Viyahapannatti 1414
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1414
- Language
- Gujarati
1414
નારક દંડકમાં ચાર ભંગો. તેમાં (૧) બાંધ્યુ છે, બંધકાળે બાંધે છે, ભવાંતરનું બાંધશે. (૨) સિદ્ધિ પ્રાપ્તિ યોગ્યને બીજો, (૩) બંધકાળના અભાવે, ભાવિ બંધ અપેક્ષાએ ત્રીજો. (૪) બદ્ધ પરભવિકાયુ પછી પ્રાપ્તવ્ય ચરમભવથી ચોથો. એ પ્રમાણે સર્વત્ર. વિશેષ આ - લેશ્યાપદમાં કૃષ્ણ-લેશ્યી નારકોમાં પહેલો-ત્રીજો. બીજો ભંગ નથી, કૃષ્ણલેશ્યી નારક તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય, અચરમશરીરી હોય. કૃષ્ણલેશ્યા પાંચમી નરકપૃથ્વી આદિમાં હોય, ત્યાંથી ઉદ્વર્તીને સિદ્ધ ન થાય. તેથી એ નારક તિર્યંચાદિ આયુ બાંધીને અચરમશરીરપણાથી ફરી બાંધશે. તથા કૃષ્ણ-લેશ્યી નારક આયુના અબંધકાળે તે ન બાંધે. બંધકાળે બાંધશે તે ત્રીજો ભંગ. આયુના અબંધકત્વ અભાવે ચોથો ભંગ નથી.
કૃષ્ણપાક્ષિક નારકને બીજો ભંગ નથી, કેમકે તે આયુ બાંધીને ફરી તે આયુ ન બાંધે. તેને ચરમ ભવનો અભાવ છે. ત્રીજો ભંગ છે, ચોથો નથી. સમ્યગ્મિથ્યાદૃષ્ટિને આયુ બંધના અભાવે ત્રીજો, ચોથો ભંગ નથી.
અસુરકુમાર દંડકમાં - X - કૃષ્ણલેશ્યીને પણ ચાર ભંગ કહ્યા. કેમકે તેને મનુષ્યગતિ પ્રાપ્તિમાં સિદ્ધિના સંભવથી બીજો, ચોથો પણ છે.
પૃથ્વીકાયિક દંડકમાં પૂર્વોક્તાનુસાર પહેલો-ત્રીજો ભંગ છે.
તેજોલેશ્યાપદે કેટલાંક તેજોલેશ્ય દેવ પૃથ્વીકાયિકમાં ઉપજે, તે અપર્યાપ્તક અવસ્થામાં તેજોલેશ્યી હોય છે ઈત્યાદિ - X - કારણે ત્રીજો ભંગ. એ પ્રમાણે અપ્કાયિક.વનસ્પતિકાયિકને પણ જાણવા. ઉક્તન્યાયે કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ,કેમકે તેજોલેશ્યામાં ત્રીજોભંગ સંભવે છે.
તેઉકાય, વાયુકાયને સર્વત્ર અગિયારેમાં પહેલો-ત્રીજો ભંગ હોય છે. ત્યાંથી ઉદ્વર્તીને પછી મનુષ્યમાં અનુત્પત્તિથી સિદ્ધિગમનના અભાવે બીજો, ચોથો ભંગ સંભવે છે. કેમકે કહ્યું છે – સાતમી નરક, તેઉ, વાયુને ઉદ્વર્તીને માનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી.
વિકલેન્દ્રિયને સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ છે. તેમને ઉદ્વર્તન પછીના જ ભવે માનુષ્યત્વમાં નિર્વાણ અભાવે અવશ્ય આયુનો બંધ છે. હવે વિકલેન્દ્રિયમાં અપવાદ કહે છે – સમ્યક્ત્વ, જ્ઞાન, આભિનિબોધિક અને શ્રુતમાં વિકલેન્દ્રિયોને ત્રીજો જ ભંગ હોય, કેમકે સમ્યક્ત્વાદિ તેમને સાસ્વાદન ભાવથી અપર્યાપ્તકાવસ્થામાં જ હોય, તે ચાલ્યા જતાં આયુનો બંધ થાય. પૂર્વે બાંધેલ છે, હાલ ન બાંધે, પછી બાંધશે.
પંચેન્દ્રિય તિર્યંચોમાં કૃષ્ણપાક્ષિક પદમાં પહેલો-બીજો-ત્રીજો. કેમકે તે આયુ બાંધીને કે ન બાંધીને તેનો અબંધક થાય-સિદ્ધિગમન યોગ્યતાથી. સમ્યગ્ મિથ્યાદૃષ્ટિને આયુના બંધના અભાવે ત્રીજો ચોથો ભંગ હોય. પંચેન્દ્રિય તિર્યંચોને સમ્યક્ત્વાદિ પાંચમાં બીજા સિવાયના ભંગ થાય. કેમકે તેને સમ્યગ્દૃષ્ટિ હોય તો દેવમાં જ જાય, ફરી આયુ બાંધે જ, તેથી તેને બીજો ભંગ ન સંભવે. મનુષ્યાયુમાં ચરમભવ હોય તો ચોથો ભંગ. મનુષ્યમાં ઉક્ત પાંચમાં બીજા સિવાયના ભંગો. ભાવના પૂર્વવત્.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit