે પરિભોજન.. ચૂર્ણિમાં કહેલ છે કે-જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે.
અપ્પકોહ૦ - અલ્પક્રોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - X - X - અલ્પ શબ્દ - રાત્રિ આદિમાં અસંયનતા જાગી જવાના ભયથી. અપ્પઝંઝ - અહીં ઝંઝા એટલે વિપ્રકીર્ણ કોપ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. અપ્પતુમંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો.
દવ્વાભિગ્ગહચરક - ભિક્ષાચર્યાની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત્‌ આદિ દ્રવ્ય વિષયક છે. જહા ઉવવાઈએ કહીને સૂચવે છે - ક્ષેત્રાભિગ્રહ ચરક, કાલાભિગ્રહચરક, ભાવાભિગ્રહચરક૦ આદિ.
સુદ્ધેસણિએ૦ શુદ્ધૈષણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથી યુક્ત તે શુદ્ધૈષણિક. સંખાદત્તિક - સંખ્યાપ્રધાન-પાંચ, છ આદિ. દત્તિ-ભિક્ષાવિશેષ, જેને છે તે. ‘ઉવવાઈ’ મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્લસિક્તભોજી, અરસાહાર ઈત્યાદિ.
ઠાણાઈએ - સ્થાન એટલે કાયોત્સર્ગાદિ અતિશયપણે કરે તે. ‘ઉવવાઈ મુજબ’ કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષેધિકી આદિ. આ પ્રતિમા-માસિકી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય તે. નૈષેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે.
સોઈંદિય૦ શ્રોત્રેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં પ્રચાર - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઈન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટ-અનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો નિરોધ.
મણસ્સ૦ - મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા ભાવ કરણ, અથવા આત્મા સાથે જે વૈક્રિય-નિરાલંબનત્વ રૂપ ભાવ, તેનું કરણ. - X - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - સુસમાહિય૦ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિર્વૃત્તિ વડે અને અંતર્વૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકર્ષથી લીન થઈને. શતક-૧૮-ના ઉદ્દેશા-૧૦ મુજબ જાણવું.
પાયચ્છિત્ત - પ્રાયશ્ચિત્ત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યાસરૂપ. દર્શન વિનય-સમ્યગ્‌દર્શન ગુણાધિકમાં શુશ્રૂષાદિરૂપ. ચારિત્રવિનય - સામાયિકાદિ ચારિત્રોની સમ્યક્‌ શ્રદ્ધા કરવાનું પ્રરૂપીને. લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - શુશ્રૂષણા વિનય-સેવા એ જ વિનય અનત્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ, તે અનત્યાશાતના વિનય.
કિરિયાએ૦ અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સકલક્લેશ વડે અકલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું.
સંભોગ૦ - સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનત્યાશાતના અર્થાત્‌ વિપર્યાસકરણનું પરિવર્જન.
ભત્તિબહુમાણ - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વણ્ણસંજલણ - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે. પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રવર્તાવવા દ્વારા, વિનયકર્મને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. - - અપ્રશસ્ત મનને જ નિવર્તાવવા દ્વારા જે વિનય, તે અપ્રશસ્તમનોવિનય.
અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવદ્ય-વિશેષથી પાપ-ક્રોધાદિ અવદ્યનું વર્જન.. અકિરિય-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરુપક્લેશ-સ્વગત શોકાદિ ઉપક્લેશ રહિત.. અનાશ્રવકર-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર - ક્ષપિ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત.
પ્રશસ્ત વાક્‌ વિનયસૂત્રમાં - અપાવક - અપાપ વચનને પ્રવર્તાવવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. આઉત્ત - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. ઉલ્લંઘણ - ઉર્ધ્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપર થઈ જવું તે. પલ્લંઘણ-પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ.
અભ્યાસ-ગૌરવ્યની સમીપમાં વર્તવાના સ્વભાવથી તેના અભ્યાસવર્તી. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-પર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યહેતુ એટલે જ્ઞાનાદિ નિમિત્તે ભોજનાદિનું દાન. કૃતપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રુત આપશે, તે અભિપ્રાયથી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષધાદિને શોધે તે આર્ત્તગવેષક. - - દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી આનુકૂલ્ય.
વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર, એટલે જન્મ આદિ ભેદથી છે તે. તપસ્વી એટલે અઠ્ઠમાદિને કરનાર.
ધ્યાનસૂત્રમાં – (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત તે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્ત્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ઘનાદિ, તેનો જે યોગ, તે વડે યુક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (૩) આતંક એટલે રોગ૦ (૪) પરિઝુસિય - એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - X - ચિંતા.
કંદણય૦ - મોટા શબ્દોથી રડવું, સોયણય - દીનતા, તિપણ્ણય - આંસુ ખેરવવા, પરિદેવણ - પુનઃપુનઃ ક્લિષ્ટભાષણ.
હિંસાનુબંધિ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી.
મૃષાનુબંધિ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસદ્ભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી.
તેયાનુબંધી - સ્તેન એટલે ચોર કર્મ, તીવ્રક્રોધાદિ આકુળતાથી તેના અનુબંધવત્‌ તે સ્તેયાનુબંધી [રૌદ્રધ્યાન.]
સારક્ખાણાણુબંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પરિત્રાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી.
ઓસ્સન્ન - બહુલતાથી અનુપરતત્વથી દોષ – હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. બહુદોસ - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ તે. અન્નાણદોસ - અજ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, અધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. આમરણાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકરિકાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ.
ચઉપ્પડોયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપ્રેક્ષા. પદાર્થમાં પ્રત્યવતાર-સમવતાર, વિચારણીયત્વથી જેમાં છે તે ચતુષ્પ્રત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો પર્યાય છે.
આણાવિજય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ - અપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાક - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ.
આણારુઈ - આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞારુચિ. નિસર્ગરુચિ-સ્વભાવથી જ તત્ત્વની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તત્ત્વશ્રદ્ધાન. અવગાઢરુચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ.
આલંબણ - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય તે. અણુપ્પેહ - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપ્રેક્ષા. -
(૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલ્પ, પૂર્વગત શ્રુત આલંબન તે. વિચાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે યોગોનું - X - જે વિચરણ તે સવિચાર.
(૨) એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પર્યાયનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે અર્થરૂપ તથા વ્યંજન-અર્થ સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિદ્યમાન નથી તે.
(૩) સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વાક્‌મનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અર્ધ નિરુદ્ધ કાય યોગત્વથી છે તે સૂક્ષ્મક્રિય, વર્ધમાન પરિણામત્વથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીને હોય.
(૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ નિરુદ્ધ યોગત્વથી જેમાં છે, તે તથા અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ.
અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત્‌ માયાજનિત સૂક્ષ્મપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ તે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથક્‌કરણ તે. વ્યુત્સર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ.
અનંતવત્તિયાનુપ્રેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપ્રેક્ષા-સંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપ્રેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વારજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામાનુપ્રેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન.
અહીં જે તપાધિકારમાં પ્રશસ્ત-અપ્રશસ્ત ધ્યાન વર્ણન છે, તે અપ્રશસ્તનું વર્જન અને પ્રશસ્તનું આસેવન તે તપ.
વ્યુત્સર્ગ સૂત્રમાં-નારકાયુષ્કાદિના હેતુરૂપ મિથ્યાદૃષ્ટિત્વાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપ્રત્યનીકત્વાદિનો ત્યાગ.

Linked texts (1)