Viyahapannatti 1401
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1401
- Language
- Gujarati
1401
‘ભગવતી’ સૂત્ર-૯૭૦ :– [૨૫/–/૮/૯૭૦]
રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્! નૈરયિકો કઈ રીતે ઉપજે છે? જેમ કોઈ કૂદક કૂદતો અધ્યવસાય નિર્વર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ કૂદકની જેમ કૂદતાં અધ્યવસાય નિર્વર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે.
ભગવન્! તે જીવોની કેવી શીઘ્રગતિ, કેવી શીઘ્રગતિ વિષય છે? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ, બળવાન્, એ પ્રમાણે જેમ શતક- ૧૪, ઉદ્દેશા-૧-માં કહ્યું તેમ યાવત્ ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની શીઘ્ર ગતિ છે, તેવો શીઘ્રગતિ વિષય છે.
ભગવન્! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે? ગૌતમ! અધ્યવસાય યોગ નિર્વર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાયુ બાંધે.
ભગવન્! તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય? ગૌતમ! આયુ-ભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય.
ભગવન્! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પરઋદ્ધિથી? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે છે - X -
ભગવન્! તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કર્મોથી? ગૌતમ! આત્મકર્મોથી ઉપજે, પરકર્મોથી નહીં. ભગવન્! તે જીવો આત્મપ્રયોગ વડે ઉપજે કે પરપ્રયોગ વડે? ગૌતમ! આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગે નહીં.
ભગવન્! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું - X - એ રીતે એકેન્દ્રિય વર્જીને યાવત્ વૈમાનિક સુધી કહેવું. એકેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit