Pramāṇa · Search · About · API

Viyahapannatti 1403

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1403

Language
Gujarati

1403

પવએ - પ્લવક, કૂદનારો. પવમાણે - ઊંચે કૂદતો. અજ્ઝવસાણ નિવ્વત્તિએણં - મારા વડે કૂદાયુ રૂપ અધ્યવસાય નિર્વર્તિતથી. કરણોપાય - કુદવારૂપ જે કરણ-ક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેયકાલ - ભવિષ્યકાળમાં. વિહરે છે. શું કરીને? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે.
કૂદકની જેમ કૂદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, પ્લવનક્રિયા વિશેષ અથવા કરણવત્‌ કરણ - સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્યથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નારકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગ-મન વગેરે વ્યાપાર વડે નિર્વર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી.

Linked texts (1)