Viyahapannatti 1416
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1416
- Language
- Gujarati
1416
‘ભગવતી’ સૂત્ર-૯૮૧ :– [૨૬/–/૨/૯૮૧]
ભગવન્! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ બાંધ્યુ૦ પ્રશ્ન? તે પ્રમાણે જ ગૌતમ! કોઈક બાંધે૦ પહેલો-બીજો ભંગ.
ભગવન્! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક પાપકર્મ બાંધે૦ પ્રશ્ન? ગૌતમ! પહેલો, બીજો ભંગ. એ રીતે સર્વત્ર પહેલો-બીજો ભંગ. વિશેષ એ - સમ્યક્ત્વ મિથ્યાત્વ, મનોયોગ, વચનયોગ ન પૂછવો. એ રીતે સ્તનિતકુમાર પર્યન્ત કહેવું. બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચતુરિન્દ્રિયને વચનયોગ ન કહેવો.
પંચેન્દ્રિય તિર્યંચોને પણ સમ્યક્ત્વ-મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન, મનોયોગ, વચનયોગ એ પાંચ પદો ન કહેવા.
મનુષ્યોમાં અલેશ્યત્વ, સમ્યક્ત્વ-મિથ્યાત્વ, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગજ્ઞાન, નોસંજ્ઞોપ-યુક્ત, અવેદક, અકષાયી, મનોયોગી, વચનયોગી, અયોગી આ અગિયાર પદો ન કહેવા.
વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકોવત્ કહેવા. પૂર્વોક્ત ત્રણ પદ ન કહેવા. બાકીના જે સ્થાનો, તેમાં સર્વત્ર પહેલો-બીજો ભંગ કહેવો. એકેન્દ્રિયોને સર્વત્ર પ્રથમ-બીજો ભંગ કહેવા. પાપકર્મમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીયકર્મનો દંડક કહેવો. એ રીતે આયુને વર્જીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા.
ભગવન્! અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યુ છે૦ પ્રશ્ન? ગૌતમ! બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે.
ભગવન્! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિકે શું આયુકર્મ બાંધ્યુ૦? પૂર્વવત્ ત્રીજો ભંગ. એ રીતે યાવત્ અનાકારોપયુક્ત, સર્વત્ર ત્રીજો ભંગ, એ પ્રમાણે મનુષ્ય વર્જીને યાવત્ વૈમાનિક કહેવું.
મનુષ્યોને સર્વત્ર ત્રીજો-ચોથો ભંગ કહેવો. માત્ર કૃષ્ણપાક્ષિકમાં ત્રીજો ભંગ કહેવો. બધામાં ભિન્નતા પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit