Pramāṇa · Search · About · API

Viyahapannatti 1398

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1398

Language
Gujarati

1398

‘ભગવતી’ સૂત્ર-૯૬૩ થી ૯૬૯ :– [૨૫/–/૭/૯૬૩ થી ૯૬૯]
[૯૬૩] તપ બે ભેદે છે - બાહ્ય અને અભ્યંતર. તે બાહ્ય તપ શું છે? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે
[૯૬૪] અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ, પ્રતિસંલીનતા. આ છ બાહ્ય તપ છે.
[૯૬૫] તે અનશન શું છે? બે ભેદે છે - ઈત્વરિક, યાવત્કથિત.
તે ઈત્વરિક અનશન શું છે? અનેક ભેદે છે. તે આ – ચતુર્થભક્ત, છઠ્ઠ ભક્ત, અઠ્ઠમભક્ત, દશમ ભક્ત, બારસભક્ત, ચૌદશભક્ત, અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, બેમાસિકભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્‌ છ માસિક.
તે યાવત્કથિત શું છે? બે ભેદે છે – પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન શું છે? બે ભેદે – નીર્હારિમ, અનીર્હારિમ. આ બંને નિયમથી અપ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે? બે ભેદે છે – નીર્હારિમ, અનીર્હારિમ, આ બંને નિયમા સપ્રતિકર્મ છે. તે આ ભક્તપ્રત્યાખ્યાન છે, તે આ યાવત્કથિત, તે આ અનશન છે.
તે અવમોદરિકા શું છે? બે ભેદે છે – દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. - - તે દ્રવ્ય અવમોદરિકા શું છે? બે ભેદે છે – ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા.
તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા શું છે? એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યક્ત ઉપકરણ-સ્વદનતા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે.
તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે? કુકડીના ઈંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અલ્પાહાર, બાર કવલ૦ આદિ જેમ શતક-૭-ના ઉદ્દેશા-૧-માં કહ્યું તેમ યાવત્‌ પ્રકામરસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે.
તે ભાવ-અવમોદરિકા શું છે? તે અનેક ભેદે છે - અલ્પક્રોધ યાવત્‌ અલ્પલોભ, અલ્પશબ્દ, અલ્પઝંઝા, અલ્પ તું-તું, તે ભાવાવ-મોદરિકા.
તે ભિક્ષાચર્યા શું છે? તે અનેક ભેદે છે – દ્રવ્યાભિગ્રહચરક૦ આદિ જેમ ઉવવાઇ સૂત્રમાં કહ્યું તેમ યાવત્‌ શુદ્ધ એષણીય સંખ્યાદત્તિક.
તે રસપરિત્યાગ શું છે? અનેકવિધ છે - વિગઈરહિતતા, પ્રણીત રસવર્જન૦ આદિ જેમ ઉવવાઈમાં છે, તેમ યાવત્‌ રૂક્ષાહાર.-X-
તે કાયક્લેશ શું છે? તે અનેક ભેદે છે – સ્થાનાતિગ, ઉત્કુટુક આસનિક૦ આદિ જેમ ઉવવાઈસૂત્રમાં છે તેમ કહેવું. યાવત્‌ સર્વગાત્ર-પ્રતિકર્મ વિપ્રમુક્ત. તે આ કાયક્લેશ કહ્યો.
તે પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે – ઈન્દ્રિયપ્રતિસંલીનતા, કષાય પ્રતિસંલીનતા, યોગપ્રતિસંલીનતા, વિવિક્ત શયનાસન સેવનતા.
તે ઈન્દ્રિય પ્રતિસંલીનતા શું છે? પાંચ ભેદે છે – શ્રોત્રેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા શ્રોત્રેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. એ પ્રમાણે યાવત્‌ - X - સ્પર્શનેન્દ્રિય વિષય પ્રચાર નિરોધ અથવા સ્પર્શનેન્દ્રિય વિષય પ્રાપ્ત પદાર્થોમાં રાગદ્વેષ નિગ્રહ. તે ઈન્દ્રિય પ્રતિસંલીનતા છે.
તે કષાય પ્રતિસંલીનતા શું છે? તે ચાર ભેદે છે – ક્રોધોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત ક્રોધને વિફળ કરવો, એ પ્રમાણે યાવત્‌ લોભોદય નિરોધ અથવા ઉદય પ્રાપ્ત લોભનું વિફળ કરવો. તે કષાયપ્રતિસંલીનતા છે.
તે યોગ પ્રતિસંલીનતા શું છે? તે ત્રણ ભેદે છે – મન-વચન-કાય યોગ પ્રતિસંલીનતા. તેમાં અકુશલ મન નિરોધ અથવા કુશલમન ઉદીરણા અથવા મનને એકાગ્ર કરવું. તે મનયોગ પ્રતિસંલીનતા છે.
વચન યોગ પ્રતિસંલીનતા? - અકુશલ વચન નિરોધ, અથવા કુશીલ વચન ઉદીરણા અથવા વચનને એકાગ્ર કરવું.
કાયયોગ પ્રતિસંલીનતા?-સમ્યક્‌ પ્રકારે સમાધિપૂર્વક પ્રશાંતભાવથી હાથ-પગને સંકુચિત કરવા, કાચબા માફક ગુપ્તેન્દ્રિય-આલીન-પ્રલીન થઈને રહેવું. તે આ કાય પ્રતિસંલીનતા છે, તે આ યોગ પ્રતિસંલીનતા છે.
તે વિવિક્ત શયનાસન સેવનતા શું છે? તે, જે આરામમાં, ઉદ્યાનમાં૦ જેમ સોમિલ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્‌ શય્યા સંસ્તારક સ્વીકારીને વિચરવું. તે વિવિક્ત શયનાસન સેવનતા, પ્રતિસંલીનતા, બાહ્ય તપ છે.
તે અભ્યંતર તપ શું છે? છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ છે.
તે પ્રાયશ્ચિત્ત શું છે? તે દશ ભેદે છે – આલોચનાર્હ યાવત્‌ પારાંચિતાર્હ. તે આ પ્રાયશ્ચિત્ત છે.
તે વિનય શું છે? વિનય સાત ભેદે છે – જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય.
તે જ્ઞાન વિનય શું છે? - પાંચ ભેદે છે – આભિનિબોધિકજ્ઞાન વિનય યાવત્‌ કેવળજ્ઞાન વિનય. - તે આ જ્ઞાનવિનય છે.
તે દર્શન વિનય શું છે? - બે ભેદે છે – શુશ્રૂષા વિનય, અનાશાતના વિનય, - - તે શુશ્રૂષા વિનય શું છે? - અનેક પ્રકારે છે - સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશા-૩-માં કહ્યા મુજબ યાવત્‌ પ્રતિસંસાધનતા.
તે અનાશાતના વિનય શું છે? તે ૪૫-ભેદે છે. તે આ પ્રમાણે–
(૧) અરિહંતોની અનાશાતના, (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મની અનાશાતના, (૩) આચાર્યની અનાશતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરની૦ (૬) કુળની૦ (૭) ગણની૦ (૮) સંઘની૦ (૯) ક્રિયામાં૦ (૧૦) સાંભોગિકની૦ (૧૧) આભિનિબોધિક જ્ઞાનની૦ યાવત્‌ (૧૫) કેવળજ્ઞાનની અનાશાતના. - - - આ પંદરની (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણકીર્તન કરવું. [એટલે ૧૫ X ૩ = ૪૫ ભેદ થયા.] તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે.
તે ચારિત્રવિનય શું છે? પાંચ ભેદે - સામાયિક ચારિત્રવિનય યાવત્‌ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચારિત્ર વિનય છે.
તે મન વિનય શું છે? બે ભેદે છે - પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે? - સાત ભેદે છે. તે આ – અપાપક, અસાવદ્ય, અક્રિય, નિરૂપક્લેશ, અનાશ્રવકર, અચ્છવિકર, અભૂતાભિશંકિત. તે આ પ્રશસ્ત મન વિનય છે.
તે અપ્રશસ્ત મન વિનય શું છે? તે સાત ભેદે છે. તે આ – પાપક, સાવદ્ય યાવત્‌ ભૂતાભિશંકિત, તે અપ્રશસ્ત વિનય, મન વિનય છે.
તે વચન વિનય શું છે? બે ભેદે છે – પ્રશસ્ત વચન વિનય, અપ્રશસ્ત વચન વિનય. - - તે પ્રશસ્ત વચન વિનય શું છે? સાત ભેદે છે - અપાપક યાવત્‌ અભૂતાભિશંકિત. - X - તે અપ્રશસ્ત વચન વિનય શું છે? સાત ભેદે છે – પાપક, સાવદ્ય યાવત્‌ ભૂતાભિશંકિત. - X - તે આ વચન વિનય છે.
તે કાય વિનય શું છે? બે ભેદે છે – પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય વિનય. - - તે પ્રશસ્ત કાય વિનય શું છે? સાત ભેદે છે – ઉપયોગપૂર્વક – (૧) ગમન, (૨) સ્થાન, (૩) નિષીદન, (૪) પડખું બદલું, (૫) ઉલ્લંઘન, (૬) પ્રલંઘન, (૭) સર્વેન્દ્રિય યોગયુંજનતા. તે પ્રશસ્ત-કાય વિનય છે.
તે અપ્રશસ્ત કાયવિનય શું છે? - સાત ભેદે છે. અનાયુક્ત-[ઉપયોગરહિત] ગમન યાવત્‌ સર્વેન્દ્રિય યોગ પુંજનતા. - X - X -
તે લોકોપચાર વિનય શું છે? - સાત ભેદે છે – અભ્યાસવૃત્તિતા, પરછંદાનુવર્તિતા, કાર્યહેતુ, કૃતપ્રતિક્રિયા, આત્મ ગવેષણા, દેશકાલજ્ઞતા અને સવાર્થ-અપ્રતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે.
[૯૬૬] તે વૈયાવચ્ચ શું છે? તે દશ ભેદે છે – આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપસ્વી વૈયાવચ્ચ, ગ્લાન વૈયાવચ્ચ, શૈક્ષ વૈયાવચ્ચ, કુળ વૈયાવચ્ચ ૦, ગણ વૈયાવચ્ચ ૦, સંઘ વૈયાવચ્ચ અને સાધર્મિક વૈયાવચ્ચ. તે આ વૈયાવચ્ચ છે.
[૯૬૭] તે સ્વાધ્યાય શું છે? પાંચ ભેદે છે, તે આ – વાંચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે.
[૯૬૮] તે ધ્યાન શું છે? ચાર ભેદે છે - તે આ – આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન.
(૧) આર્ત્તધ્યાન ચાર ભેદે છે – (૧) અમનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૨) મનોજ્ઞ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. (૩) આતંક (રોગાદિ) સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૪) પરિસેવિત કામભોગ સંપ્રયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. - - આર્ત્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ – ક્રંદનતા, સોચનતા, તેપનતા અને પરિદેવનતા.
(૨) રૌદ્રધ્યાન ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. - - રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે – ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ.
(૩) ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુષ્પ્રત્યવતાર છે – આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાન વિચય. - - ધર્મધ્યાનના ચાર લક્ષણ છે – આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ, અવગાઢરુચિ.
ધર્મધ્યાનના ચાર આલંબન છે – વાચના, પ્રતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. - - ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા.
(૪) શુક્લધ્યાન ચાર ભેદે અને ચતુષ્પ્રત્યાવતાર છે – પૃથક્ત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ. - - શુક્લ ધ્યાનના ચાર લક્ષણો છે – ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. - - શુક્લ ધ્યાનના ચાર આલંબન છે – અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ. - - શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપ્રેક્ષા, અશુભાનુ-પ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા.
[૯૬૯] તે વ્યુત્સર્ગ શું છે? બે ભેદે છે – દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સર્ગ. - - તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે – ગણ વ્યુત્સર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યુત્સર્ગ. - X -
તે ભાવ વ્યુત્સર્ગ શું છે? તે ૩ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુત્સર્ગ. તે કષાય વ્યુત્સર્ગ શું છે? ચાર ભેદે છે – ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ. - X -
તે સંસાર વ્યુત્સર્ગ શું છે? તે ચાર ભેદે છે – નૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્‌ દેવ સંસાર વ્યુત્સર્ગ. તે આ સંસાર વ્યુત્સર્ગ છે.
તે કર્મવ્યુત્સર્ગ શું છે? તે આઠ ભેદે છે – જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્‌ અંતરાય કર્મ વ્યુત્સર્ગ. તે આ કર્મવ્યુત્સર્ગ છે. - - તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. - - તે અભ્યંતર તપ કહ્યું. - - ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)