Pramāṇa · Search · About · API

Viyahapannatti 1413

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1413

Language
Gujarati

1413

ભગવન્‌! નૈરયિકે આયુકર્મ બાંધ્યુ છે૦ પ્રશ્ન?
ગૌતમ! કેટલાંકને ચારે ભંગ છે. એ રીતે સર્વત્ર નૈરિયિકોને ચારે ભંગ છે. માત્ર કૃષ્ણલેશ્યી અને કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ. સમ્યક્‌મિથ્યાત્વમાં ત્રીજો-ચોથો-ભંગ.
અસુરકુમારને એ પ્રમાણે જ, કૃષ્ણલેશ્યીને પણ ચાર ભંગો કહેવા, બાકી બધું નૈરયિકવત્‌. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું.
પૃથ્વીકાયિકોને સર્વત્ર ચાર ભંગ. માત્ર કૃષ્ણપાક્ષિકને પહેલો-ત્રીજો ભંગ.
તેજોલેશ્યી વિશે પ્રશ્ન? ગૌતમ! બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે. બાકીના બધામાં ચાર ભંગો.
એ રીતે અપ્‌કાયિક, વનસ્પતિ કાયિક પણ સંપૂર્ણ કહેવા.
તેઉકાયિક-વાયુકાયિકને બધે જ પહેલો-ત્રીજો ભંગ.
બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ, માત્ર સમ્યક્ત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કૃષ્ણપાક્ષિકમાં પહેલો-ત્રીજો ભંગ, સમ્યક્‌ત્વ-મિથ્યાત્વમાં ત્રીજો-ચોથો ભંગ. સમ્યક્ત્વ, જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ પાંચ પદોમાં બીજા સિવાયના ત્રણ ભંગો. બાકીનામાં ચાર ભંગો.
મનુષ્યોને જીવ માફક કહેવા. માત્ર સમ્યક્‌ત્વ ઔઘિક જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિ જ્ઞાનમાં બીજા સિવાયના ભંગો છે, બાકી પૂર્વવત્‌. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક ત્રણે અસુરકુમારવત્‌ જાણવા.
નામ, ગોત્ર, અંતરાય એ ત્રણે જ્ઞાનાવરણીય માફક કહેવા. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે, યાવત્‌ વિચરે છે.

Linked texts (1)